________________
૩૩૬
શુભસંગ્રહ-ભાગ ૨
१५०-एक चोरनो हैयापलटो અવન્તીદેશમાં કુરરઘર નગરમાં કાતિયાની નામે એક બૌદ્ધ શ્રાવિકા રહેતી હતી. તે એક સમયને વિષયે કટિકર્ણ શણ નામે સાધુની કથા સાંભળવા ગઈ. આ સાધુ ગર્ભશ્રીમંત હતા. કાનમાં એક કેટિ(કરોડ)ને મૂલ્યની છેલકડી પહેરતા. આ વૈભવ છોડીને ત્યાગી થયા હતા. કાતિયાની આમ કે ટિકર્ણનું વખાણ (વ્યાખ્યાન) સાંભળે છે ત્યાં ચેરની એક ટોળકીએ એના ઘરમાં ખાતર પાડ્યું. ખાતર પાડીને ચોર ઘરમાં ઘર્યા છે ને પેટી-પટારા વિખે છે ત્યાં કાતિયાનીએ દાસીને દીવી પ્રકટાવવા સારૂ તેલ લેવા ઘેર મોકલી; તે આવીને જુએ છે તે ઘરમાં ખાતર પડયું છે. એટલે તે આવી હતી એવી ને એવી તેલ લીધા વિના પાછી કથામાં ગઈ. ચેરનો નાયક ચેરી કામ ઉપર દેખરેખ રાખતે બહાર ઉભે હતે. એણે દાસીને આવતી ને પાછી જતી જોઈ, એટલે તે કેણ છે, ક્યાં જાય છે, શું કરે છે તે જાણવા સારૂ એ પણ દાસીની પાછળ પાછળ ચાલે. દાસી કથામાં આવીને કાતિયાનીને બધી વાત કરે છે. તે ચેરનાયક પાછળ ઉભે ઉભે સાંભળે છે.
બા, બા! ઘરમાં તે ચરે ખાતર પાડ્યું છે.'
એમ ગોકીરે શું કરતી હઈશ?ચોર લઈ જતા હોય તે પિતાની દીઠી વસ્તુ ભલે લઈ જાય; પણ હું તે આજ દુર્લભ શ્રવણ સુણું છું એટલે ધર્મમાં અંતરાય કર મા.”
આ સાંભળીને ચેરનાયક ઉંડા વિચારમાં પડી ગયે--અહે, ધન્ય છે આ બાઈને ! બીજાં કથા સાંભળવા જાય પણ મન તે કાં વાર્તાવાળા સુતારભાઈની ઘોડે બાવળિયે હાય, ને કાં કથાસ્થાનક બહાર ઉતારેલા જેડામાં હોય; પણ આને તે ધર્મશ્રવણ આગળ ઘરબાર, ઢેરઢાંખર, માલમત્તા કાંઈ ગણત્રીમાં જ નથી. આવા ધમી માણસના ઘરની એક કેડીએ આપણને પચે નહિ, કાચા પારાની ઘેડે રેમેરામે ફૂટી નીકળે. આવાને ઘેર ચોરી કરી તે પછી સર્વસહા ધરતીમાતાનેય આપણે ભાર અસહ્ય થઈ પડે અને તે સહસા ફાટીને આપણને પિતાના વિશાળ ઉદરમાંજ ભંડારી દે.” જ ચોરી કરતાં કરતાં કંઈક માણસનાં ડોક ઉડાડી દેતાં જેણે પાછું વાળી જોયેલ નહિ એવા આ થોરનાયકના વજહૃદયને ચીરીને પ્રેમ તથા જ્ઞાનનું પાતાળઝરણું ઝરવા મંડયું. કાતિયાનીને ઘેર જઈને એણે એના ગોઠિયાઓએ ઉપાડેલ જોખમ જ્યાં હતું ત્યાંજ પાછું મૂકાવી દીધું, ને ખાતર બૂરાવી દીધું. અને પછી એ આખા ચેરસમાજને કટિકર્ણ સાધુની કથા સાંભળવા તેડી ગયે. ચેરનાયક ઉપર કાતિયાનીને જ પૂરો પ્રભાવ પડી ચૂક્યા હતા, પણ કાંઈ ઊણું હતું તે તે કટિકણુની ધર્મકથાએ પૂરું કર્યું. * * * *
સવાર પડયું એટલે ચેરનાયક કાતિયાનીને ઘેર જઈને એને પગે પડે અને કહ્યું, અમને સર્વેને ક્ષમા કરે.”
“પણ તમે મને કહ્યું છે શું?’ ચોરનાયકે પાછલી રાતને ઈતિહાસ કો. “ઠીક, બાપુ! હું તમને ક્ષમા કરું છું.”
ના, બા ! એમ ક્ષમા ન થાય. કેટિકર્ણ મહારાજ પાસે અમને બધાને લઈ જાઓ ને પ્રવજ્યા દેવરાવે.” તેજ દિવસે એ ચોરોએ સંન્યાસ દીક્ષા લીધી ને કેમ કરીને અહંતપદવીને પામ્યા.
(“નવજીવન”ના તા. ૧૭-૨-૨૯ના અંકમાં લેખક:--શ્રી. દેસાઈ વાલજી ગોવિંદજી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com