________________
૩૩૫
વૃંદાવનમાં ગ્રામ્યસેવા શિક્ષણવર્ગ १४९-वृंदावनमां ग्राम्यसेवा शिक्षणवर्ग
વૃંદાવનના પ્રેમ મહાવિદ્યાલયના આચાર્ય જુગલકિશોરે તેમની સંસ્થાદ્વારા ગ્રામ્ય સેવકે તૈયાર કરવા માટે એક મોટી અને રસિક જન મને મોકલી છે. યોજનાને આરંભ ગયા ડિસેમ્બરથી થયો હતો. હવે તેઓ લખે છે –
ગ્રામ્ય સેવા શિક્ષણવર્ગ હવે ચાલુ થઈ ગયું છે. પાંચ વિદ્યાર્થીઓ જોડાયા છે, અને લગભગ એક અઠવાડિયાની અંદર બે બીજા વિદ્યાર્થીઓએ જોડાવાનું નક્કી કર્યું છે. હું પોતે અર્થશાસ્ત્ર અને નાગરિકતાના વર્ગ લઉં છું, તે ઉપરાંત તેઓ કાંતવાનું અને પીંજવાનું ભરતભાઈ પાસેથી શીખે છે. અહીંની મ્યુનિસિપાલિટીના દાક્તર તેમને “સ્વાથ્ય, સફાઈ, શારીરશાસ્ત્ર અને તાત્કાલિક ઉપા” ઉપર વ્યાખ્યાન આપશે એ પણ પ્રબંધ થઈ ગયે છે. વળી આ વર્ગના વિદ્યાર્થીઓ અઠવાડિયે એક વાર આસપાસનાં ગામડાંમાં ત્યાંના લોકોની આર્થિક સ્થિતિ વિષે આંકડા એકઠા કરવાને જાય છે અને અનુકૂળ ક્ષેત્ર મળી જાય તે એક કે બે ગામડામાં એક નાનકડું ખાદી કેન્દ્ર સ્થાપવા અમે વિચારી રહ્યા છીએ. મને આશા છે કે, આ સંસ્થાના બીજા વિદ્યાર્થીઓ ઉપર પણ આની અસર થશે, અને તેઓ આ કામમાં રસ લેવા લાગશે. હિંદુસ્તાની સેવાદળની એક ટુકડી અમે અહીં ઉભી કરી છે, અને એને અત્યાર કરતાં વધારે ઉપયોગી અને સજીવ બનાવી શકીશું એવી આશા છે.”
વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે તેથી વાચકને ગભરાવાનું કંઈ કારણ નથી. દાખલ થવાની બાબતમાં શરત મૂકવામાં આવી છે તેથી ઘણાખરા રેકાઈ જાય છે અને શરૂઆતમાં એમ થાય એજ સારૂં છે; કારણ કે માત્ર એવા જ વિદ્યાર્થીઓ આ વર્ગમાં લેવામાં આવે છે જેઓ બે વર્ષનું શિક્ષણ પૂરું કર્યા પછી ઓછામાં ઓછાં દશ વર્ષ ગ્રામ્ય સેવા કરવાને બંધાય. ગરીબ વિદ્યાર્થીઓને દર મહિને ૧૫ થી ૨૦ રૂપિયા સુધી છાત્રવૃત્તિ આપવામાં આવે છે. શિક્ષણક્રમ પૂરો કર્યા પછી વિદ્યાર્થીને તેની કૌટુંબિક જરૂરિયાત પ્રમાણે રૂા. ૩૦ થી ૭૫ સુધી માસિક આપવામાં આવશે. ગ્રામ્ય પુનર્રચનાના કામમાં રસ લેનારા બધા લોકેનું હું આ પેજના તરફ ધ્યાન ખેંચવા માગું છું. રોજનાની નકલ સંસ્થાના મંત્રીને લખવાથી મળી શકશે. આચાર્ય આ જાતની બીજી સંસ્થાઓને અને સભ્યોને નીચે પ્રમાણેના સહકારને સારૂ નિમંત્રણ આપે છે –
(ક) છાત્રવૃત્તિઓ આપીને;
(ખ) અહીં તાલીમ લેતા વિદ્યાથીઓ ગ્રામ્ય ઉદ્ધારના કામસંબંધી અનુભવજ્ઞાન બીજી આવી સંસ્થાઓ દ્વારા મેળવી શકે એવી ગોઠવણ કરીને;
(ગ) જે વિદ્યાર્થીઓ અહીં તેમની કેળવણું સમાપ્ત કરી ચૂક્યા છે તેમને ઉપયોગ કરીને; (ઘ) નાણુની અને અહીંના વિદ્યાર્થીઓને ઉપયેગી પડીઓની ભેટ આપીને, (હ) ઉપગી સલાહ અને સૂચનાઓ આપીને; અને (ચ) વખતેવખત ગ્રામ્ય પ્રશ્નસંબંધી વ્યાખ્યાનેને પ્રબંધ કરીને.
આચાર્ય જુગલકિશોરે આ ચેજનાને પ્રારંભ કરીને જે ઉત્સાહ અને હિંમત દર્શાવ્યાં છે તેને સારૂ તેમને હું ધન્યવાદ આપું છું. જે એને ઠીક ઠીક રીતે ચલાવવામાં આવશે તે એમાંથી મોટાં પરિણામે આવવા સંભવ છે.
(“નવજીવન” તા. ૧૭– –૨૯ ના અંકમાં લેખક:-મહાત્મા ગાંધીજી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com