________________
૩૩૪ www.www.
શુભસંગ્રહ-ભાગ ચોથા અને કેળવણીનાં ધામ ગણાતાં. પૂના હિંદી રાજકીય ક્ષેત્રમાં મહત્વની જગા છે અને સેન્ટ પીટર્સબર્ગ રશિયન જ્ઞાનપિપાસુઓનું યાત્રાસ્થળ છે.
જનતા ઉપર પ્રભાવ તિલક અને લેનિન બંને પત્રકાર હતા. પત્રને પ્રતાપે જનતાપરને તેઓને પ્રભાવ દિનપ્રતિદિન વધતું જતું હતું. તિલકનું પત્ર “કેસરી’ (સિંહ) હતું; અને લેનિનનું પહેલું પત્ર “ઈસ્કા’ (ચિણગારી) હતું. બંનેના પત્રકારતરીકેના જીવનની શરૂઆતમાંજ અડચણ ઉપસ્થિત થઈ હતી. લેનિનનો સહાયક અને સહકારી લેખન ભવિષ્યમાં આર્થિક પરિવર્તન થાય એવું ઈચ્છતો હતો; અને એ પત્ર સાવચેતીભરી ભાષામાં રાખવા ચાહતે હતો. અતિ વિદ્વાન પુરુષોની પેઠે એનામાં સંદેહનો વાસ હતો. અને પોતાના વિચારો પ્રગટ થઈ જવામાં શો ભય છે એ સમજનાર માણસની પેઠે, તે સમાલોચના મોટા મોટા ગોળ ગોળ શબ્દોમાં કરી જાણતો. લેનિન એથી વિરુદ્ધ હતો. એ એવું ઈચ્છે છે કે, જે કંઈ કહેવું હોય એ નિડરપણે કહી નાખવું. ગોળ ગોળ શબ્દોમાં લેખ લખવાની એ વિરુદ્ધ હતા. તિલકના સહકારી આગરકર પણ ફેખેને જેવા વિચારના હતા. એમને લાગતું હતું કે, તિલક સંપાદનવિભાગમાં માર્ગદર્શકનું કાર્ય કરવા માગે છે અને એ રીતે લોકોપર પોતાનો પૂરે પ્રભાવ જમાવવા ઈચ્છે છે. લેનિનને “ઈસ્કા’ છોડી દેવું પડયું. પાછળથી એ પણ નરમ વિચારનું થઈ ગયું. લેનિને બીજું પત્ર “પેડા” ચાલુ કર્યું. તિલક અને લેનિનને લકોપર જે જબરો પ્રભાવ પડે એનું રહસ્ય એ હતું કે, તેઓ બંને પ્રચારકની નીતિએ કાર્ય કરતા હતા. એની શૈલિ પણ બહુ સરળ હતી. તેઓ બંને ખેડુત સંબંધી લખતા. તેઓ ઘણી મહત્વની વાત કરતા; પણ એ પિતાની ભાષામાં નહિ, જનતાની ભાષામાં.
હાલમાં એક અંગ્રેજે પ્રગટ કરેલ “શ્રી મંગ્સ ઇન રૂશિયાનામના પુસ્તકમાં લેનિન વિષે જે લખ્યું છે એ તિલકને પણ લાગુ પડે છે.
ઇતિહાસમાં લેનિનનું સ્થાન અપૂર્વ છે. એના સ્મારકમાં મોસ્કોમાં એક સંસ્થા છે. ત્યાં લેનિને લખેલા કાગળના જેટલા ટુકડા મળે એ બધા ભેગા કરી રાખવામાં આવે છે. અને લોકો એનું અધ્યયન કરે છે. રાજનૈતિક વાર્તાલાપમાં “લેનિને કહ્યું છે કે’ એ શબ્દો લોકોની જીભે હોય છે. કોઈ પણ વાતના અર્થ સ્પષ્ટ કરવા માટે એ શબ્દો નિશ્ચિત પુસ્તક જેવા ગણાય છે, રાજનૈતિક ગીતા જેવા થઈ રહ્યા છે.”
લેનિન ખરેખર અદ્દભુત પુરુષ હતો. એની અદભુત દાતા, પિતામાં અને પિતાના ધ્યેયમાં શ્રદ્ધા, મનુષ્ય અને પરિસ્થિતિવિષેનું તેનું અથાક જ્ઞાન, બધા લોકો સાથે સાદી સાધારણ ભાષામાં વાતચીત કરવાની આવડત, પિતાના સ્વાર્થ પ્રત્યે બેપરવાઈ વગેરે કારણોને લીધે એ બીજા લોકથી લિન્ન થઈ જાય છે અને મહાન ગણાય છે.
(તા. ૨૩-૧૨૧૯૨૮ ના “બે ઘડી મોજ”માંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com