________________
જોવામાંજ સુંદર નહિ.
૩૧૪
શુભસંગ્રહ-ભાગ ચેાથે દિવસથી નિયમપૂર્વક વેદાધ્યયન કરવામાં આવતું; જે શર, હેમંત તથા શિશિરના અંતપર્યંત ચાલતું. વિદ્યાર્થી બાકીના ૬ માસમાં શું કરતા તે વિષે કહેવાય છે કે, તે દિવસમાં તેઓ શિક્ષાદિ વેદાંગ, ઈતિહાસ, રાજનીતિ, દર્શન, પુરાણ, સ્મૃતિ, ભૂગોળ, ખગોળ વગેરે વગેરે વિષયનું અધ્યયન કરતા તથા ચોસઠ કળાઓ શીખી લેતા.
એ દિવસે ભદ્રાવર્જિત ત્રીજા પહેરે પુરોહિત યજમાન, સ્ત્રી, પુરુષ અને ગુરુ શિષ્યના હાથે મંત્રાવ પવિત્ર કરેલી સુવર્ણયુક્ત રેશમી રાખડી બાંધતા, કે જે જોવામાંજ સું પણ સુવર્ણ આદિના સંયોગથી શરીરને પણ હિતાવહ થતી; તેથી આ ઉત્સવનું નામ “રક્ષાબંધન’ પણ પ્રચલિત છે.
શ્રાવણનો વેદની સાથે વિશેષ સંબંધ છે. એ પરમ ઉત્તમ દિવસે શ્રીભગવાને હયગ્રીવ નામનો અવતાર ધારણ કરીને સામવેદનો પ્રચાર કર્યો હતે. એજ સામ આજે નષ્ટપ્રાય થઈ રહ્યો છે. તેની પઠન-પાઠન-પદ્ધતિને પ્રચાર બહુજ ઘેડ છે. આ દિવસે શ્રીનારાયણને અવતાર થવાને લીધે આ ઉત્સવને “શ્રીહયગ્રીવ જયંતિ’ પણ કહે છે. - આપણું કર્તવ્ય છે, કે શ્રીભગવાન હયગ્રીવજીનું સ્મરણ કરી આપણે પણ આજથી વેદના વિદ્યાર્થી બની આપણું વેદાનુયાયી નામ સાર્થક કરીએ.*
(સં. ૧૯૮૪ ભાદ્રપદ-આશ્વિનના “પ્રબંધ”માંથી)
૨૪૦-snય વગર
જે કામ કરતા હોઈએ તે કામમાં બધી ઇન્દ્રિયો પરોવી દઈએ એ હનુમાનના અનુકરણને પહેલો પાઠ છે. એ કરવાને માટે આંખને નિશ્ચલ અને ચોખ્ખી રાખવી જોઈએ. આંખ આખા. શરીરને દીવે છે અને શરીરનો તેમ આત્માનો દી છે, એમ કહીએ તો ચાલે; કારણ કે જ્યાં સુધી આત્મા શરીરમાં વસે છે ત્યાં સુધી તેની પરીક્ષા આંખથી થઈ શકે છે. માણસ પોતાની વાચાથી કદાચ આડંબર કરીને તે પોતાને છુપાવી શકે, પણ તેની આંખ તેને ઉઘાડો પાડશે. તેની આંખ સીધી-નિશ્ચલ ન હોય તો તેનું અંતર પરખાઈ જશે.
હનુમાનની આંખ નિશ્ચલ હતી, અને તે સદા બતાવતી હતી કે, રામનું નામ જેમ તેમની જીભ ઉપર નિરંતર હતું તેમ તેમના હૃદયમાં ભરેલું હતું, અને તેમને રોમેરોમે વ્યાપેલું હતું.
આપણે અખાડાઓમાં હનુમાનની સ્થાપના કરીએ છીએ એ મને ગમે છે; પણ તેનો અર્થ એ નથી કે, આપણે કેવળ શરીરે બળવાન થવા ઈચ્છીએ છીએ અથવા હનુમાનના શરીરબળની જ આરાધના કરીએ છીએ. શરીર બળવાન જરૂર થઈએ, પરંતુ એ પણ જણ લઈએ કે, હનુમાનનું શરીર રાક્ષસી નહેાતું; તે તો વાયુપુત્ર હતા, એટલે તેમનું શરીર હલકું ફૂલ જેવું હતું અને છતાં કસાયેલું હતું. પણ હનુમાનની વિશેષતા તેમના શરીરબળમાં નહતી, તેમની ભક્તિમાં હતી. તે રામના અનન્ય ભક્ત હતા, તેમના ગુલામ હતા, રામના દાસત્વમાં જ તેમણે સર્વસ્વ માન્યું; અને તેમને જે સેવાનું કામ સોંપવામાં આવ્યું, તે તેમણે વાયુના વેગે કર્યું. એથી હનુમાનની આરાધના કરીએ છીએ, અને વ્યાયામશાળામાં હનુમાનની સ્થાપના કરીએ છીએ તે એ અર્થે કે, વ્ય કરીને પણ આપણે દાસ બનવાના છીએ–ભારતના દાસ, જગતના દાસ; અને તેમ કરીને ઈશ્વરના દાસ બનવાના છીએ, એ દાસત્વમાંથી આપણે ઈશ્વરની ઝાંખી કરીશું.
મોહનદાસ કરમચંદ ગાંધી
“માધુરી ” માંના શ્રી. કૃષ્ણદત્ત ભારદ્વાજ શાસ્ત્રીના લેખ પરથી અનુવાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com