________________
૩૨૩.
મહારાજા અશક અને ભિક્ષનો સંવાદ १४५-महाराजा अशोक अने भिक्षुनो संवाद
જન્મ
પટણ શહેરથી ગંગાને સામે કિનારે બહુ મોટું મેદાન છે. હાલમાં તેને હરિહરક્ષેત્ર કહે છે. પહેલાં કાઈ સમયે ત્યાં જંગલ હતું, એ જંગલમાં બે મનુષ્ય વાતચીત કરી રહ્યા છે. તેમાંના એકે શિકારીનાં કપડાં પહેર્યા છે. તેને ખભે ધનુષ્ય છે અને કમ્મરે તલવાર લટકે છે. તેના અંગે અંગમાં વીરતા દેખાઈ આવે છે, એ એ બહાદૂર યુવાન છે. બીજો ભગવાં વસ્ત્ર સજેલા વૃદ્ધ મનુષ્ય છે. વૃદ્ધ હોવા છતાં તેના મુખની કાંતિ શાંતિમય છે. બગલમાં એક ઘાયલ પક્ષી છે અને પાસેજ એક ઘવાયેલું હરણનું બચ્ચું ઉભું છે. તેના તરફ તે એકાગ્રચિત્તે જોઈ રહ્યો છે. એ બંનેની વાતચીત સાંભળે – શિકારી ––એ વૃદ્ધ! તું કોણ છે, ક્યાં રહે છે અને આ શું કરે છે?
–ભિક્ષુ છું, ગુરુને નામે મેં સર્વ પ્રાણુઓની સેવા કરવાનું વ્રત લીધું છે. અહીંથી અર્ધા માઈલ ઉપર વિહારસ્થાન છે ત્યાં રહું છું.
શિકારીઃ––કહે જોઈએ કે, આ પક્ષીને તે બગલમાં દબાવેલું છે અને આ હરણના બચ્ચા પ્રત્યે તું ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે, એમાં તારે શે ઉદ્દેશ છે?
ભિક્ષુ: – બેટા! જે કંઈ કહેવાનું હતું તે કહી દીધું ! શું મારે હજી કંઈ વધારે કહેવાની જરૂર છે? સાંભળ. બુદ્ધદેવની આજ્ઞા છે કે, સર્વ પ્રાણીઓની રક્ષા કરે! બુદ્ધદેવના સઘળા શિષ્યો
ત લે છે. આ પક્ષી કાઈના બાણથી ઘાયલ થયું છે અને આ હરણનું બચ્ચું પણ એજ પ્રકારે ઘવાયેલું છે. પ્રાતઃકાળનું નિત્યકર્મ પરવારીને હું અહીં ટહેલતા હતા, ઘાયલ પક્ષી આવીને મારા પગે ભીડાઈ ગયું, મેં એને ખોળામાં લીધું અને આશ્વાસન આપતે હતો; એટલામાંજ હરણનું બન્યું મારી પાસે લંગડાતું લંગડાતું આવીને આળોટવા લાગ્યું. મેં તેને ઘા સાફ કર્યો અને કપડું ફાડીને ઘા ઉપર બાંધ્યું. આથી લોહી નીકળતું બંધ થઈ ગયું છે. હવે હું વિચાર કરું છું કે, આને હું વિહારસ્થાને શી રીતે લઈ જાઉં અને ત્યાં તેની દવાદારૂ કરીને જંગલમાં છુટું મૂકી દઉં? વિહારસ્થાન અહીંથી થોડે દૂર છે. હું વૃદ્ધ છું અને વિચારું છું કે, આ બચાને દુઃખ ન થાય તેમ કેવી રીતે ઉપાડું અને વિહારસ્થાને જલદી પહોંચું ? બીજો કઈ ભિક્ષુ આજુબાજુમાં દેખાતું નથી એટલે વિચાર કરી રહ્યો છું.
શિકારી:-પાખંડી સાધુ! આ બધી તારી પ્રપંચી વાત છે. તું એમનું માંસ ખાવા છે છે, તેથી તેને ઉપાડી જાય છે ! સાંભળ, એ બને મારાં બાણથી ઘાયલ થયેલાં છે. મેં જ તેમને મારેલાં છે. તેમના ઉપર મારો અધિકાર છે, તારો અધિકાર કંઇજ નથી ! બીજાના માલને તું
. માગે છે, એવું બની શકશે નહિ. એમને અહીં જ મૂકી દે અને સીધે તારે માર્ગે ચાલ્યો જા.
ભિક્ષુ –(શિકારી તરફ જોઈને) ક્ષત્રિ! આર્યધર્મના ભિક્ષુને આવાં દુર્વચન કહીને કોઈએ અપમાન કર્યું નથી. મને લાગે છે કે તું ધર્મને જાણતો નથી, અથવા તો તેં આજસુધીમાં ભગવાન બુદ્ધનું નામ સાંભળ્યું નથી કે જેમણે જગતના કલ્યાણને માટે પિતાનું રાજપાટ ત્યજી દીધું, સંસારને સર્વ કલેશોથી મુક્ત કર્યું અને નિર્વાણને માર્ગ દેખાડ્યો. તેમના શિષ્ય શાકયમુનિનું નામ પણ તેં સાંભળ્યું નથી. ઠીક, હવે હું તને અમારા ગુરુની આજ્ઞા કહું છું –
દુખીઓને મદદ કરે, રોગીઓને દવા આપો, અજ્ઞાનીઓને વિદ્યા આપે, ભૂખ્યાને અન્ન આપે તરસ્યાને પાણી આપનાગાંને વસ આપે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com