Book Title: Shubh Sangraha Part 04
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 339
________________ ગ્રામ્ય શિક્ષણ એક ઝાડમાં આગ લગાડીને તેને તેમણે ઘણીજ જલદીથી મુઝાવી લાકામાં એકસાથે મળીને કામ કરવાનુ` મહત્ત્વ બરાબર સમજાઇ કામ ન થાત તે એકજ દૃષ્ટાંતથી થઇ ગયું. આ જોઇને તેઓને આગ લાગે ત્યારે બધાએ ભેગા થવું અને તે મુઝાવી નાખવી. આ જોઇને આજુબાજુનાં ઘણાં ગામેામાં લેાકેા પેાતાને ગામ ખાલચર-સધ ખેાલવાની માગણી કરવા લાગ્યા. દરેક ગામે શીખવવાની અલગ અલગ વ્યવસ્થા કરવાનુ મુસ્કેલ હેાવાથી એક અઠવાડીઆથી મહિના સુધીના નાના નાના અભ્યાસક્રમે શરૂ કરી ગામડાંનાં આળકાને શિક્ષણ આપવાની યેાજના કરવાના વિચાર ચાલે છે; કેમકે એવા વર્ગોમાં સફાઇના ઉપાય, ખાતર બનાવવું વગેરે ખેતીની પણ આવશ્યક બાબતા ઘેાડાજ વખતમાં તેમને શીખવી શકાય અને પછી ગામની શાળાએામાં પણ એજ અભ્યાસક્રમે શરૂ થાય. ૩૩૧ દીધી. તેમને જોઇને ગામના ગયું. હજારેા ઉપદેશાથી જે એમજ લાગ્યું કે, હવે પછી આ પ્રકારના અભ્યાસક્રમ શ્રીનિકેતનમાં શરૂ પણ કરેલેા છે, કે જ્યાં થડા સમય માટે હેકરાઓ આવીને શિક્ષણ લે છે અને ઉપયેાગી ખાખતા સમજી લઈ પેાતાને ગામ જાય છે. તેમને સ્કાઉટિંગ, ખેતી, ક્ષેત્રજી અને ગાલીચા બનાવવા તથા કપડાં વણવાનું અને છાપવા વગેરેનું કામ પણ શીખવવામાં આવે છે. વિદ્યાથીએ પેાતાના પગ ઉપર ઉભા રહી કઇંક કમાણી કરી શકે એવી યોગ્યતા પ્રાપ્ત થાય એ પણ આ શિક્ષણનું એક અંગ છે. આને તે ગૃહઉદ્યોગ (હામ પ્રોજેક્ટ) કહે છે. એને ઉદ્દેશ એવા છે કે, વિદ્યાર્થીઓને કાઇ પણ એવી ખાસ બાબતમાં ચેાગ્ય બનાવીને ઘેર મેાકલવા, કે જેથી તેઓ જાતે ગામમાં કંઈક કામ કરી શકે. બાળકેામાં પેાતાને હાથે કંઇ પણ કામ કરવાની સ્વાભાવિક પ્રુચ્છા હૈાય છે; પરંતુ વર્તમાન શિક્ષણપ્રણાલીમાં. તે। આ ઇચ્છાને કચરીજ નાખવામાં આવે છે, કે જે ઇચ્છાને ઉત્તેજવાથી આગળ ઉપર ઘણાજ ફાયદા થાય તેમ હાય છે માસ બચપણથીજ કંઇ ને કંઇ કરવાનું શીખે છે, થેાડા સમયમાં કપડાં-શેત્રંજી વગેરે વણવાનુ તથા શાકભાજી ઉત્પન્ન કરવાનુ... વગેરે શીખી લઇને છેકરાએ જ્યારે પાતાને ગામ જાય છે, ત્યારે શિક્ષકાની દેખરેખમાં તેમની પાસે એજ કામ તેમને ઘેર શરૂ કરાવવામાં આવે છે. આથી તેમને સ્વાવલ’ખનનું` શિક્ષણ મળે છે અને આવકના ઉપાય પણ મળી આવે છે, કે જેથી તે પેાતાના કુટુંબને કાંઈ પણ મદદ કરી શકે છે. પેાતાની નાની નાની વાડીઓમાં શાક-ભાજી ઉત્પન્ન કરીને ગામમાં શાકની ખેાટ પૂરી પાડવામાં આવે છે, કે જેના અભાવથી લેાકા બિમારીના ભાગ થાય છે. આમાં કચરા, પાયખાનાં તથા છાણના ઉપયાગ પણ સારી રીતે થઇ શકે છે. આથી બાળકને જે અનુભવ અને શિક્ષણ મળે છે તે બહુ કિ ંમતી હેાય છે. પેાતે સાથમાં રહીને બગીચા કરાવવા અથવા ખેતી કરાવવી એજ ગ્રામ્ય શિક્ષણના મૂળ આધાર હેાવા જોઇએ. આથી તેમને જીવનનિર્વાહનું ઘણું વિશાળ ક્ષેત્ર મળી રહેશે. બાગાયતની સાથે સાથે છેકરાઓને વાંચવા-લખવાની રુચિ પણ ઉપાવી શકાય, એમાં જખસ્તી કરવાની જરૂર નહિ પડે. પેાતાનેા હિસાબ રાખવા તથા ખેતીવાડીનાં પુસ્તકા વાંચવામાં તેમનું મન જલદી લાગે છે. ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધવા માટે પણ આમાં પુષ્કળ અવકાશ છે. આની સાથે ભૂતળશાસ્ત્ર, રસાયનશાસ્ત્ર, પદાર્થ-વિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર વગેરેનુ પણ અધ્યયન કરાવી શકાય છે. જમીનની પેદાશ, જમીન સરખી કરવી, માટીની પરીક્ષા કરવી, પાણી એકઠું કરવુ, ખંધ બાંધવા, નહેરા કરવી, હેાડી ચલાવવી, તરી જાણવું વગેરે ખાખતનું જ્ઞાન સહેજમાં થઇ શકે છે. ઝાડ-મીડ, કીડા-મકાડા, પશુ-પક્ષી વગેરેને પરિચય જલદી થાય છે; કેમકે એ બધી ખાળતાના ખાગાયત અને ખેતીવાડી સાથે સબંધ છે. ગણિત અને રેખાગણિત(ભૂમિતિ)નું જ્ઞાન પણ આની સાથે આપી શકાય. આવા આવા અધ્યયનથી વિશાળ ક્ષેત્ર તેમની દૃષ્ટિ સમક્ષ રજુ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416