________________
૩૩૦
શુભસંગ્રહ–ભાગ ચાથા
કંઇ બતાવવામાં આવે છે તેના સત્કાર મગજમાં સારી રીતે પડે છે, અને ૨૫ વર્ષની ઉંમર પછી મગજમાં કાઇ એવી સ્થૂળતા આવી જાય છે કે તેથી તે નવી વાર્તા ગ્રહણ કરવાને તૈયાર હેતું નથી. તેથી બચપણથીજ શિક્ષણની શરૂઆત કરવી જોઇએ.
શ્રીનિકેતનમાં (બંગાળાના એક ગામમાં) પણ એમજ કરવામાં આવ્યું છે. ગામના ધરડાઆને એક બાજુએ રાખી બાળકાને શીખવવાનું શરૂ કરવામાં આવ્યુ છે. શરૂઆતમાં ગામના લેાકેાને એકઠા કરીને તેમને મેજીક લેન્ટન (જાદુઇ ક઼ાનસ ) વગેરેથી તળાવાની સફાઈ વગેરેના ઉપાય બતાવ્યા; પરંતુ તેમણે કંઇ ધ્યાન આપ્યુ નહિ. પછી તે ગામના છેાકરાઓને સફાઇ કેમ રાખવી તે સમજાવ્યુ. તેમના બાલચર સો (આય કાઉટ ગ્રુપ્સ) રચવામાં આવ્યા અને તેમની સાથે મળીને તળાવ સાફ કર્યાં. તેમને ખેતીની નવી પદ્ધતિઓ અને પ્રયાગા બતાવ્યા અને રાગીએને દવા આપવાનું તથા આગ બૂઝાવવાના ઉપાય સમાવવામાં આવ્યા. ગામલાકાએ પાતાનાં બાળકાને એ બધાં કામ કરતાં જોયા, ત્યારેજ તેમને તે કામેાની ઉપચેગિતા ખરાખર સમાઇ અને તેઓ મદદ કરવા લાગ્યા. આ રીતે છેાકરાએએ આદશ રજુ કરી ઘરડાઓને શિક્ષણ આપ્યું ! સામાન્ય મા–બાપા પેાતાનાં બાળકાના કલ્યાણ તરફ આંધળા જેવાજ હેાય છે. તેમને આંધળેા પ્રેમ અને અજ્ઞાનજ તેનુ મુખ્ય કારણ છે. શ્રીનિકેતનના કાર્યકર્તાએ! અને શિક્ષકા એ વાત સમજી ગયા કે, બાળક કપણુ સારૂ કામ કરી ખતાવે છે ત્યારે તેમનાં મામાપ તેમની પાસેથી જરૂર શિક્ષણ લે છે અને તેએ પોતે પણ તે કામમાં ભાગ લેવા માંડે છે. ગામડાંનાં ખળકાના ખાલચર સંધેા રચીને તળાવાની સફાઇ, આગ વખતે સેવા, વા વહેંચવી વગેરે કામ શરૂ કરવામા આવ્યાં, ત્યારે વૃદ્ધો પણ તેની ઉપયેાગિતા પ્રત્યક્ષ જોને તેમાં મદદ કરવા લાગ્યા. પ્રથમ જ્યારે ખાલચર સેનાએ શરૂ કરી અને તેમને વાયત, કસરત વગેરે કરાવવામાં આવતી ત્યારે લેાકા કહેતા કે, આ તે અમારાં છે!કરાંને લડાઇમાં લઇ જવાની તૈયારી થઇ રહી છે ! પરંતુ ધીમે ધીમે તેમના તે સ ંદેહ દૂર થયા અને તેમને આ પ્રવૃત્તિ ઉપર વિશ્વાસ બેઠા.
કાની શરૂઆતને માટે એમજ ઠીક સમજાયું કે, ગામની નિશાળનેજ આ બધાં કાર્યોનુ કેન્દ્ર બનાવવી. આથી શિક્ષકને નેતા બનાવીને ખાલચર રાધા ઉભા કરવામાં આવ્યા. તેનું પરિણામ એ આવ્યું કે, ગામનાં બાળકામાં આજ્ઞાપાલન અને સહકારની ભાવના જાગૃત થઇ; અને તેની અસર ગામના લેાકા ઉપર પણ થઇ. તેમણે પરસ્પરના સહકારથી પેાતાના ઝગડા આપસમાં પતાવવાનું શરૂ કર્યું.. એક ‘સુરલ’ નામના ગામમાં જમીનદારનાં કુટુમ્બેમાં ઝગડા ચાલતા હતા, ત્યાં શિશુ-પ્રદર્શીન ભરવામાં આવ્યું. તેમાં એકઠા થઇને કામ કરવાનું પરિણામ એ આવ્યું કે, અંદર અંદરના ઝગડા દૂર થયા અને બધાયે મળીને એક ખાલચર-સમિતિ (સ્કાઉટ કમિટિ) રચી. જમીનદારાએ પણ તેમાં સૌની સાથે મળીને સ્વહસ્તે તળાવાની સફાઇ કરી.
આ પ્રમાણે ‘લુહારગઢ' નામના એક બીજા ગામમાં લેાકેાએ પણ પોતાના મુકર્રમા આપસમાંજ પતાવી લીધા. ત્યાં પીવાના પાણીનું માત્ર એકજ તળાવ હતું અને ઝગડાનું કારણ પણ એજ હતું. ત્યાં ખાલચર-સધ ઉભે! કર્યો અને તેણે ખીજું તળાવ સાફ કરી આપ્યુ. એટલે બધા ઝગડા મટી ગયા. એકત્ર થઇને કવાયત કરવાથી તથા રમતા રમવાથી સહકારની જે ભાવના જાગૃત થાય છે, તેજ પ્રામ-સેવામાં દરવખતે કામ લાગે છે. ગામની સફાઇ તથા રોગચાળા સામે યુદ્ધ કરવાને એજ ભાવનાની જરૂર પડે છે.
સ્કાઉટ માસ્તરે વિચારતા હતા કે, સ્કાઉટામાં સેવાની ભાવના કેમ કરીને જાગે? તેવામાં એક મેળે આવ્યા. તે પ્રસ ંગે તેમને સેવા કરવાને ઠીક પ્રસંગ મળી ગયા. તેમણે કરેલી નિઃસ્વા સેવાથી ગામના લેકા તેમના ધણા આભારી થયા અને તેમની પ્રવૃત્તિની ઉપયેાગિતામાં વિશ્વાસ કરવા લાગ્યા.
માદપુર નામના ગામમાં એક ધરમાં આગ લાગી ત્યારે પાડેશીઓએ વાસણ પણ આપ્યાં નહેાતાં. પછી એજ ગામમાં સ્કાઉટએ આગ બુઝાવવાના ઉપાય બતાવવા માટે એક ખેલ કર્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com