________________
૩૨
શુભસંગ્રહ-ભાગ ચોથે
१३९-प्राचीनकाळनी श्रावणी
આજકાલ શ્રાવણીના ઉત્સવપર કોઈ પણ પ્રકારના યજ્ઞયાગાદિ કરવામાં આવતા નથી. પ્રાચીન સમયમાં એવું ન હતું. “શાવવાં માર્યા શ્રવણવર્મ” “જરતામતિસ્થાશ્રી અપવિતા” ઈ. સૂત્રથી સ્પષ્ટ થાય છે કે, અગાઉના સમયમાં ઋષિઓદ્વારા શ્રાવણ માસની પૂર્ણિમાને રોજ સાયંકાળે કેઈક મહાયજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવતું. તે સમયે એ યજ્ઞદ્વારા સાંસારિક તથા પારલૌકિક ઉન્નતિ પ્રાપ્ત કરવામાં આવતી. આપણા ધાર્મિક ગ્રંથોમાં યજ્ઞનું પરમ પ્રશંસનીય વર્ણન કરવામાં આવેલું છે. આ દિવસે કરવામાં આવતા યજ્ઞને “ શ્રવણકર્મ ” એ નામ આપવામાં આવતું. ગ્રહણ-સંક્રાંતિદોષવર્જિત શ્રવણ નક્ષત્રવાળી પૂર્ણિમાના રે જ તે કરવામાં આવતો હોવાથી તેનું નામ “શ્રવણાકમ” પડયું; અને તે દિવસ “શ્રાવણ” નામથી વિખ્યાત થયો.
તે દિવસે પ્રાત:કાળે પ્રાચીન સમયના ગુરુઓ પોતાના શિષ્ય-સમુદાય સહિત કોઈ સ્વચ્છ જળાશયને કિનારે જઈ વેદોનો પ્રારંભ કરતાં પહેલાં વૈદિક મંત્રાના દ્રષ્ટા ઋષિએનું પૂજન કરતા એજ પ્રાચીન પદ્ધતિ આજકાલ પણ મંદ ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે. આમાં સર્વપ્રથમ કર્તવ્ય તે સંકલ્પ કરવો. વૈદિક કાળમાં કયો સંકલ્પ બલવામાં આવતે તેની અત્યારે માહિતી નથી. પરંતુ અનુમાનથી જણાય છે કે, અર્વાચીન સંકલ્પના ભાવવાળા જ સંકલ્પ જુદી ભાષામાં બોલાતા. આજકાલ હેમાદ્રીકૃત સંકલ્પ ઘણાખરા પ્રયોગમાં આવે છે. તેમાં કહેવાય છે કે “ શ્રીભગવાન નારાયણની રચેલી અનંત કોટિ બ્રહ્માંડ સ્વરૂપે સૃષ્ટિમાં એક અમારૂં બ્રહ્માંડ છે, જેમાં ૧૪ લોક છે. અમારા લોકનું નામ ભૂલોક છે, જેના સાત દ્વીપમાં જંબુદ્વીપ છે અને તેને અમે અમારો કહીએ છીએ. જબૂદીપના નવ ખંડેમાંના એક ભારત નામના ખંડમાં આર્યાવર્ત માંના બ્રહ્માવર્ત નામના ક્ષેત્રમાં અમુક સ્થાન પર હું...” બસ, આટલું કહેતાં જ કહેનારની તુચ્છતાનો પરિચય મળી જાય છે. ઈશ્વરની આ વિશાળ અનંત સૃષ્ટિમાં મનુષ્ય તો આકાશચુંબી લહેરોવાળા
ાં પડેલા એક તણખલા જેવો છે. મનુષ્યને સમસ્ત સંસારના વિધાતા ઈશ્વરની સમક્ષ નમ્ર બનાવવાને આ સંકલ્પને હેતુ છે.
સંકલ્પમાં કહેવામાં આવ્યું છે કે, ગયા વર્ષમાં જેટલાં કાયિક, વાચિક કે માનસિક પાપ થયાં હોય તે સર્વેને દૂર કરવા માટે ( અમુક નામને દિજ) હું વેદોને ગ્રહણ કરીશ. પ્રમાદવશ થઈ કરવામાં આવેલાં પાપોનો પશ્ચાત્તાપ કરવાનો આ ઉત્તમ સમય આપણા પૂર્વજો એ નક્કી કર્યો છે.
સંકલ્પ પછી વિવિધ પ્રકારની ઔષધિઓથી સ્નાન કરવામાં આવે છે, જેમાં દૂર્વા અને દર્ભ મુખ્ય છે. પ્રાચીન સમયના મનુષ્યો અનેક જાતના વિદેશી અપવિત્ર સાબુનો ઉપયોગ કરી પિતાના શરીરને દૂષિત નહોતા કરતા; પરંતુ ગામય સમાન અપૂર્વ જંતુનાશક સુલભ વસ્તુઓના શરીરે લેપ (અને પછી શુદ્ધ જળથી સ્નાન) કરી સ્વરછ થઈ આરોગ્ય રહેતા. - કેડ સુધી પાણીમાં ઉભા રહી અનેક પાપનાશક મંત્રના જપ કરવા માટે આ દિવસ નકકી કરાયો છે; અને એજ દિવસ શામાટે ? પ્રાચીનકાળના મનુષ્યો તો હરહમેશ ઉંડા પાણીમાં ઉભા રહી જપાદિક કરતાજ હતા. આના પરિણામે તેઓ એકલા માનસિકજ નહિ પરંતુ (ડૉ. લુઈનેના મત પ્રમાણે એકાંતસ્નાન કરી) શારીરિક વ્યાધિઓથી પણ દૂર રહેતા. - તે દિવસે પંચગવ્યરૂપી મહૌષધિનું પાન કરવાથી પ્રાચીન વિદ્યાર્થી ઓ ઘણા દિવસોને માટે રોગના હુમલાથી બચી જતા.તે દિવસે સ્નાન-સંધ્યાથી પરવારી ઋષિઓ, “ચા” “સહસ્ત્રી વિત્રા” તથા “તમંsણે તપતિ’ એ સંહિતા તથા બ્રાહ્મણરૂપ વેદસૂક્તિ કે અધ્યાયને પાઠ કરતા કરતા તેજ:પુંજ શ્રીભગવાનના ચક્ષુસ્વરૂપ સવિતાદેવતાનું ઉપસ્થાન કરી અન્ય કાર્યોને પ્રારંભ કરતા. જે દેવે યેગી યાજ્ઞવલ્કયને વેદનો ઉપદેશ આપ્યો હતો, તે સૂર્યનારાયણની સ્તુતિદ્વારા પ્રાચીન મનુષ્યો તેજ તથા વિદ્યાવૃદ્ધિની કામના કર્યા કરતા.
તે પછી શ્રી ગણેશ, બ્રહ્મા, નારાયણ, શંભુ વગેરે દેવતાઓનું વિધિપૂર્વક ગંધાદિકવડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com