________________
vvvvvvvvvvvvvvvvvvvvvv
શુભસંગ્રહ-ભાગ ११८-रांदेरमां एक मासनो उपवास ફક્ત પાણી ઉપર રહેવા છતાં શક્તિ જેવી ને તેવી જ રાંદેરના રહીશ ભાઈશ્રી ગણપતરામ અમૃતરામ જોષી(જ્ઞાતે ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણોએ ગયા અધિક શ્રાવણ માસમાં ૨૯ ઉપવાસ ફક્ત પાણી પીને કરેલા છે. આ ઉપવાસમાં એઓશ્રીએ તદ્દન અન્નનો તેમજ ફળનો ત્યાગ કરેલો હતો. પિતે આકાશમાંથી બારોબાર ઝીલેલું વરસાદનું પાણી હમેશ ત્રણથી ચાર શેર જેટલું ફક્ત લેતા હતા.
કોઈ કહેશે કે, શ્રીયુત જોષીએ તે ફકત ૨૯ ઉપવાસ કર્યા છે, પણ તેના કરતાં વધારે પણ ઉપવાસ કરનારા માણસો છે. દાખલા તરીકે ઘણાખરા શ્રાવક લોકો પર્થસણના તહેવારમાં લગભગ ચાલીસ–બેતાલીસ ઉપવાસ કરે છે, અને તે પણ એકલા પાણીથી જ કરે છે, તે પછી શ્રીયુત જોષીએ ૨૯ ઉપવાસ કર્યા તેમાં શી નવાઈ છે ?
આ શંકાના સમાધાનમાં મારે જણાવવું જોઈએ કે, શ્રીયુત જોષીના ઉપવાસમાં તથા શ્રાવક લોકોના ઉપવાસમાં નીચે મુજબ ઘણેજ ફેર છે અને તેથી જ આ લેખ લખવાનો હેતુ છે. શ્રાવક તથા અન્ય સાધારણ પુરુષ જ્યારે ઉપવાસ કરવા લાગે છે, ત્યારે જેમ જેમ ઉપવાસ વધતા જાય છે, તેમ તેમ ઉપવાસ કરનારની માનસિક તથા શારીરિક શક્તિ ઓછી થતી જાય છે; અને છેવટે તે એટલી બધી નબળી પડી જાય છે કે, ઉપવાસ કરનારને પથારીવશ થઈ જવું પડે છે. શરીર તદ્દન અશક્ત અને પાતળું પડી જાય છે. હાલવા-ચાલવાની બીલકુલ શક્તિ રહેતી
રે છેવટે પોતે પોતાની મેળે પાણી પણ પી શકે તેટલી તાકાત, તેનામાં રહેતી નથી. તેને પાણી પાવાને માટે ખાસ એક માણસની જરૂર પડે છે અને જેમ કેાઈ ઘણીજ લાંબી માંદગીમાં પડેલ માણસની સારવાર કરવા એક બીજા માણસને ખાસ તેની પથારી પાસે રહેવું પડે છે, તેવીજ રીતે તેની પણ સ્થિતિ થઈ જાય છે.
આથી તદન ઉલટું શ્રીયુત જોષીની બાબતમાં બન્યું છે. આખા મહિના સુધી પિતે ફકત પાણીથી ઉપવાસ કર્યા છતાં પોતાના ઉપવાસ પહેલાં જેટલી શક્તિ હતી, તેટલીજ શક્તિ ઉપવાસના અંત સુધી કાયમ રહી હતી-એટલે કે, પથારીવશ ન થતાં ગમે ત્યાં એક સશક્ત માણસની પેઠે હરીફરી શકતા હતા. આ બાબત તેમના ઉપવાસમાં ખાસ મહત્ત્વની છે. તેમની કાયમ રહેલી શકિતના થોડા દાખલા નીચે આપું છું-(૧) ઉપવાસ ચાલતા હતા તે દરમિયાન તે હમેશાં તાપી નદીએ ચાલીને નહાવા જતા હતા. (૨) ઘરનાં તથા બહારનાં બધાં કામકાજ જરાપણું નબળાઈ તથા બેચેની અનુભવ્યા વગર હમેશાં તે કરતા હતા. (૩) પંદરમે ઉપવાસે તો તે ત્રણ માઇલ સુધી કરવા માટે ચાલીને જતા હતા. (૪) છવ્વીસમે ઉપવાસે અધિક માસની ઉજાણીમાં પોતાને ઘેર જ્ઞાતિજન તેમણે કરાવ્યું હતું તે વખતે સવારથી સાંજ સુધી જરાપણ વિશ્રામ લીધાસિવાય પિતાના અસલના આનંદી સ્વભાવથી સઘળું કામકાજ કરવામાં મચ્યા રહ્યા હતા.
આ દાખલાઓ ઉપરથી કોઈને જાણવાની ઉત્સુકતા થાય કે, આટલા બધા ઉપવાસ પછી પણ આટલી પિતાની અસલ શકિત કેવી રીતે શ્રી. જોષીએ જાળવી રાખી હશે? આ રીતે જનસમહને જણાવવા તથા જેને ઉપયોગી થાય તેના લાભાર્થે જ આ લેખ પ્રગટ કરવાનો મુખ્ય ઉદેશ છે.
શ્રી. જોષી અન્ડરગ્રેજયુએટ છે. તેમની ઉંમર અત્યારે ૪૭ વર્ષની છે. ઉપવાસ પહેલાં તેમનું વજન ૩ મણ ૭ શેર હતું; અને ૨૯ ઉપવાસ પછી તેમનું વજન ૨ મણ ૨૪ શેર રહ્યું છે. જયારે શ્રી જોષીને પૂછવામાં આવ્યું કે, આવા લાંબા વખતના ઉપવાસ કરવાને તમને કયાંથી વિચાર આવ્યો અને તમે તમારી અસલ શ ત તેટલાજ પ્રમાણમાં ઠેઠસુધી જાળવી રાખવામાં કેવી રીતે ફતેહ પામ્યા?
તેના જવાબમાં શ્રી. જોષીએ કહ્યું કે, મેં હિંદુશાસ્ત્રોમાં અનેક ઠેકાણે ઉપવાસના ફાયદાઓ વાંચ્યા છે. તેની સાથે અમેરિકામાં શારીરિક શક્તિનું જ્ઞાન ધરાવનાર મહાન બર્નાડ મેકફેડનનાં સઘળાં પુસ્તકનો બારીકીથી અભ્યાસ તથા અવલોકન મેં કરેલું હોવાથી અને તે પુસ્તકોમાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com