________________
વામન અવતારને સંદેશ
રહ૭
પરાજિત દેવોની અને આર્યોની સ્ત્રીઓ પૂર્વભવનું સ્મરણ કરી મનમાં કેવી તલસતી તથા શેક કરતી હતી, તે માટે નીચેનો ભાગવત (૮-૧૬-૧) ને શ્લોક જુઓ – एवं पुत्रेषु नष्टेषु देवमाताऽदितिस्तदा । हृते त्रिविष्टपे दैत्यैः पर्यतप्यदनाथवत् ॥
અર્થાત એ અમારું રાજ્ય લઈ લીધું અને અમારા પુત્રનો સર્વનાશ થશે. આ વિચારથી અનાથની પેઠે દેવમાતાઓ મનમાં ને મનમાં બળતી હતી. એ સ્ત્રીઓ એમ વિચાર કરતી હતી કે, અમારા પૂર્વના વૈભવ ફરીને પ્રાપ્ત થાઓ; અમારા પુત્રની યોગ્યતા રાષ્ટ્રીય દૃષ્ટિએ વધે; એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાઓ, કે જે સંપત્તિનો ઉપભગ દૈત્ય આદિ આ વખતે કરે છે તે સંપત્તિને ઉપભેગ અમારા પુત્ર કરે. સારાંશ એ કે, માતાઓના હૃદયમાં દિવસરાત આ વિચાર તીવ્રતાથી રહેતા હતા કે, અમારે ગત વૈભવ અમને ફરીને પ્રાપ્ત થાય.
આક્ષેપક કહે છે કે, બલિના રાજ્યમાં પ્રજા ઘણી સુખી હતી. અમે એને કહીએ છીએ કે, તે સ્ત્રીઓના હૃદયમાં જે આગ સળગતી હતી તે ઉપર ધ્યાન આપે; પણ આ આગ એ કેવી રીતે જોઈ શકવાનો ? દેવમાતાઓના હૃદયની વ્યથા શી હતી અને કેટલી તીવ્ર હતી ? એ વાત તેઓજ જાણી શકે, કે જેઓ સ્વરાજ્યના જીવનના તરસ્યા હોય. અન્ય એશઆરામી લોક તો” એમજ કહેવાના કે, દૈત્યોનું રાજ્યજ ચિરકાલ સુધી ભલે રહે. જે કદાચિત એ લોકોને આત્મા બલિના રાજ્યમાં શરીર ધારણ કરી આવ્યો હતો તો સંભવ છે કે, તેઓ ઉપર કહેલી રાજદ્રોહી માતાઓને શિરછેદજ કરત. અમે માતાઓના વિશેષ તરીકે રાજકોહી શબ્દ એટલા માટે વાપર્યો છે કે, તે માતાઓ પ્રતિદિન ઈશ્વર પાસે રાજદ્રોહીજ પ્રાર્થના કરતી હતી.
સ્ત્રીઓની ઈરછા પૂજા કરીને તેઓ રાતદિવસ ઇશ્વર પાસે એવું માગતી હતી કે, અમારી લઈ લીધેલી સ્વતંત્રતા પુન: પ્રાપ્ત થાઓ. જેમકે – तस्मादीश भजन्त्या मे श्रेयश्चिन्तय सुव्रत । हृतश्रियोहतस्थानान् सपत्नैः पाहि नः प्रभो॥ परैर्विवासिता साऽहं मग्ना व्यसनसागरे । ऐश्वर्य श्रीर्यशः स्थान हतानि. प्रबलैर्मम ॥ तथा तानि पुनः साधो प्रपधेरन् ममात्मजाः। तथा विधेहि कल्याणं धिया कल्याणसत्तम।
આ ભાગવત (૮-૧૧-૧૫,૧૬,૧૭) ના શ્લોકમાં એમ કહ્યું છે કે, હે ઈશ્વર ! હું તમારી ભક્તિ કરું છું. તેથી એવું કરે, કે જેથી મારું કલ્યાણ થાય. હે પ્રભુ ! બળવાન શત્રુઓ અમારી સઘળી સંપત્તિ હરી લીધી છે અને અમને સ્થાનભ્રષ્ટ કરી દીધાં છે, અમને વૈભવના શિખર પરથી દુ:ખના સાગરમાં ફેંકી દીધાં છે, અમને શહેરમાં ફાવે ત્યાં હરવા ફરવાની સ્વતંત્રતા નથી. બળવાન શત્રુઓ અમારાં ઐશ્વર્ય, સંપત્તિ, યશ અને સર્વ સ્થાને હરી લઈને અમને નિરાશ્રિત બનાવી દીધાં છે. અમારા નવાજવાનોને પ્રાચીન વૈભવ મળે, તેઓ અગાઉની પેઠે ઐશ્વર્યસંપન્ન થાઓ, એમની ધવલ કીતિ ચારે દિશાઓમાં ફેલાય અને એમના સધળા અધિકાર એમને પાછા મળે.
બલિના રાજ્યમાં પરાજિત દેવમાતાઓની પ્રતિદિનની આ પ્રાર્થના સર્વને માટે વિચારણીય છે. આ પ્રાર્થનાનો દરેક શબદ બતાવે છે કે, બલિદૈત્યે કેવો મોટો અનર્થ દેવરાજ્યમાં કર્યો હશે અને એણે પરાજિત લોકોને કેવી અધમ દશાએ પહોંચાડયા હશે. આ વિષયમાં નીચે લખેલા શબ્દોનું મનન કરો
-દંતચિ :. દૈત્યે એમની સર્વ સંપત્તિ હરી લીધી હતી, તેથી દેત્ય હમેશાં ધનવાન થતા હતા અને દેવ ધનહીન થતા હતા.
૨-હૃતસ્થાના: A દેવરાજ્યના સારા સારા હોદ્દાઓ અને અધિકારો દૈત્યોએ લઈ લીધા હતા, તેથી દેવયુવકોને તાબેદારીનું કામ કરવું પડતું.
રૂ-વિવાહિતા: / દૈત્યોએ દેવોને દેશમાંથી કાઢી મૂક્યા હતા.
-વ્યવને મન: | સર્વને દુઃખસાગરમાં ફેંકી દીધા હતા. - -શ્વર્ચ, સંપત્તિ, ચર અને થાન ! આ બધી વસ્તુ દેવોને મળતી ન હતી, પણ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com