________________
૨૮૨
શુભસંગ્રહ-ભાગ ચાથા
અનેક ગુણુ હતા. એનું જેટલુ વર્ણન કરાય તેટલું' એપુંજ હશે. એટલા માટે અમે કહીએ છીએ કેઃવામનાવતારના સદેશ
“સ્વકીય સ્વરાજ્યની ભૂખ પરકીય સુરાજ્યથી શાંત થતી નથી અને શાંત થવી જોઇએ નહિ.” આવા રાજનીતિના અત્ય'ત મહત્ત્વના સિદ્ધાંત અતિપ્રાચીન કાળમાં આખા સંસારને વામનાવતારે દેખાડયા છે. વામનની પૂર્વે ખીજા કાએ પણ આ સિદ્ધાંત જગતને દેખાયા ન હતેા. આ મહાન સિદ્ધાંતને કારણેજ, જ્યાંસુધી સંસારની હયાતી છે ત્યાંસુધી રાજનીતિજ્ઞ પુરુષા વામનના ગુણાનું ગાન અવશ્ય કરશેજ.
જે સમયે દેવવીર અને આર્યવીર અલિના રાજ્યમાં તામે રહેવામાં ભૂષણ માનતા હતા, તે સમયે વામન બટુએ કહ્યું કે, પેાતાનુ' સ્વરાજ્ય ગમે તેવું ખરાબ હાય, તેાપણુ તે પરકીય રાજાના સુવ્યવસ્થિત રાજ્યથી કંઈંગણું અધિક લાભકારી છે. જે પાકા મૂળકથા વિસ્તારથી જાણવા ઇચ્છતા હેાય, તેએ ભાગવતમાં જુએ અને વામનાવતારને આ સંદેશ જાણી એનું મનન કરે.* (‘“બુદ્ધિપ્રકાશ”ના ઑગસ્ટ-સપ્ટેમ્બર ૧૯૨૮ના અંકમાંથી)
१२१ - वर्धाने पगले चाली अंत्यजोने न्याय आपो. હિંદુ કાકર્તાઓને અરજ
શ્રી રતનબહેન મહેતા નીચે પ્રમાણે લખી જણાવે છે કે:--
પ્રિન્સીપાલ પ્રમથનાથ તથા ભૂષણુશર્મા અને બનારસ યુનિવર્સિટિના એરિએન્ટલ કૅલેજના ખીજા ચાર પ્રાફેસરા કે જે મશહુર પડતા છે, તેઓએ લેખિત જાહેરનામું બહાર પાડયું છે કે, વર્ષા ખાતે આવેલા લક્ષ્મીનારાયણના મંદિરમાં અત્યજોને દાખલ કરવાનું શેઠ જમનાલાલ જાજે જે પગલુ ભર્યું' છે, તે હિહંદુ શાસ્ત્રાનુસાર છે. બનારસ યુનિવર્સિટિના પ્રિન્સિપાલ આનંદશંકર ધ્રુવે અને ધર્મચુસ્ત ભારતભૂષણુ પંડિત મદનમેહન માલવીયાએ શેઠ જમનાલાલ બજાજની ચળવળને અંતઃકરણપૂર્વક ટકા આપ્યા છે; તેા અહી મુંબઈ શહેરમાં-માધવબાગમાં લક્ષ્મીનારાયણના મદિરમાં અંત્યજોને દાખલ કરવાનું શુભ પગલું તેના કાર્યકર્તાએ ભરશે ?
અંત્યજો હિંદુધર્મ પાળે છે; રામજયંતિ, કૃષ્ણજયંતિ અને તુલસીવિવાહ વગેરે આપણા સઘળા તહેવારા હિંદુ પ્રમાણે પાળે છે અને તે પ્રમાણે વર્તે છે; તેા હિંદુધર્મ પાળનારાઓને આપખુદીથી પેાતાનાં જાહેર મદિરામાં દેવનાં દન કરતા અટકાવવા, એ તેમના તરફ એક મેટા અન્યાય થાય છે. દેવાનાં મદિરા ભક્તજનેને સારૂ ખુલ્લાં મૂકાય છે, જે દેવની મૂર્તિને તેમના કાર્યકર્તાઓ પોતે બાંધી લે છે. હિંદુના દેવનાં દર્શન કરવાને અધિકાર હિદુધમ પાળનારાઓને બધાનેા છે; પરંતુ દેવનાં દર્શનમાં પણ ભિન્નતા અને ખાટા ઉંચ-નીચનેા ખ્યાલ પેસી ગયા છે. દેવનાં દન કરવામાં કાઇંચ કે નીચ છેજ નિહ. આપણી અજ્ઞાનતાને લીધે ઉંચનીચપણું માની બેઠેલા છીએ; અને તેને લીધે આપણે સાતકરેડ હિંદુધર્મ પાળનારાઓને આપણાં દેવસ્થાનેમાં દેવનાં દન કરવાને અટકાવ કરી અન્યાય કરી રહ્યા છીએ; હિંદુઓમાંથી કેટલીક જાતો કયાં માંસ કે મદિરાના ઉપયેાગ કરતી નથી? જેવા કે પરભુ, ક્ષેવી, બંગાલી વગેરે. આપણા હિ ંદુધ પાળનારા રાજા–રજવાડાઓ છંડે ચેાક તાજમહાલ હોટેલમાં રહી ખબરચી અને અન્ય હલકી વર્ણીના હાથનું ખાવાનું ખાતે આપણાં દેવાલયેામાં જવાના હક્ક ધરાવી શકે છે; ત્યારે ધ`પર એનાથી પણ વધારે પ્રેમ રાખનારા શ્રદ્ધાળુ અને નીતિવાનું અત્યંજોને શ! સારૂ દેવસ્થાનેમાં દર્શન કરવાની છૂટ નથી મૂકતા? આશા છે કે, અહી મુંબઇ શહેરમાં દેવસ્થાનેાના કાર્યવાહક! આ કામને સારૂ છૂટ મૂકી તેએ તરફના અન્યાય થતા દૂર કરશે અને શેઠ જમનાલાલ બજાજને પગલે ચાલી અહીં દેવસ્થાનેમાં અત્યંજોને દાખલ કરવાની છૂટ આપશે.
( દૈનિક “ હિંદુસ્થાન ’ના તા. ૨૮-૮-૧૯૨૮ ના અંકમાંથી ) વૈદિકધમ ” માસિકમાંથી,
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com