________________
શુભસંગ્રહ-ભાગ ચેાથે १२३-हिंदना उद्धारनी चावी
રાષ્ટ્રીય કેળવણી દરેક દેશના ઉદ્ધારની ગુરુ ચાવી રાષ્ટ્રીય કેળવણું છે; અને રાષ્ટ્રીય કેળવણીને આરંભ દેશનાં બાળકેથી થો જોઈએ. બાલ્યાવસ્થા સા
માં બાળકોથી થવો જોઇએ. બાલ્યાવસ્થામાં સારા-નરસા સંસ્કારે જેટલી સહેલાઈથી ઘર કરી શકે છે તેટલી સહેલાઈથી તે મેટી વયે દાખલ થઈ શકતા નથી. આથી જે દેશને ઉદય કરવો હોય તે નાનાં બાળકોને પ્રથમથી જ રાષ્ટ્રીય કેળવણું આપવી જોઈએ.
જાપાનમાં અભ્યાસની શરૂઆતમાં જ શિક્ષક નીચેના સવાલ-જવાબ વિદ્યાર્થીઓ જોડે કરે છે. સ-તમે ક્યાં જન્મ્યા છો? જ-જાપાનમાં. સ-તમારું શરીર કયાંના અન્નપાણીથી પોષાય છે? જ-જાપાનનાં. સ-તે પછી જાપાન તમારી માતા થઈ કે નહિ ? જ-જરૂર, જાપાન અમારી માતા છે. સ-એ માતાના રક્ષણ માટે તમારે પ્રાણ પણ આપવા પડે તે આપ કે નહિ? જ-ખચિત, માતૃભૂમિની ખાતર પ્રાણ પણ આપવાને અમે તૈયાર છીએ.
આનું નામ ખરી રાષ્ટ્રીય કેળવણી ! જાપાનનાં કુમળાં મગજવાળાં એ બાળકોની નસેનસમાં પોતાના દેશ પ્રત્યે આવી સુંદર ભાવના પ્રસરેલી હોય તે પછી કયો પરદેશી એ દેશનો વાળ પણ વાંકે કરી શકે?
હિંદની અર્વાચીન સ્થિતિ રાષ્ટ્રીય કેળવણીની બાબતમાં ખરેખર શોચનીય છે. હજી તે આપણે ત્યાં જાગૃતિકાળ શરૂ થાય છે. રાષ્ટ્રીય કેળવણીના ગણેશ આપણા દેશમાં હજી હમણુંજ મંડાયા છે. વળી તેની પ્રગતિમાં એટલાં બધાં વિદને નડવા લાગ્યાં છે કે, તેનું ભાવિ અત્યારથી કલ્પવું મુશ્કેલ છે.
બ્રિટિશ સરકાર તરફથી હિંદનાં બાળકોને તથા યુવકને જે શિક્ષણ આપવામાં આવે છે, તે તેઓને નિર્માલ્ય અને નિઃસત્વ બનાવી મૂકે છે, એ વાત તે નિર્વિવાદ છે. હિંદના અનેક મહાપુરુષોએ પિકારી પોકારીને સરકારી શિક્ષણ પદ્ધતિ સામે વિરોધ બતાવ્યો છે. થોડાજ સમયપર મુંબઈમાં ભાષણ આપતાં આચાર્યશ્રી પ્રફુલચંદ્ર રાયે નીચેના સ્મરણીય ઉદ્દગારો કાઢયા હતા.
કેટલાક હિંદી વિદ્યાર્થીઓ સિવિલ સર્વિસની પરીક્ષા આપવાનું અને બીજા કેટલાકે બેરીસ્ટર થવાને વિલાયત જાય છે અને હજી આપણા લોકોમાં વિલાયતી ડીગ્રીઓને મેહ રહ્યો છે. એ ખરેખર શોચનીય દશા છે. સિવિલ સર્વિસ અને કાયદાની ડીગ્રીએ આપણા દેશને કયી રીતે ઉપયોગી છે?”
“યુનિવર્સિટી એ તો સંશોધન કરવાનું ધામ હોવું જોઈએ; પણ હાલની શિક્ષણ પદ્ધતિમાં જેટલો સમય ગાળવામાં આવે છે તેથી યુવકની શક્તિનો ભયંકર દુર્વ્યય થઈ રહ્યો છે.”
કાયદાના ગ્રેજયુએટોના તો રાફડા ફાટવા લાગ્યા છે અને હવે તો વકીલોની સંખ્યા કરતાં, તેઓનાં કુળોની સંખ્યા વધી પડી છે. જે મને ચોવીસ કલાક માટે સરમુખત્યાર બનાવવામાં આવે તે હું બધી કાયદાની કૅલેજોને જમીનદોસ્ત કરી નાખું.”
ચીનાઇ વિદ્યાર્થીઓનું અનુકરણ કરો આચાર્યશ્રી રાય ચીનાઈ વિદ્યાર્થીઓનું દષ્ટાંત આપી, હિંદી વિદ્યાર્થીઓને જ્ઞાન મેળવવાનો એકમાત્ર હેતુ, એ જ્ઞાન દેશની સ્વતંત્રતા મેળવવામાં દેશની સેવાર્થે વાપરવાનું હોય છે. હિંદી વિદ્યાર્થીઓએ પણ આ હેતુ પિતાની દૃષ્ટિ સમક્ષ રાખીને શિક્ષણ લેવું જોઇએ. ચીનાઈ વિદ્યાર્થીઓએ સામાન્ય જનતામાંથી અભણપણું દૂર કરવાને મંડળો સ્થાપ્યાં છે અને તે મંડળોનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com