________________
વામન અવતારના સદશ
૨૭૫
યુદ્ધમાં બલિ મૂરિત થયો હતો. એના થોડાજ વીર બચી ગયા હતા. ત્યારે નારદે તેમને કહ્યું કે, હવે તમે લોકે અહીંથી જતા રહે, નહિ તો તમારા નાશ થશે. નારદનું કહેવું એમને ઠીક લાગ્યું અને તે અસુર સૈનિકે મૂચ્છિત બલિને લઈને પશ્ચિમના પર્વત પાછળ ભાગી ગયા.
બલિએ તબેટ ઉપર હુમલો કર્યો તે પણ પશ્ચિમદિશાએથી અને અસુર સિપાઈએ બલિને લઈને નાસી ગયા તે પણ પશ્ચિમ દિશામાં; તેથી સ્પષ્ટ છે કે, બલિને દેશ તીબેટની પશ્ચિમમાં હતો. વર્તમાન રશિયા, તુર્કસ્તાન અથવા એની પાસેનો બીજો કોઈ દેશ બલિને દેશ હશે. પિતાના દેશમાં પાછા જતાં રસ્તામાં ભૃગુઋષિના આશ્રમમાં તે કેટલાક માસ રહ્યો પાણી કરવાથી તે સારે થઈ ગયે. આ વિષયમાં ભાગવતમાં (૮-૧૫-૩) કહ્યું છે કે –
पराजित श्रीरसुभिश्च हापितो हीन्द्रेण राजन् भृगुभिश्च जीवितः।
सर्वात्मना तानभजद् भृगून् बलिः शिष्यो महात्मार्थनिवेदनेन ॥ છે કે બલિને પૂરે હરાવ્યો. એની સ્થિતિ મરી જવા જેવી થઈ હતી. ભૃગુના આશ્રમે પહોંચવાથી ત્યાં તેની સારવાર થયાથી તે જીવતો રહ્યો. તેથી તે ભગુને માન આપવા લાગ્યો.
મરવાની અણુ ઉપર આવેલા તે બલિ ઉપર મુત્રષિએ ઉપકાર કર્યો અને એના પ્રાણુ બચાવ્યા; પણ એણે ભરતખંડ ઉપર ફરીને ચઢાઈ કરવાનો વિચાર છેડયો નહિ. શું, આ અસુરેના મનની પ્રવૃત્તિ વિચાર કરવા લાયક નથી? જેનો પ્રાણ પૃથ્વીરાજે બચાવ્યા હતા, તેજ મહમદ ગેરીએ પૃથ્વીરાજનો નાશ કર્યો ! ! અમારી સૂચના છે કે, વાચકગણ ઉપરની આ અંતિહાસિક વાતની સાથે પૌરાણિક વાતની તુલના જરૂર કરે.
દીનદુઃખી ઉપર દયા લાવી તેને સહાય કરવાના વિચારથી ભૃગુઋષિએ ઘાયલ થયેલા બલિને પિતાના આશ્રમમાં રાખી એની સારવાર કરી, પણ એજ બલિએ આગળ ઉપર ભૃગુઋષિનું એવું અપમાન કરેલું, કે જેથી ષિની આંખ એકદમ ખુલી ગઈ અને એમણે બલિને શાપ દીધો. અહીં સ્પષ્ટ દેખાય છે કે, અસુર દેત્યાદિ કેવી રીતે પિતાની જાત પર જાય છે. બલિ પિતાને દેશ ગયો અને એણે ફરીને દેવરાજ્ય ઉપર હુમલો કરવાની તૈયારી કરી.
બલિની બીજી ચઢાઈ પહેલી ચઢાઈ નિષ્ફળ ગયેલી છતાં બલિએ ફરીને નવા ઉત્સાહથી બીજી ચઢાઈ કરવા માટે તૈયારી કરી. પહેલાં કરતાં વધારે સારી તૈયારી થઈ એટલે બલિએ દેવોના દેશ ઉપર બીજીવાર ચઢાઈ કરી. वृतो विकर्षन् महतीमासुरी ध्वजिनीं विभुः । ययाविन्द्रपुरी स्वृद्धां कंपयनिव रोदसी॥
ભાગવતના (૮-૧૫-૧૧) આ લોકમાં એમ કહ્યું છે કે, બલિએ મોટી ભારે સેના સાથે લઈને ઈદ્રપુરી ઉપર ચઢાઈ કરી. પણ આ વખતે દેવોના સન્યની બિલકુલ તૈય બલિની આસુરી સેનાને હરાવવાનું ઈદ્રને અસંભવ લાગ્યું. જેમકે ભાગવત (૮-૧૫-૨૫)માં કહ્યું છે કે भगवन्नुद्यमो भूयान् बलेन पूर्ववैरिणः । अविषद्यमिमं मन्ये केनासीत तेजसोर्जितः॥
ઈદે કહ્યું કે, અમારા જૂના શત્રુ બલિએ હુમલો કર્યો છે. અમારી તો બીલકુલ તૈયારી નથી, તેથી એ હુમલાને પાછો હઠાવવો અસંભવિત લાગે છે.
ગયા યુરોપના મહાયુદ્ધમાં કાંસની તૈયારીના અભાવમાં જેમ જર્મનીએ હુમલો કર્યો હતો, તેમ દેવવીર અસરાએની સાથે નાચમાં મગ્ન હતા અને બલિની આ ચઢાઈની બાબતમાં સાવ અસાવધાન હતા, એવે વખતે બલિએ ઘણી ચપળતાથી હુમલો કર્યો. દે એનો પ્રતિકાર કરી શક્યા નહિ, તેથી દેવવરે પોતપોતાનું ગામ છોડી જીવ બચાવવાને ભાગી ગયા અને જ્યાં છુપાઈ રહેવાની જગા મળી ત્યાં છુપાઈ રહ્યા. देवेष्वथ निलीनेषु बलिवैरोचनः पुरीम् । देवाधीनमधिष्ठाय वशं निन्ये जगत् त्रयम् ।।
દેવવારે ભાગી ગયા, એમ જાણીને બલિએ ઈન્દ્રની રાજધાનીમાં પ્રવેશ કર્યો અને ત્રિવિછપ, ભરતખંડ અને પાતાળ, એ ત્રણે સ્થાનો પિતાને તાબે કર્યા.” (શ્રી. ભાગ ૮-૧૫-૩૩)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com