________________
૨૭૮
શુભસંગ્રહ-ભાગ બધું દૈનેજ મળતું હતું. (હાલની આપણી સ્થિતિને આ વર્ણન આબેહૂબ મળતું આવે છે કે કેમ, તે દરેકે વિચારી જેવું.
આ ઉપરથી જાણવામાં આવશે કે, બલિના સુરાજ્યમાં દેવરાજ્યની અને આર્યરાજ્યની કેવી દશા થઈ ચૂકી હતી અને નવયુવકોની સાથે દૈત્યોને કેવો વ્યવહાર હતો. - દેવમાતાઓને તો ધગશ લાગી હતી કે, અમારે ગયો વૈભવ અમને પાછા મળે. ધગશ લાગવાથી ઈશ્વર સાક્ષાત્કાર થાય છે. દેવમાતાઓને પણ ઈશ્વર સાક્ષાત્કાર થયો. જુઓ ભાગવત (૮-૧૨-૧૫) - देवमातर्भवत्या मे विज्ञातं चिरकांक्षितम् । यत् सपत्नैः हृत श्रीणां च्यावितानां स्वधामतः॥ तान् विनिर्जित्य समरे दुर्मदान् असुरर्पभान् । प्रतिलब्धजयश्रीभिः पुत्रैः इच्छस्युपासितुम् ।। इन्द्रज्येष्ठैः स्वतनयः हतानां युधि विद्विपाम् । स्त्रियो रुदन्ती आसाद्य द्रष्टुमिच्छसि दुःखिताः॥ आत्मजान सुसमृद्धान् त्वं प्रत्याहत यशाश्रियः। नाकपृष्ठमधिष्ठाय क्रीडतो द्रष्टुमिच्छसि ।। ' હે દેવમાતા ! તમારા મનની બહુ દિવસની ઈછા મેં જાણું છે. દૈત્યોએ તમારા બાળકનું સંપૂર્ણ રાજ્ય હરણ કર્યું છે અને એમને પોતાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે. તમારી એવી ઇચ્છા છે કે, તમારા જુવાન પુત્રો લડાઈમાં દૈત્યને હરાવે અને તેઓ ગયેલો વૈભવ પુનઃ પ્રાપ્ત કરે. તમારી ઈચ્છા છે કે, તમારા ઈદ્રાદિ પુત્ર લડાઈમાં શત્રુને મારી નાખે અને એ દુઃખથી દુ:ખી દૈત્યની સ્ત્રીઓને રેતી તમે જુઓ. તમારી ઈચ્છા છે કે, તમારા તરુણ પુત્ર ગયેલે વૈભવ. ફરીને મેળવે અને પોતાના દેશમાં પહેલાંની માફક ઐશ્વર્યાનો ઉપયોગ કરતા એમને તમે જુઓ.
આ સાક્ષાત્કારના શબ્દથી એ જણાય છે કે, બલિનું રાજ્ય કેવા પ્રકારનું હતું અને છતાયેલા લોકોના વિચાર આ બલિના સુરાજ્યમાં કેવા હતા. આ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે, બલિના અમલદરમિયાન સંપૂર્ણ દેવજાતિ અને આર્યજાતિ પૂરી નિઃસર્વ થઈ ગઈ હતી. આવી પરાધીનતાની બેડીમાં રહેનાર કોઈ કહે કે, બલિના રાજ્યમાં પ્રજા સુખી હતી, તો પછી રાષ્ટ્રીય આપત્તિ બીજા કયા પ્રકારની હોઈ શકે, તે સમજાતું નથી. એવા બલિરાજાને બાલબ્રહ્મચારી વામન નામના બ્રાહ્મણકુમારે લાત મારી તેમાં વામને શું ખોટું કર્યું છે?
વામનની કર્તુત જે વખતે વામન અવતાર છે, તે વખતે રાજકાજ ઘણું વિકટ થઈ ગયું હતું. તીબેટની દેવજાતિ, ભરતખંડની આર્યજાતિ અને બીજી નાની નાની જાતિઓમાં ફાટપુટ પડી ગઈ હતી. અનેક વર્ષો સુધી એ લોકે પરાધીન રહ્યા હતા, તેથી એમનામાં કંઈ વ્યવસ્થા રહી ન હતી. દરેક જણ પિતાના સ્વાર્થીની ફીકર કરતો હતો. સંઘશક્તિ ઉત્પન્ન થવાની સંભાવના જ હતી નહિ, સઘળા લોકો હૃદયથી માનતા હતા કે, ચારે બાજુ ફેલાઈ ગયેલું બલિનું રાજ્ય ઉથલાવી પાડવું ખરેખર અસંભવિત છે. દેવનો રાજા ઈંદ્ર ધળે દિવસે સરીઆમ રસ્તે જઈ શકતો નહિ. સ્ત્રીઓના નેમાંથી વહેતી દુ:ખની આસુધારાએ બંધ થતી નહિ. બધી રીતે આવી મહાભયંકર સ્થિતિ હતી. સ્વતંત્રતાની પ્રાપ્તિનો સરળ માર્ગ કાઇની નજરે દેખાતો ન હતો અને કોઈ પણ એની આશા પણ રાખતો નહિ. આવી પૂરેપૂરી નિરાશામય સ્થિતિમાં વામનને જન્મ થયો હતો, તેથી એના કાર્યની મહત્તા સહેજમાં જણાઈ આવતી હતી.
એ વખતની વીરાંગનાઓની આકાંક્ષાઓ વામનના અંતઃકરણમાં એકઠી થઈ હતી. બલિદૈત્ય અસાધારણ વ્યક્તિ હતો. તે ઘણે ધૂર્ત તેમજ નીતિજ્ઞ હતો. એણે જાતે વૈદિક ધર્મની દીક્ષા લીધી હતી. તે પોતે યજ્ઞયાગ કરાયો હતો. આ પ્રમાણે એ એમ દેખાડો હતો કે, અમે સર્વ રીતે પ્રજાનાજ છીએપરંતુ તે ત્રણે દેશના લોક પિતાનું મસ્તક ઉંચું ન કરી શકે, એ હેતુસર જે કરવું જરૂરનું હતું, તે કરવાનું તે કદી પણ ભૂલતે નહિ. ભારતીય લોક પ્રથમથી જ ધર્મની બાબતમાં ભેળા છે. બલિરાજા યજ્ઞ કરતા તેથી તેઓ તેની બડાઈ ગાતા હતા; પણ ઘણા છેડા. લોકો એવા હતા, કે જેઓ તેનો અંદરનો હેતુ પૂરેપૂરી રીતે સમજતા હતા. આ ઉપરથી આપણને એક શિક્ષા મળે છે કે, જે પરદેશી રાજનીતિ માણસ પરાજિત લેકનાં ગુણવર્ણન કરે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com