________________
રાંદેરમાં એક માસને ઉપવાસ
૨૭૧ ઉપવાસનું અતિશય મહામ વર્ણવ્યું હોવાથી તથા આખે અમેરિકામાં ઉપવાસવિષે જનસમૂહને સારા અભિપ્રાય છે, એમ મેં જાણેલું હોવાથી મને પણ તેઓના નિયમોને અનુસરીને ઉપવાસ કરવાની ઇચ્છા થઈ આવી. ઉપવાસના દિવસોમાં પોતાની અસલી શક્તિ જાળવી રાખવાને સાધારણ રીતે નીચેના મુખ્ય નિયમો ખાસ પાળવાની જરૂર છે.
(૧) “એનીમા-ડુશ” ના પ્રયોગથી સહેજ ગરમ પાવડે શરીરની અંદરનાં આંતરડાંઓ બે દિવસમાં એક વખત તે સાફ કરવાં જ જોઈએ. “એનીમા-ડુશ અને પ્રયોગ દરેક ર્ડોક્ટરને જાણીતા છે, માટે જેને જાણવાની ઈચ્છા હોય, તેમણે તે કેમ કરે તે ર્ડાકટરને પૂછી માહિતગાર થવું. જે લોકો આ પ્રયોગથી આંતરડાં સાફ કરતા નથી, તેઓને બેચેની તથા નબળાઈ જણાય છે.
(૨) લેહીને પ્રવાહી રાખવા માટે ઉપવાસના દિવસોમાં પાણી વારંવાર પીવું જોઈએ. વરસાદનું અદ્ધરથી ઝીલેલું પાણું અથવા તો ઉકાળેલું પાણી પીવું.
(૩) શુદ્ધ તથા ખુલ્લી હવામાં સાદી કસરત હમેશાં ઘેડી કરવી જોઈએ અથવા તે શરીરને થોડી વાર ચાળીને ગરમ બનાવવું જોઈએ.
(૪) કેટલીક વખત શારીરિક ગરમી શરીરના કોઈ ભાગમાં અત્યંત વધી જાય છે અને તેથી બેચેની ઉત્પન્ન થાય છે. આ શાંત કરવાને દિવસમાં બે-ત્રણ સ્નાન કરવાં તે ભલામણુકારક છે.
(૫) ઉપવાસના દિવસોમાં દરેક માણસે સ્વેચ્છાથી પિતાનું મને પિતાના ઈચ્છિત વિષયમાં રોકવું જોઈએ.
આંતરડાંમાં ચોંટી રહેલો મળ મુખ્યત્વે કરીને બેચેની તથા અશકિત ઉત્પન્ન કરે છે તેના ઉપાયતરીકે “ એનીમા-કુશ ”ના પ્રયોગથી આંતરડાં ખાસ સાફ કરવાં જોઇએ. સત્તાવીસમે ઉપવાસે પણ શ્રી. જોષીએ જ્યારે ઉપરના પ્રયોગથી આંતરડાં સાફ કર્યો ત્યારે સાધારણ પ્રમાણમાં કઠણ મળ નીકળી આવ્યો હતો. શ્રી. જોષીને પોતાના ઉપવાસ દરમિયાન એવો અનુભવ મક છે કે, જેમ જેમ ઉપવાસ વધતા જાય છે, તેમ તેમ શારીરિક શક્તિને ઘટાડો થવાને બદલે સંચય થતો જાય છે અને શરીરમાંથી માત્ર નકામો મળ તથા ચરબી બળી જાય છે.
શ્રી. જોષીને શારીરિક તથા માનસિક નિયમનું એટલું સારું જ્ઞાન અને પાકે અભ્યાસ છે કે, તે પોતે હિંમતથી કહેતા કે “ અમુક નિયમ પાળીને હું ઓગણત્રીસ ઉપવાસ પછી પણ ત્રીસમે દિવસે ભારેમાં ભારે ખોરાક ખાઈને પચાવવાને શકિતમાન છું.”
| ધામિક દ્રષ્ટિથી અથવા શારીરિક શક્તિઓ સંચય કરવાને ઉપવાસ કરવાની ઈચ્છા રાખે છે, તેમની જાણ તથા લાભાર્થે જ આ લેખ પ્રગટ કરવામાં આવ્યો છે. આ બાબતમાં જેને કંઇપણ પૂછવું હોય, તે જે શ્રી. જોષીને પૂછશે તો તે ખુશીથી તે બાબતને ખુલાસો કરશે. ( તા. ૧૬-૯-૧૮ ના અઠવાડિક “મુંબઈ સમાચાર”માં લેખક –શાહ ગંગાદાસ ગૃજવલ્લભ બી.એ. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com