________________
સંગીતની અસવિષે ગાંધીજીના વિચાર ११७ - संगीतनी असरविषे गांधीजीना विचार
૨૬
સંગીતથી મને શાન્તિ મળી છે. એવા પ્રસંગેાનું સ્મરણ છે કે, જ્યારે હું કંઇ કારણથી ઉદ્વેગ પામ્યા હાઉં ત્યારે સંગીત સાંભળતાં મન શાન્ત થયું છે. સંગીતથી ક્રોધ શમે છે એવા પણ અનુભવ થયેા છે. એવાં તેા કેટલાંયે સ્મરણેા છે, કે જેમને વિષે એમ કહી શકું કે, ગદ્યમાં લખાયેલી વસ્તુઓની અસર નથી થઈ ત્યારે તેજ વસ્તુવિષેનાં ભજના સાંભળતાં થઇ છે. મે જોયું છે કે, બદસૂરૂં કે બેસૂરૂં ભજન ગવાયું છે ત્યારે તેના શબ્દોના અર્થ જાણતાં છતાં તે ન સાંભળ્યા ખરેાખર લાગ્યું છે; અને તેજ ભજન જ્યારે મધુર સૂરમાં ગવાયું છે, ત્યારે તેમાં રહેલા અર્થની અસર મારા મન ઉપર બહુ ગંભીર થઇ છે. ગીતાજી જ્યારે મધુર સૂરમાં એકઅવાજે ગવાય છે, ત્યારે તે સાંભળતાં હું થાકતાજ નથી; અને ગવાતા શ્લોકના અ હૃદયમાં વધારે ને વધારે ઉંડા ઉતરે છે. મધુર ગવાયેલું રામાયણુ બચપણમાં સાંભળ્યું તેની અસર આજ લગી ચાલુ છે. એક વેળા હિરના મારગ છે શૂરાને' એ ભજન એક મિત્રે જ્યારે ગાયું ત્યારે તેના અની જે અસર મારી ઉપર થઇ તે આગળ ઘણી વાર તે સાંભળેલુ તેના કરતાં બહુ વધારે ગંભીર થઇ. સન ૧૯૦૭માં ટ્રાન્સવાલમાં મારી ઉપર માર પડયો હતેા, જખમને ટાંકા દઇને દાક્તર ચાલ્યેા ગયેા હતેા, હું પીડાતા હતેા. પોતે ગાને કે મનન કરીને જે દુઃખને શમાવી નહેાતે શકતા તે દુઃખ એલિવ ડેાકની પાસેથી એક પ્રખ્યાત ભજન સાંભળીને હું શમાવી શક્યા. આ વાત આત્મકથામાં લખાઇ ગઈ છે.
આમ મારા લખવાના કાઇ એવા અ ન કરે કે, મને સ'ગીત આવડે છે. સગીતનું મારૂં જ્ઞાન શૂન્યવત્ છે, એમ કહી શકાય. સંગીતની પરીક્ષા હું કરી શકું છું એમ પણ ન કહી શકાય. કેટલુંક સંગીત મને સારૂં લાગે છે, અથવા સારૂં સંગીત ગમે છે એ મારે સારૂ એક કુદરતી બક્ષીસ છે. મારી ઉપર સંગીતની અસર આમ બિનઅપવાદ સરસજ થઇ છે તે ઉપરથી હું એવેા સાર કઢાવવા નથી ઇચ્છતા કે, બધાની ઉપર એવીજ અસર થાય છે અથવા વીજ જોઇએ. ધણાએએ ગાયનાવડે પોતાના વિષયવિલાસને ઉત્તેજન આપ્યુ છે, એ હું જાણું છું. એ ઉપરથી એમ સાર કાઢી શકાય કે, જેવી જેની ભાવના તેવું તે પામે. તુલસીદાસે ઠીકજ ગાયું છે કેઃजडचेतन गुणदोषमय विश्व किन्ह करतार, संत हंस गुण गहहिं पय परिहरि वारि विकार | પરમેશ્વરે તે! જડ, ચેતન–બધાને ગુદાષવાળા સર્જ્યો છે; પણ વિવેકી હૈાય તે કથામાંથી હંસ જેમ દૂધમાંથી પાણી છેાડી મલાઈ લઈ લે છે, તેમ દોષને છેાડી ગુણને આરાધશે. ( “નવજીવન” તા. ૨૫-૧૧-૧૯૨૮ ના અંકમાં લેખકઃ-મહાત્મા ગાંધીજી)
* આ કુદરતી બક્ષીસ પામર મનુષ્યેામાં અને હરણુ, સર્પ ઇત્યાદિમાં પણ હોય છે. અલખત્ત, સંગીતને વિષય ખરાબ હોય તેા અસર પણ ખરાબ થઇ અધેાગતિ થાય છે અને સારે। હેય તા સારી થઈ ઉન્નતિ થાય છે-અર્થાત્ સદુપયોગ અને દુરૂપયોગ એજ સારા કે નરસા ફળનું કારણ હોય છે. આવુ` છતાં વેશ્યાદિદ્વારા હલકટ વિષયો ગવાતા હેાવાથી અનેક માણસા ગાયનમાત્રને હલકું ગણે છે. તેએ સદુ૫યોગને દુશ્યચોગની સમજણ ધરાવતા નથી. દેવિષે નારદે યોગના એક સત્વર સિદ્ધિના સાધનરૂપે તેની રચના કરી છે; બ્રહ્મવિદ્યા વિષે અનેક યોગ, ભક્તિયોગ તેમજ વીરતિવષે પણ સંગીત કેટલું બધુ અસરકારક છે, તે તે સર્વ કાઇ જાણે તા અને ત્યાંસુધી સંગીતદ્વારાજ દરેક પ્રકારનું શિક્ષણ અપાય, એવી આ હકીકત છે. બનારસી ઉપરાંત મહાત્માં નઝીરની પણ અનેક ગઝલો એક્દમ દિલને ડેલાવે અને અનુભવીને અંતર્મુખ પણ કરી દે એવી છે. આ સેવક તૈા ગાયન તરફના આ ણુને લીધે બચપણથીજ ખરાબ ગણાતા. ભિલ્લુ-અખંડાનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com