________________
ભાઈ કે કસાઈ?
૨૬૫
૬૨-માદ
મા
?
........૧૯૨૧ નો એ જમાનો હતો. સ્વાધીનતાનો અહિંસક રણજંગ મંડાયો હતે ! હિંદની તેત્રીસ કરોડની પ્રજા હિંદુઓના તેત્રીસ કોટિ દેવના અવતારસમ થઈ ગઈ હતી ! જીવતાસદેહે-મૃત્યુવશ રહેવા કરતાં મરીને જીવવાનો અણમૂલ પાઠ તેણે અંતરથી વધાવી લીધો હતો. જનની સરખી જન્મભૂમિ ઉપર બલિદાન દેવાને માટે પોતાનાં શરીરો તેણે છાઈ દીધાં હતાં. એ અભૂત અને અશ્રુતપૂર્વ રણક્ષેત્ર ઉપર વામન સ્વરૂપે બલિને પાતાળમાં ચાંપવા ઉત્પન્ન થયેલા ભગવાન વામનના દ્વિતીય સ્વરૂપરૂપ મહાત્માજી પિતાનાં વિરાટ પગલાં ભરતા હતા. જગત થંભી ગયું, ઈતિહાસ થંભી ગયો, માનવભક્ષી કાળ પણ ઘડી એક થંભી ગયો, ચોરાસી જેટલાં ગામડાંનાં પાદર પિતાના ગર્ભમાં સાંકળી લેતા બારડોલીના બહાદુર તાલુકા ઉપર જગતમાત્રની આંખો મંડાઈ હતી ! ઘડીભર તો મહાસાગરનાં ગર્જતાં પાણીયે થંભી ગયાં! મોક્ષની એ અમર ઘડી ઇતિહાસના અંધારામાં પણ હજી તેજસ્વી ઓજસથી ભભૂકી ઉઠે છે !
એકાએક નિર્મળા આકાશમાં મેધનો કડાકો થાય એમ ચોરીચારાને રમખાણ ફાટી નીકળ્યું, અને સર્વત્ર ઝેરનાં બીજ વેરાયાં ! જેમ એક રક્તબીજના લોહીના બંદેણંદમાંથી અનેકશઃ રક્તબીજો પેદા થાય એમ ઠામઠામ કમી વેર, કોમી ઠેષ અને કમી ઈર્ષાને સળગતો દાવાનળ સર્વે પ્રગતિ, સર્વ પ્રવૃત્તિ, સર્વ ચેતન અને સર્વ ઉત્સાહને જલાવી દેતો, આગળ અને આગળ મતની કૂચ કરતો વધતો ચાલ્યો !
એ હળાહળ ઝેર આપણા કોઈ ભયંકર પાપે આજ ગુજરાતમાં મૃત્યુધારે ઉતરે છે ! ભૂલાઈ જાય છે એ કાળજૂને મિત્રપ્રેમ, ભૂલાઈ જાય છે એ બધાં નેહનાં સૌમ્ય અને કાચા સૂતરનાં મજબૂત બંધનો કે જેથી એક માણસ બીજાને પિતાનું સર્વસ્વ સમપી દેવા તૈયાર થાય છે ! આજ તો હિંદુ પિતાના રક્ષણ માટે અરજી કરી, કલેકટરનાં ચરણ ચૂમી સરકારી મિલિટરીની માગણું કરે છે, કચેરીમાં કેસો ચલાવવા નાણાં વેરવા તૈયાર થયો છે, છાપાંમાં પોતાની નિર્બળતાને છાપરે
વા વાણીના ખેલ કરી રહ્યો છે. મુસલમાન પોતાના દીન. પોતાના યકીન અને પિતાના ભાઈ સામે ઉભો થઈ ગયો છે. જે પિતાના દેશને માટે મરી શકતો નથી, જે પોતાના અધિકાર માટે પરદેશીઓ પાસે માત્ર ભીખજ માગે છે, જે માતૃભૂમિને માટે મરી શકતું નથી, મરવાની તાકાત પણ ધરાવતો નથી, તે આજ મજીદના પથ્થરો માટે મૂર્તિપૂજક સમો બની હિંદુઓ ઉપર તરવાર તાણી ગુંડાશાહી ખેલી રહ્યો છે ! હિંદુઓ એક હાકેમ પડતાં જ પોતાના દેવની પાલખીઓને રસ્તામાં મૂકી પલાયન થઈ જાય છે, અને પિતાના દેવની એ પથ્થરપૂજા માટે વિદેશી ગૌભક્ષકોની અદાલતોને આંગણે ભાઇઓ વિરુદ્ધના મુકર્દીમાના સફેદ હાથીઓ બાંધે છે! મુસલમાનો પણ પિતાની જાહોજલાલીના નંદનવનને ઉખેડી નાખનારાઓને ભૂલી જાય છે. પિતાના બાદશાહના શિકાર કરનારાઓ પાસેથી ભિક્ષા માગે છે !
કોઈ જાણતું નથી કે, આ કોમી કલહ શા માટે થાય છે ? હિંદુઓને પોતાના દેવોનાં અભિમાન હોય તો એ દેવોને માટે મરી ફીટવા તૈયાર થવું જોઇએ; પરંતુ હિંદુઓ તે પિતાના દેવની પાલખીને સૌથી પહેલાં જ રસ્તામાં ફેંકી દે છે! મુસ્લીમોને જે પિતાની મરજીદનું ખરું અભિમાન હોય તો તે એ ભાઈઓએ યાદ કરવું ઘટે છે કે, તેઓ જાતે જ તેમના પિતાના તહેવારમાં મજીદ આગળ ચોવીસે કલાક ઘોંઘાટ કરે છે અથવા તો તેને નામે પોતાના બંધુઓનાં લોહી રેડી તેને તે પ્રથમજ અપવિત્ર કરે છે ! આ કારણે એ ખરાં કારણેજ નથી. એ તો માત્ર અથડામણુનાં બહાનાંજ છે, બંને પક્ષને એ
ખે દંભ છે. નર્યું મિથ્યાભિમાન અને ગર્વ છે અને એ સિવાય એમાં કાંઈજ સાર કે સત્ય નથી !!
મુસ્લીમ અધિપતિના આધિપત્ય નીચે પ્રકટ થતું આ સામ્યવાદી સાપ્તાહિક પહેલાં મુસ્લીમે
* આ લેખ એક ઈસ્લામી બંધના તંત્રીપણા નીચે રાણપુરથી પ્રકટ થતા “સૌરાષ્ટમિત્ર”માંથી “આર્યપ્રકાશ” તા. ૨૧-૧૦-૨૮ ના અંકમાં લેવાયલો તેમાંથી લીધે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com