________________
૧૩૦
શુભસંગ્રહ-ભાગ ચોથે કાવવાની જરૂર છે. નવયુવકેટના બંડ સિવાય સમાજ જાગવાનો નથી. તેમના સિવાય બાળલગ્નની બદી કેણ અટકાવશે ? વરઘોડે ચઢવા તૈયાર થયેલા વૃદ્ધને કેણ રોકશે? વિધવાઓના આર્તનાદ સુણી તેમનાં આંસુ કાણુ લૂછશે? ફરજિયાત નાવરાને કણ લાત મારશે? લગ્ન જેવી પવિત્ર ક્રિયામાં ઘુસી ગયેલા આડંબરને કોણ તિલાંજલિ આપશે? અસ્પૃશ્યતાના ભૂતને કેણુ ભગાડશે?
સ્ત્રી જાતિને સમાન અધિકાર આપવાનું બીડું કોણ ઝડપશે? ટુંકાણમાં જે રૂઢિરાક્ષસી આપણું સમાજને અત્યારે પીસી રહી છે, તેને કોણ હશે? હે યુવક ! આ કામે તારે માટે બાકી રહેલાં છે. તારા વિના બીજો કોઈ એ કરી શકવાને નથી.
પણ આ મહાભારત કામ કરવાને શક્તિ જોઈશે, એ શક્તિ અમસ્તી નથી મળવાની. તેને માટે તપ આચરવું પડશે. આજનું મડદાલ શરીર અને ગોરા ગોરા હાથ તે વખતે કામમાં નહિ આવે. મજબૂત હાથ અને ખડતલ શરીર સિવાય ભારતમાતાને ઉદ્ધાર થવાનું નથી. ભારતમાતા માયકાંગલા યુવકેની સેવા સ્વીકારીને થાકી ગઈ છે, તેથી હવે બત્રીસલક્ષણા યુવકો માટે પિકાર પાડી રહી છે. જેટલા પ્રમાણમાં એવા યુવકનું દળ જામશે, તેટલા પ્રમાણુમાંજ આપણો ઉદ્ધાર થશે. આવા યુવકેએ બે વસ્તુ તે અવશ્ય કરવી જ જોઈશે, અને તેજ તેમનું તપ ગણાશે. જ્ઞાનપૂર્વક ગરીબાઈ સ્વીકારવી પડશે અને બ્રહ્મચર્યને ભેખ લેવો પડશે. હાલના કેટલાક યુવાનની પેઠે પ્રેમના ઓઠા નીચે બેરીના ગુલામ થવાનું તેમને નહિ પાલવે; કારણ કે તેમને તો સમરાંગણમાં ઝઝવાનું છે. આવા યુવકે પહેલાં પિતાના ઘરમાંથી કચરો કાઢી બીજને પિતાનાં ઘર સાફ રાખવાનું કહેશે, તેજ સમાજ તેમનો પડતે બોલ ઝીલી લેશે.
દેશમાં છૂટાછવાયા આવા યુવકે પાકવા લાગ્યા છે; પણ એટલુંજ બસ નથી. સંધબળવિના શક્તિ પ્રકટ નહિ થાય અને શક્તિવિના ક્રાતિ નહિ થાય. માટે આવા યુવકે સંગઠિત થઇને સંધબળ અજમાવે એજ ઈચ્છવા યોગ્ય છે. તે ભારતમાતા ! આવા યુવકદળને એક વીરતા આપ અને પછી જે કે, રૂઢિરાક્ષસી મરે છે કે નહિ અને તારી પરતંત્રતાની બેડીઓ ફડાફડ તૂટે છે કે નહિ?
(તા. ૨૯-૭૨૮ના “આર્યપ્રકાશ” માં લખનાર-મહીજીભાઈ કાળિદાસ પટેલ)
હિંદવાસીઓ! તમે પણ એલ્યુમીનિયમને મેહ જવા દેજે. જર્મનીમાં એલ્યુમીનિયમનાં વાસણો નહિ વાપરવાનો હુકમ કાઢે છે; કારણ કે તે વાસણોથી શરીરમાં ધીમું ઝેર વ્યાપી લોહીની ગતિ મંદ કરે છે અને તેથી હાર્ટ ફેઈલને (હૃદય નબળું પડે અને બંધ પડે એવો રોગ થાય છે, એ ત્યાંના તબીબેને અભિપ્રાય છે.*
હવે કયો કે જોઈએ? જે કનૈયો ગાયો ચરાવતો હોય, ગોરસ પીતો હોય, અસુરને સંહાર કરતો હોય, બ્રહ્મબંસરી બજાવતો હોય, વન વનમાં ફરતે હોય, હાથીના દાંત ખેંચી લેતો હોય, બળથી મલ્લને પિતાના ભુજે હરાવતો હોય એવો કનૈયો જોઈએ છે આજે આપણે દેશને.
કાંધે કામળી, હાથમાં ડાંગ, માથે મુકુટ, ગળામાં વનમાલા; એવો કને આજે ફરીથી ભારત માગે છે. આવ! આવ! એ મુરલીધર કનૈયા, આવ! આવ!! એ મોહન કનૈયા! આજે ભારત તારી રાહ જોઈ રહ્યું છે
(“લોહાણા હિતેચ્છુ” ના તા. ૧૩-૯-૧૯૨૮ના અંકમાંથી)
* આ સેવકને પિતાને પણ વીસેક વર્ષ પર એ વિષે થેક સ્પષ્ટ અનુભવ થયો હતો. ભિક્ષુ અખંડાનંદ
* દેશમાં લફંગા કયા તે જ્યાં ત્યાં મળશે. કયાંક કયાંક જગતગુરુ અને અવતારી પુરુષ માનવા-મનાવવાનું પણ ચાલે છે.
ભિક્ષુ-અખંડાનંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com