________________
શુભસંગ્રહ-ભાગ ચોથો એ પણ લેનિનની પેઠેજ ધારણ કરેલું ઉપનામ છે. તેનું ખરું નામ લીન ડેવિડવિચ બ્રાનસ્ટીન છે. તેને જન્મ ઇ. સ.૧૮૭૯ ની સાલમાં થયા. તે જાતે ખરે રશિયન * યહુદી હતો. તે એક મોટા શ્રીમંત જમીનદાર અને કારખાનાવાળાનો છોકરો હતો. પુત્રનાં લક્ષણ પારણામાંથીજ જણાય છે, તે પ્રમાણે ટ્રોસ્કી સાત વર્ષનો હતો એ વખતે તેનું ભવિષ્ય તેના માબાપને સમાઇ ચૂકયું હતું. એક વખત એક ખેડૂતને ઘેડ ભડકીને નાઠે તે સ્કીના પિતાના ખેતરમાં પેઠો; તેથી તેના બાપના કરે એ ઘેડાને પકડીને બાંધી મૂકે. ઘોડાનો માલીક રડતે અને દેડતો આવ્યો. તેણે બ્રાનસ્ટીન સાહેબને ઘોડાને છોડી દેવા પગે પડીને વિનવણી કરી; પણું બધું ઉંધા ઘડા પર પાણી નાખવા જેવું થયું. બ્રોનસ્ટીન સાહેબે ઉલટે ખેડુત પાસેથી નુકસાની બદલ દંડ માગ્યો. નાનકડો લીન આ બધા પ્રકાર જેતે હતે. ગરીબ બિચારા ખેતપર પોતાનો પિતા જુલમ કરે છે એવું તેના મનમાં કહ્યું ને તે ત્યાંથી જે નીકળ્યો તે ઘેર આવી પિતાની ઓરડીમાં ઓશિકામાં મેં ઘાલી રડતો બેઠે. જમવાનો વખત થયે, ઘંટ વાગે; પણ ભોજનાગારમાં લીનનો પત્તો નહિ. એના બાપના ધ્યાનમાં એ બધે પ્રકાર આવ્યો. લીનને ગુસ્સે થઈ ચાલ્યો જતાં તેણે જોયો હતો. તે પોતાની ઓરડીમાં રડતે બેઠે છે, એવું જ્યારે તેની માએ તેના બાપને કહ્યું ત્યારે તે બોલ્યો કે “એ છોકરાને કહો કે, પેલે ખેડુત પિતાને ઘોડે લઈ ગયો છે ને તેણે એક પાઈ પણ દંડ આપે નથી. આમ તેને કહે, એટલે તે મૂંગેમોઢે જમવા આવશે. અને થયું પણુ તેમજ. સારાંશ, ટ્રેકીને ખેત અને મજૂરવર્ગસંબંધે બચપણથી જ લાગણી ઉત્પન્ન થઈ હતી.
લીન નવ વર્ષનો થયો, ત્યારે તેને ડેરાની નિશાળમાં મોકલવામાં આવ્યો. ત્યાં પણ આ છોકરાએ અનેક પ્રતાપ ગજાવ્યા. આસાને શિક્ષણક્રમ પૂરો થયા પછી લીઓન આગલા શિક્ષણ માટે નિકેલિહ ગામે પિતાના કાકાને ત્યાં આવ્યા. આ કાકાનો પિતાના ભત્રીજા ઉપર તેની બુદ્ધિમત્તાને લીધે બહુ પ્રેમ હતો. બાપનું કડવાપણું અહીં ન હોવાથી લીઓન થોડાજ વખતમાં એક ગુપ્તમંડળમાં પ્રવે. આ મંડળની આગેવાની અલેક્ઝાંડા લેવાની હતી. આ મંડળમાં ઝિક, એવોસ્કી બંધુ ( અલેકઝાંડાના નાના ભાઇ ) વગેરે લેક હતા. અલેકઝાંડા કાર્લ માકર્સના મતની અનુયાયિની હતી. પ્રથમ પુષ્કળ વર્ષ સુધી લીઓનને મત કાર્લ માકર્સની સાથે બધી રીતે મળતા નહોતે. એક વાર તે તેણે ભરસભામાં અલેક્ઝાંડૂાનું કુત્સિતપણાથી ને શિષ્ટાચાર છોડીને અપમાન કર્યું હતું, પરંતુ પછીથી તે કાર્લ માકર્સને કટ્ટર અનુયાયી બને. આ બીના જ્યારે અલેક્ઝાંડ્રાના જાણવામાં આવી, ત્યારે તે તેને ખરી પણ લાગી નહિ. જે અલેક્ઝાંડાની સાથે લીએનની વારંવાર ટપાટપી થતી, તેનીજ સાથે આગળ જતાં તેનું લગ્ન થયું. આ પણ એક ગાયોગજ કહેવાય.
બાપના અને લીનના મતભેદને લીધે તેમની વચ્ચે થોડા જ વખતમાં અણબનાવ થશે. બાપના મનમાં છોકરાએ સિવિલ ઇજીનીયર થવું, એવી ઈચ્છા હતી ને તેવું તેણે લીનને જણાવ્યું પણ ખરું; પણ છોકરાએ દેશની દુઃસ્થિતિ પર એક લાંબુ લચક વ્યાખ્યાન આપીને બાપના કથનને સ્પષ્ટ શ દોમાં નાકબૂલ કર્યું. તેથી “ તારે કાં તો આ પરીક્ષા આપવી જોઇએ કિંવા મારા પૈસાપર ચેન કરવાનું છોડી દેવું જોઈએ ” આ તેને તાકીદને સંદેશે તેના બાપે મોકલે. પછી શું? તેજસ્વી પિતાને તેજસ્વીજ કરે તે ! ત્યાર પછી તેણે માવજજીવ બાપની પાસેથી એક કપર્દિકા પણ લીધી નહિ. ટ્રોસ્કીએ શિક્ષણને રામરામ કર્યા ને ખુલ્લી રીતે ઝારશાહી વિરુદ્ધ ચાલેલી ચળવળમાં સામેલ થયા. બાપની સાથે થયેલી વઢવાડ તેને જાહેર રીતે લેનિન પક્ષમાં જઈ મળવાને કારણરૂપ બની. તેના સુપ્ત તેજને ચમકી ઉઠવાને તે એક અમિસ્ફલિંગજ નીવડી એમ કહેવું જોઈએ.
ક્રાન્તિકારકોની ચળવળમાં પેઠા પછી ટ્રસ્ટના અંગનું તેજ વિશેષ ચમકવા લાગ્યું. તેણે “સાઉથ રશિયન વકર્સ યુનિયન” નામની સંસ્થા સ્થાપન કરીને તે સમતાવાદને ઉપદેશ ખુલ્લી રીતે કરવા લાગ્યા. અજ્ઞાની લોકોને સમતા જોઇતી હોય છે. પણ સમતાવાદ એ શે પદ છે, એ તેમને સમજાતું નથી ને કહેતાં તે બીલકુલ આવડતું જ નથી. આવાઓને કેવળ ભાષણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com