________________
શુભસંગ્રહ-ભાગ ચેાથો
જાહેર કરવામાં રહેલી છે. વર્ષો સુધી એને પક્ષ જોરાવર નહોતો બની શક્ય; છતાં તે નરવીર તેની સ્વતંત્ર માન્યતાઓને મક્કમપણે વળગી રહેવાની હિંમત બતાવી શક્યા. અમલદારશાહીએ
તેને જેલ મોકલ્યો અને વિજયી બનવાને ઘડીભર આનંદ માણ્યો, છતાંયે તે તેની માન્યતાઓમાં d, ચુસ્ત રહેવાની હિંમત બતાવી શક્યો. તેના કાળના ઘણાયે રાજકીય અગ્રેસરો “સુધારાની બક્ષી
સેથી સંતોષ માનવાને તૈયાર હતા; છતાંયે તે હિંમતભેર તેની માન્યતાઓમાં અડગ રહ્યો. તેના ઘણાયે દેશબાંધવો ધ્યેયની અસાધ્યતા જોઈ હતાશ બનતા; છતાંયે તે વીર તેની માન્યતાઓની સિંહગજનાઓથીજ આખા દેશને ગજાવત: છતાંયે તેના હૃદયમંદિરમાં પૂર્વની પ્રજાઓમાં મહિષીસમી હિંદ માતાને તે સિંહાસનારૂક જોતો, તેનાં દર્શન કરતે અને “સ્વાધીન હિંદમાતા’ને જયકાર ગજાવી તરુણોને પ્રેરણા આપતા. તિલક મહારાજ તેના આત્માની ગુફાઓમાં સ્વાધીન ભારતની આરાધના કરતા.
અને, એ અનંત શ્રદ્ધાની સાબીતી તરીકે, તિલક મહારાજે, જીવનની સર્વ ઋતુઓમાં, હિંદને એકજ પ્રાણસંદેશ આપ્યા કર્યો કે “સ્વરાજ મારો જન્મહકક છે અને એ હું મેળવીશ.” તેણે ફરી ફરીને વાણી ટંકાર કર્યા કર્યોઃ “હિંદુસ્થાન સ્વાધીન બનવાની ઈચ્છા દાખવે તે તે જરૂર સ્વાધીન બની શકે છે.”
તિલક મહારાજ નિર્ભયતાની મૂર્તિ હતા. અમલદારશાહીને રૂઆબ તેણે તેડવો. સ્વદેશી અને બહિષ્કારને તેણે હિંદને મંત્ર આપો. રાષ્ટ્રીય શિક્ષણ અને રાષ્ટ્રીય અદાલતોની તેણે ઘોષણા કરી. સત્તાના નશામાં ચકચૂર સરકારનાં પીડનો તેણે હસતે મેંએ સહ્યાં અને છતાં, વાદળાં ભેદીને સૂર્ય પ્રકાશે તેમ, સ્વાધીન ભારતનો તેનો આદર્શ હિંદભરમાં પ્રકાશી રહ્યો અને દેવદૂત દુઃખી માનવીને શાતા આપે તેમ હિંદી તરુણેને શાતા, પ્રેરણા અને સુખ આપી રહ્યો. અનેકાનેક પીડનોએ એને ભાંગી નાખવા મિથ્યા પ્રયત્નો કર્યા પછીયે તિલક મહારાજનું હદય સાબુત રહી શક્યું અને પોતાની માન્યતાઓને સાચવી શક્યું.
આજ શ્રદ્ધાથી એ યોદ્ધો ઝઝમે-જીવનના અંત સુધી અણીશુદ્ધ વીરત્વ જાળવીને. નિષ્ફળતાઓ એના પ્રબુદ્ધ આત્માને ન ડગાવી શકતી. લડવું અને પરાજય મેળવો. એ નિક્રિયતા કરતાં બહુજ બહેતર છે-એ એનું જીવનસૂત્ર હતું અને આજે આપણે જોઈએ છીએ કે, તિલક મહારાજનું જુદ્ધ નિષ્ફળ નથી ગયું; આજે આપણે જાણીએ છીએ કે, તિલક મહારાજ મરણ નથી પામ્યા; આજે આપણે નીરખીએ છીએ કે, તેને આદર્શ જીવે છે, તેની પ્રેરણા હતાશોમાં પ્રાણ પૂરી રહી છે; આજે આપણે અનુભવીએ છીએ કે, તેની શ્રદ્ધાને વિજય થઈ રહ્યો છે; આજે આપણે અનુભવીએ છીએ કે, તેના આપભોગોને પ્રતાપે હિંદ નો અવતાર પામી રહ્યું છે-અને કચ કદમ આગળ ધપી રહ્યું છે. તિલક મહારાજ અમર છે. તિલક મહારાજને, તેમની આઠમી સવંત્સરીએ હિંદી પ્રજાના કટિ કેટિ વંદન હો!
(સાધુ વાસવાણી–“સૌરાષ્ટ્ર” તા. ૧૧-૮-૧૯૨૮ના અંકમાંથી)
८१-२००० वर्ष पहेलां गुम थयेला एक शहेरनो आविष्कार
રગબી, ૩૧ અગસ્ત. પથ્થર યુગ અર્થાત આજ સે પ્રાયઃ ૨૦૦૦ વર્ષ પૂર્વ કા એક ગાંવ, જિસમેં બાકાયદા સડકે, ગલિમેં તથા ઘર મૌજૂદ હૈ, ઓર્કનીજ મેં સ્કેલ ખાડી કે પાસ આવિષ્કત કિયા ગયા હૈ. એડિનબર્ગ વિશ્વવિદ્યાલય કે ઍડ ગાઈન ચાઈડ, જિનને ઈસ કાર્ય મેં બડી સહાયતા કી હૈ, કહતે હૈં કિ યહ આવિષ્કાર પશ્ચિમ યુરપ કે લિયે બડા અધિતીય હૈ. અબ તક ૬ પડે મૌજૂદ હૈ, જિસકે આંગન પથ્થર કે બને હૈ, વહ પર આદિ ક્રિશ્ચિયન યુગ કે પિતૃજાતીય લોગ નિવાસ કરતે થે. સડકે, જિનકે ઉપર પથ્થર થ૫ જડે હૈ ચાર ફીટ સે અધિક ઉંચે નહીં હૈ. એક સ્ત્રી કા પિંજર ૫ ફીટ ૬ ઈચ ઉંચા મિલા હૈ. ઇસ ગાંવ કા પતા પહલે પહલ એક બડે ભારી તૂફાન આને પર લગા થા. (“વિશ્વામિત્ર”ના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com