________________
૨૦૪
શુભસંગ્રહ-ભાગ ચોથો આ પ્રમાણે વિચારણા થયા પછી બાદશાહે કાલિચંદ રાયને પોતાની પાસે બોલાવી તેને શાહજાદી સાથે વિવાહ કરવા માટે કહ્યું. કાલિચંદ રાયે કહ્યું કે –“ શાહનશાહ ! હું બ્રાહ્મણ છું, આ૫ મુસલમાન છે. આ વાત બનવી અશક્ય છે. વળી કદાચ હું પોતે લગ્ન કરવા તૈયાર થાઉં, પણ મારાં સગાંવહાલાં અને નાતજાતવાળા કદી આ વાત સ્વીકારશે નહિ; માટે મહારાજ ! ' મને ક્ષમા કરો. હું આપની આવી મહેરબાની માટે આપનો ઉપકાર માનું છું.”
બાદશાહ–“મારી પુત્રી તારાવિના એક ક્ષણ વાર પણ છ ની શકે તેમ નથી. તેનું શું થાય?”
કાલિચંદ રાય–“ તે ખરૂં મહારાજ ! પણ હિંદુધર્મમાં આવું લગ્ન કરવાની આજ્ઞા નથી; મારો ધર્મ જ રહે અને મારી જીંદગી બરબાદ થઈ જાય. ”
બાદશાહ–બંગાલના બાદશાહને જમાઈ થવામાં છંદગી બરબાદ થઈ જાય? કાલિચંદ રાય-“મહારાજ! માફ કરો.”
બાદશાહે જોયું કે ! કાલિચંદ રાય મારું અપમાન કરી રહ્યો છે. તેણે ગુસ્સે થઈ કહ્યું-“કાલિચંદ! તું મારું અપમાન કરે છે. પરંતુ તેનું માઠું ફળ તારે ભેગવવું પડશે. તેનો કંઈ વિચાર કરી શકે?”
કાલિચંદ રાયે અત્યંત નમ્રતાથી કહ્યું – “મહારાજ! આ વાત મારાથી કદી બની શકે તેવી નથી.”
કાલિચંદ રાય કોઈ રીતે સમજે તેમ નથી, એમ બાદશાહને લાગવાથી તેમણે ગુસ્સે થઈ બહાર ઉભેલા સિપાઈને હુકમ કર્યો કે “ આ બેવકફને એકદમ પકડીને જેલમાં પૂરી દો અને કાલે સવારે તેને ફાંસીએ લટકાવી દે.”
- કાલિચંદ રાયને જેલમાં પૂરી દેવામાં આવ્યો. સવારે તેને ફાંસી દેવાશે એ વાત વિજળી વેગે આખા શહેરમાં ફેલાઈ ગઈ. શાહજાદી આ સમાચાર સાંભળીને કંપી ઉઠી. પોતાના પ્રિયતમને પિતાના માટેજ વધ થશે તે પછી પોતે કેમ જીવી શકશે ? એ વિચારથી તે પાગલ જેવી બની ગઈ.
બીજી સવારે નિયત સમયે કાલિચંદ રાયને જેલખાનામાંથી બહાર કાઢવામાં આવ્યો. ફેજદારને ફાંસી દેવાતી જોવા માટે હજારો મનુષ્યો જેલખાના આગળ એકઠાં થઈ ગયાં. કાલિચંદ રાયને કેટડી બહાર કાઢી ખુલ્લા મેદાનમાં ઉભા કરવામાં આ હતો. ઘાતક હાથમાં તલવાર લઈને બાદશાહનો હુકમ આવવાની રાહ જોઈ રહ્યો હતો, એવામાં શાહજાદી પોતાના પ્રાણાધારનું રક્ષણ કરવા અને તેમ નહિ તો તેની સાથેજ પરલોકની યાત્રા કરવાના ઈરાદાથી ત્યાં આવી પહોંચી. કાલિચંદ રાયને બંદીવાન દશામાં જોઈ તે ભાન ભૂલી ગઈ અને લાજ-શરમ વગેરેને કંઈ પણ વિચાર કર્યા વિના દેડીને તેના કંઠે વળગી પડી.
બસ, કાલિચંદ રાય શાહજાદીને હવે પરણી ચૂ. બ્રાહ્મણની દૃષ્ટિમાં તે પતિત થઈ ગયો. હજારો લોકે આ પ્રેમઘેલાં પંખી એક-બીજાને ભેટી પડેલાં જે પ્રેમનો મહિમા ગાવા લાગ્યાં. બાદશાહને આ સમાચાર મળતાં તે ખુલી તલવારે ત્યાં આવી પહોંચ્યા, પરંતુ નજીક આવતાંજ કાલિચંદ રાય બોલી ઉઠય.-“શાહનશાહ ! હું આપના હુકમ પ્રમાણે ચાલવા તૈયાર છું, આપની પુત્રી સાથે લગ્ન કરવા તૈયાર છું.”
કાલિચંદ રાયનાં આ વચનો સાંભળી બાદશાહનો ગુસ્સો ઉતરી ગયો. સિપાઈને હુકમ થયો“બંધન છોડી નાખો.” શાહજાદી નીચું મુખ રાખી કાલિચંદ રાયની બાજુમાંજ ઉભી રહી હતી. તેને બાશાહે કહ્યું-“બેટા! મહેલમાં જાઓ. તારી ઈચ્છા પૂર્ણ થશે.” કે જયજયકાર કરતા વિખેરાઈ ગયા; પરંતુ એક વાત ખૂબ ચર્ચાસ્પદ થઈ પડી. “ કાલિચંદ રાય વટલાઈ ગયે.”
બીજે દિવસે કાલિચંદ રાયે બાદશાહની સેવામાં હાજર થઈ પિતાનું લગ્ન કરાવવા બ્રાહ્મણોને સમજાવવા માટે થોડા દિવસની રજા માગી. પંદર દિવસ માટે કાલિચંદ રાયને નોકરીમાંથી રજા મળી.
કાલિચંદ રાયે મેટા મેટા પંડિતો અને શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણની એક સભા બોલાવી. તેમાં શાહજાદી દુલારીને શુદ્ધ કરવાના પ્ર”ન મૂકો. પંડિતએ સઘળી વાત સાંભળી લીધી; પરંતુ તે સમયે એક પણ વેદોદ્ધારક ભગવાન દયાનંદ કે હિંદુજાતિનો રક્ષક શ્રદ્ધાનંદ નહોતો એટલે અજ્ઞાનાંધકારમાં ડૂબેલા પોપટીઆ પંડિતોએ નીચે જણાવ્યા પ્રમાણે નિર્ણય આપે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com