________________
૨૨૮
શુભસંગ્રહ-ભાગ ચોથો કરનારને “વ્યાયામપ્રવેશ'ની, બે વર્ષ પૂરાં કરનારને “વ્યાયામપત્ની અને ત્રણ વર્ષ પૂરાં કરનારને વ્યાયામવિશારદ'ની પદવી અપાય છે. આ શારીરિક તાલીમના ઉનાળાના વર્ગને ખાસ ઉદ્દેશ વ્યાયામના શિક્ષકો તૈયાર કરવાનો છે અને તેના પહેલાં ચાર વર્ષમાં બારસે ભાઈઓને તે લાભ અપાઈ શકે છે. શ્રી હનુમાન વ્યાયામપ્રસારક મંડળનો આત્મા કોણ છે ? મંડળના મૂળસ્થાપક વૈદ્યબંધુઓમાંના એક ભાઈ અંબાદાસ પંત વૈદ્ય એ મંડળના આત્મા છે. એમની વય માત્ર ૨૭ વર્ષની છે. જેને આ જમાનાના નમુનેદાર યુવક કહી શકાય તેવા, નિરભિમાની, આદર્શઘેલા, દિવસરાત સંસ્થાની પાછળ તનતોડ પરિશ્રમ કરનારા આ બાંધવને જોઈને કઈ એમ ન માને છે, તે શ્રીહનુમાન વ્યાયામપ્રસારક મંડળ જેવી હિંદની અનોખી વ્યાયામસંસ્થાને આત્મા છે. ભાઈ અંબાદાસ ૫તે આ સંસ્થાની પાછળ જીવન અર્પી દીધું છે. તેણે હિંદુસ્થાનના પ્રાંતે પ્રાંતમાં ભમીને, જોવા જેવી વ્યાયામ સંસ્થાઓની મુલાકાત લઈને એ અનુભવ મેળવ્યો છે અને બીજી બાજુ દશ વર્ષ સુધી વ્યાયામનો બધી દષ્ટિએ શાસ્ત્રીય અભ્યાસ કરી એ વિષયમાં પારંગત બન્યા છે. એ જ્ઞાનસંચય પછી તેમણે વ્યાયામશિક્ષકો માટે ત્રણ વર્ષનો અભ્યાસક્રમ એજ્ય છે અને તે પ્રમાણે સંસ્થામાં શિક્ષણ અપાઈ રહ્યું છે.
શ્રી હનુમાન વ્યાયામપ્રસારક મંડળના આત્મા અંબાદાસ પંત વૈદ્યની સાથે નાના મોટા દોઢસો કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. બધાજ ૧૬ થી ૩૦ વર્ષ વચ્ચેની ઉંમરના, નવલોહીયા, દેશદાઝથી સળગતા જુવાનો છે. બધાની વચ્ચે વર્તતે એકરાગ તાજુબ કરી નાખે તેવો છે. નાનામોટા, શ્રીમંત-ગરીબ વગેરે કઈ પણ પ્રકારના ભેદવિના બધાજ ભાઈઓ વ્યાયામમંદિરમાંનું બધું જ કામ હાથે કરે છે.
જ આ દોઢસો એકલહીયા નવજુવાન દેશભક્ત, અંબાદાસ પંત પછી તેના મુખ્ય સહાયમાં અમરાવતીના પ્રસિદ્ધ ડૉ. શિવાજી ગણેશ પટવર્ધન, લક્ષ્મણ કકડેકર, હરિહર દેશપાંડે, ખેડકર, પાટીલ, પંકે અને સબકાળ વગેરે આવે છે. ડ. પટવર્ધનને માસિક હજાર-દેઢ હજારની તબીબી કમાણી છતાં, તે નિયમિત વ્યાયામશાળામાં હાજરી આપે છે અને તેની વિચારણાઓને દોરે છે. ઉં. પટવર્ધન તેની કમાણીમાંથી પણ તેની પ્રિય સંસ્થાને સારો હિસ્સો આપે છે. ભાઈ હરિહર વામન દેશપાંડે તિલક વિદ્યાપીઠના સ્નાતક છે અને તે “ ફિઝિકલ કલ્ચર ઈન્ફર્મેશન બુરો ” ( શરીરવિકાસની માહિતી પૂરું પાડનારું ખાતું) અને સંસ્થાને સંપાદકીય વિભાગ સંભાળે છે; અને શ્રી અંબાદાસ પંત વૈદ્ય તથા ડે. પટવર્ધનના અનેક સહાયકામાંના હાલ કાઠિયાવાડમાં ભ્રમણ કરી રહેલા ભાઈ લક્ષ્મણ કકકર પણ સંસ્થાનું દરેક કામ સંભાળે છે. ભાઈ હારહર દેશપાંડે અને ભાઈ લક્ષ્મણ કેકડેકરે આ સંસ્થાને જીંદગી અર્પણ કરી છે.
શ્રી હનુમાન વ્યાયામપ્રસારક મંડળનું તંત્ર તેના કાર્યકારી મંડળના હાથમાં છે. તેના અધ્યક્ષ ત્યાંના લેકપ્રિય ડો. પટવર્ધન છે.
આ સંસ્થાના મુખ્ય વ્યાયામમંદિર-શ્રીહનુમાન વ્યાયામમંદિરમાં નાના મોટા કુલ ૬૦ તે અધ્યાપકો છે. આ બધા અધ્યાપકોની ખાસ વિશિષ્ટતા એ છે કે, તેમાં દરેક વ્યાયામવિદ્યાના એક એક વિભાગને ખાસ નિષ્ણાત (સ્પેશિયાલિસ્ટ)જ હોય છે. બધા જ અધ્યાપકે કશું વેતન લેતા નથી.
આ સંસ્થા તરફથી બીજી જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તેમાં (૧) ફિઝિકલ કલ્ચર ઈન્ફર્મેશન બુ, (૨) વ્યાયામ વસ્તભંડાર, એ મુખ્ય છે. આ સંસ્થાને અમરાવતીની મ્યુનિસિપાલિટિ રૂા. ૪૦૦ ની વાર્ષિક ગ્રાન્ટ આપે છે.
શ્રીહનુમાન વ્યાયામપ્રસારક મંડળના ભાવનાભક્ત અને ઉત્સાહભર્યા જુવાન ચાલકોને તેમના પરિશ્રમને આ સુંદર પરિપાક આવેલ જોઈ મંડળને માટે એક પ્રમુખ વ્યાયામમંદિર હોવાનો મને રથ જાગે. તેમણે એ મનેરથને સિદ્ધ કરવા કમર કસી. તેમનું કામ તો ક્યારનુંયે વરાડભરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com