Book Title: Shubh Sangraha Part 04
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 239
________________ ૫જામકેસરી લાલા લજપતરાય ૨૩૧ એટલે અભ્યાસ દરમિયાનજ એણે મહર્ષિ દયાનંદના ગુંડા નીચે દેશના સૈનિકતરીકે પેાતાની ભરતી કરી દીધી. ૧૮૫૭ના ગદરના પ્રથમ સ્વાતંત્ર્યયુદ્ધમાં આકરા પરાજય મળ્યા પછી હિંદી પ્રજા નિરાશ ને ભમહૃદય બની હતી; અંગ્રેજી કારભારીઓની અસર નીચે હિંદુસ્તાનના મનુષ્યત્વના ધીમે ધીમે પણ સ્થિરગતિએ નાશ થઈ રહ્યો હતા; ખડિયામાં ખાપણ લઇને ભમનાર શૂરા યાદ્દાએની અને સ્વાધીનતાના પ્રેમમાં દુનિયામાં કાઇથી ઉતરે નહિ એવા બહાદૂર સ્વાતંત્ર્યપ્રેમીએની કામ કારકુના અને મહેતાએની કેામ બની રહી હતી. એ જે જેમ દયાનંદ ઉકળી ઉડ્ડો ને એ વિનાશક્રિયાને અટકાવવા કમર કસી; તેમ તેના અનુયાયી લજપત પણ ઉકળી ઉઠો, તે જો જીંદગીની કુરબાનીથી આ ક્રિયા અટકી પડતી હૈાય તે તે રીતે પણ તે અટકાવવા કટિબદ્ધ થયા. લજપતરાયના એ જુવાનીના દિવસે માં જાખમાં આસમાજનું પરિબળ હતું. લડાયક જીસ્સાથી ઉભરાતા આ સમાજીએ દયાનંદના મેધ મુજબ ભારતીય પ્રજાના નવવિધાનના કાર્યાંમાં એકાગ્ર બન્યા હતા. એ કાર્યની ત્રણ પંજાબી જીવાતાએ સરદારી લીધી, લાલા હંસરાજ, ગુરુદત્ત વિદ્યાર્થી અને લાલા લજપતરાય, આર્યસમાજના આ ત્રણે સરદારેા, જેમને પૂરાં વીસ વર્ષ પણ નહેાતાં થયાં, જેમના હૈાં ઉપર મૂછના દ્વારા પણ નહેાતા છુટયે એવા ભાવનાભિખ્ખુ જીવાને હતા. જુવાન ! જગતનું પુનઃવિધાન કરવાની જુમ્મેદારી તારે શિરે છે; નૂતન જગતનું સન તારે હાથે થવુ જોઇએ ' એ યુગાદેશને લજપત, હંસરાજ અને ગુરુદત્તની ત્રિપુટિએ બરાબર ઝીલ્યા અને પંજાબમાં પ્રથમ સામાજિક અને ધાર્મિક સુધારણાનું કામ હાથ લીધુ. " નવયુગના સંદેશવાહક સરખા એ ત્રણે જીવાનાએ, મુદ્દાઓમાં પ્રાણ પૂરતી, સ્વાધીનતાને માટે શાણિત માગતી એ અજબ પ્રેરણાવત વાણીના બળે પંજાખીને ખડેા કરી દીધેા. ત્રણે જીવાને અભ્યાસ કરતા, વિદ્યાલયમાં મેખરે રહેતા, ભાષણા કરવા ભટકતા, વેદાના વાદવિવાદ કરતા અને આજે લાહેર તે! કાલે હીસાર એમ સત્ર ભટકીને આગામી જંગને માટે જનસમુદાયને ઢઢાળતા. હુંસરાજ યાજનાએ યેાજતા, ગુરુદત્ત પ્રેરણા અર્પતા અને લજપતરાય ક`વીરના વેગથી એ યાજનાઓને સ્થૂલાકાર આપતા. આમ સ્વામી દયાનંદ પછી આ સમાજની સસ્થા અને પ્રવૃત્તિને આ ત્રણે જણે એટલી ચેતનવંત ને પ્રખળ બનાવી મૂકી કે એ સંસ્થાના સર્જનહારતરીકે મહર્ષિ દયાનંદ પછી કાઇનું નામ મૂકી શકાય તેા એ ત્રિપુટીનુ જ. પેાતાની ભાવનાના ર્ગ, અંતરનું જોમ, અંગનું ચેતન અને કમાણીનું સઘળું ધન એ પ્રવૃત્તિ પાછળ રેડી રેડીને એ ત્રણે જીવાનાએ પજાબમાં સામાજિક, ધાર્મિક અને કેળવણીનાં નવસર્જન માંડવ્યાં, એમના અદમ્ય ઉત્સાહ ને અથાક પરિશ્રમે ૧૮૮૬ના જીનની પહેલી તારીખે લાહારમાં યાન ગ્લે વૈદિક કૅાલેજ'નેા પાયા નંખાયે. હિંદી ભાષાના પ્રચાર કરવા, સંસ્કૃત અને અંગ્રેજી જ્ઞાન ફેલાવવુ તથા ઔદ્યોગિક જ્ઞાનપ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરવા-એવા ઉદ્દેશથી પંચનદોના મુલકમાં મંડાયેલી આ કાલેજ તે કાળે તેા પંજાબમાં એક અને અદ્વિતીય હતી અને આજે પણ વિદ્યાર્થી સંખ્યા અને શિક્ષણુની ઉત્તમતામાં તે સૌથી પહેલી ઉભી છે. લજપત, હંસરાજ તે ગુરુદત્તની ત્રિપુટએ તે આ કૉલેજ સરકારી શિક્ષણુખાતાથી સ્વતંત્ર રહીને રાષ્ટ્રપ્રેમના પાઠ શીખવતા રાષ્ટ્રીય શિક્ષણના પ્રયેાગ કરવા કાઢેલી; પણ આ ભાવના પૂર્ણપણે પાર ન ઉતરી. આજે એ કાલેજ પંજાબ યુનિવ સિટિ સાથે જોડાયેલી છે; પણ એ છતાં, ત્રણ જુવાનિયાએ એક કૉલેજ સ્થાપે અને તેના પાયા આવા સુદૃઢ નાખે, એ વસ્તુ તો દુનિયાના ઇતિહાસમાં પણ વિરલ છે. લજપતનું ધડતર એવાં જબ્બર કામે આરંભી શકે અને પાર ઉતારી શકે એવી અસામાન્ય ધાતુતું હતું. દરમિયાન પ ંજાબ યુનિવર્સિટિની કાયદાની પદવી લઇને લજપતરાયે હીસારમાં વકીલાત માંડી દીધી હતી. કુનેહભરી વેધકબુદ્ધિ અને તેજસ્વી વક્તૃત્વશક્તિને પ્રભાવે તેણે પેાતાના ધંધામાં સારી પ્રતિષ્ઠા જમાવી અને હીસારના વકીલેામાં અગ્રણીપદ મેળવ્યું; પણ ધંધા કરતાં તેને ખીજી ઉચ્ચતર વસ્તુની પરવા-લગની વધુ હતી, એટલે સમૃદ્ધિની છેાળા ઉડાડતી વકીલાતના ધંધાની મહત્ત્વાકાંક્ષા ત્યજીને તેણે પ્રાંતના સમુદ્ધારના કામાંજ જીવનશક્તિ ઠાલવવા માંડી. અહીં પણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416