________________
વ્યાયામપ્રેમીઓનું યાત્રાસ્થાન-અમરાવતી મશહુર થઈ ગયું હતું, એટલે તેમના વ્યાયામમંદિરના મંડળમાં વગરમાગ્યા પૈસા આવવા લાગ્યા. અમરાવતીની મ્યુનિસિપાલિટિએ મકાનમંડળમાં સાત હજાર રૂપિયાની મદદ આપી, ૧૯૨૬ ની સાલમાં પંદરેક હજારને ખર્ચો ભવ્ય વ્યાયામશાળા તૈયાર થઈ. સાતસો વિઘાથીઓ સાથે કસરત કરી શકે એટલાં વ્યાયામસાધને તેમાં વસાવ્યાં અને ૧૯૨૬ના ડિસેમ્બરમાં મહાત્માજી ગૌહતી–મહાસભામાં હાજરી અપવા જતા હતા ત્યારે તેઓશ્રીએ અમરાવતી ઉતરી એ વ્યાયામમંદિરને ખુલ્લું મૂકવાની ક્રિયા કરી.
આ વ્યાયામમંદિરની પાછળ તેના સંચાલકોનાં અનેક સ્વઓની સછિ ઉભી છે. આ વ્યાયામમંદિરમાંથી હિંદભરમાં વ્યાયામપ્રવૃત્તિ બનાવવાના, હિંદની પ્રત્યેક ભાષામાં વ્યાયામનું સાહિત્ય પ્રગટ કરવાના, હિંદની યુવક પ્રવૃત્તિની લગામો હાથમાં લેવાના અને વ્યાયામમંદિરને હિંદને માટે વ્યાયામ મહાવિદ્યાલય બનાવવાના તેના સંચાલકોના અભિલાષ છે.
પણ ગયા પહેલાંના મહિનામાં દૈવયોગે તેમના માર્ગમાં એક જબ્બર અંતરાય આવ્યો છે. જુન માસમાં અમરાવતીમાં મેઘરાજાએ દારુણ તોફાન મચાવ્યું. તેમાં તેમના પ્રાણસમા આ વ્યાયામમંદિરને પણ ભારે જફા પહોંચી છે. પંદર હજારને ખર્ચે બેજ વર્ષ પહેલાં તૈયાર કરેલા એ મંદિરનો ઉપરના માળ વરસાદના તોફાને તારાજ કરી નાખે, તેમજ મકાનમાંનાં તમામ વ્યાયામસાહિત્ય અને વ્યાયામગ્રંથનું સત્યાનાશ વાળી નાખ્યું. મંડળને પંદરથી વીસ હજારનું નુકસાન થયું.
કાઠિયાવાડી નૃપતિઓ અને શ્રીમંતોને, હિંદુસ્થાનની આવી અજોડ સંસ્થાના પ્રમુખ વ્યાયામમંદિરના પુનરુદ્ધાર માટે યથાશક્તિ ફાળો આપવાને ધર્મ છે.
હિંદુ મહાસભા પણું આ મંડળપ્રત્યે બહુજ આદર ધરાવે છે. હિંદુ મહાસભા તરફથી હિંદમાં જ્યાં જ્યાં અખાડાઓ સ્થાપવાના હોય ત્યાં ત્યાં આ મંડળના વ્યાયામશિક્ષકોનેજ મોકલવામાં આવે છે. આજસુધીમાં બંગાળ, મધ્યપ્રાંત, મહારાષ્ટ્ર, બિહાર, સંયુક્ત પ્રાંત, કર્ણાટક, ખાનદેશ વગેરે પ્રાંતોમાં આ મંડળના ભાઇઓ કામ કરી આવ્યા છે અને વરાડની તમામ મ્યુનિસિપલ શાળાઓમાં આ સંસ્થામાં તાલીમ પામેલા ભાઇઓનેજ કસરતશિક્ષક તરીકે લેવામાં આવે છે.
આ મંડળ તરફથી થોડાજ માસ પહેલાં રૂા. દશહજારના ખર્ચે એક છાપખાનું ખરીદવામાં ' આવ્યું છે. મુદ્રણાલય વસાવવાને મુખ્ય હેતુ વ્યાયામનું વામય પ્રસિદ્ધ કરવાના છે. મંડળ તરફથી વ્યાયામ સર્વસંગ્રહ પ્રસિદ્ધ કરવાની પણ યોજના છે. તેને અંગે કેટલુંક લખાણ તૈયાર પણ થઈ ગયેલું; પણ ગયા તોફાનમાં વ્યાયામમંદિર તારાજ થયું તેની સાથે એ બહુમૂલ્ય લેખે પણ નાશ પામ્યા. હવે તો વ્યાયામમંદિર ફરી વાર ઉભું કરી, મંડળના સંચાલકે તેમનાં સ્વપ્નોની સિદ્ધિની દિશામાં પુનરિ ૩૪ કરશે.
૪ વ્યાયામપ્રેમનું આંદોલન આજે હિંદુસ્થાનભરમાં પૂર્ણ વેગથી પ્રસરી રહ્યું છે. ઠેરઠેર બજરંગઉપાસનાનો બલધમ સ્વીકારનારા જુવાનો નજરે ચઢે છે. સૌરાષ્ટ્ર પણ બજરંગ-ઉપાસનાને બલધર્મ સમજતો જાય છે. તેના જવાનામાં શરીરજમાવટના શાખ વધતો જાય છે. તેનાં પાટનગરમાં વ્યાયામમંદિર ઉધડી રહ્યાં છે. ભાવનગર, અમરેલી, રાજકોટ, રિબંદર, ધોરાજી વગેરે શહેરમાં નિષ્ણાત વ્યાયામપ્રેમીઓ અખાડાઓ ચલાવી રહ્યા છે. બીજા સ્થળે એ અખાડાની માગણી થઈ રહી છે. આમ સૌરાષ્ટ્રમાં અખાડાવૃત્તિ વિસ્તરતી જાય છે, ત્યારે તેને એક શિસ્ત નીચે લાવવા, બધા અખાડાઓમાં એકજ ધોરણ દાખલ કરવા. સૌરાષ્ટ્રની વ્યાયામપ્રવૃત્તિનું નેતૃત લેનારી અમરાવતીના આ હનુમાન વ્યાયામપ્રસારક મંડળ જેવી કેાઈ મધ્યસ્થ સંસ્થાને જન્મ નહિ થાય ? સૌરાષ્ટ્રના સ્વામી રાવ, માંકડ, ભગવાનજી વગેરે એ જરૂરતને વિચાર કરે અને આ વ્યાયામમંડળના અહેવાલમાંથી પ્રેરણા લઈ એકાદ મધ્યસ્થ સંસ્થા સ્થાપી સૌરાષ્ટ્રભરમાં વ્યાયામ પ્રચારે એવી આશા સાથે આ પરિચય–લેખ સમાપ્ત થાય છે.
(“સૌરાષ્ટ્ર' તા-૧૧-૮-૧૯૨૮ ના અંકમાંથી) Geese
x
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com