________________
૨૩૮
શુભસંગ્રહ-ભાગ ચોથો થયેલાઓને કારાગૃહમાં સંદેશો પહોંચાડવો કે “મારી જરૂર પડે ત્યારે તૈયાર જ ઉભો છું; અત્યારે નથી આવતો, કેમકે મને ના પાડવામાં આવી છે.”
પિતાના પર ઘેરાતાં વાદળાંની વાત વધવા લાગી. ૧૮૧૮ને કાળે કાયદો ઉઘાડીને વાંચી જોયો, માથું ધૂણાવ્યું: “ના, ના, આમાં જણાવેલું મેં કદીજ કર્યું નથી. મને પકડે જ નહિ. હું એવો કયો મોટો માણસ !”
છતાં અફવાઓ વધવા લાગી. કદાચ ગામતરૂં કરવું પડશે એવું માનીને લાલાજીએ તૈયારી કરવા માંડી. તૈયારી શી શી કરી ?
૧-પત્ની તે બહાદૂર છે, એ નહિ મુંઝાય. એ તો બચ્ચાને હિંમતથી ઉછેરશે, એની મને ચિંતા નથી.
૨-પિતાજીને પ્રેમ અપરંપાર છે. એ ડોસે મૂરી ઝૂરીને મરશે; માટે એના પર હિંમત દેનારે પત્ર લખી કાઢઃ
“વહાલા પિતાજી!
મારી ગિરફતારીની અફવાઓ જોરથી ચાલી રહી છે. એ કેટલી પાયાદાર છે તે ખબર નથી, છતાં આપને વિનયપૂર્વક પ્રાર્થના કરું છું કે, મારા પર ચાહે તે વિપત્તિ પડે, આપ ગભરાશો નહિ. અગ્નિ સાથે ખેલનારનું કવચિત મેં દાઝે, તેથી શું થઈ ગયું? રાજસત્તાનાં કૃત્યોપર ટીકા કરવી એ અગ્નિ સાથેની રમત રમવા બરાબર છે. મને બીજી કશી ફિકર નથી. માત્ર આપની ઉપર પાછળથી આવી પડનારી મુશીબતોની ચિંતા છે; માટે મને ખાત્રી આપે કે, મારી ગિરફતારથી આપ ગભરાશો નહિ. હંસરાજ, ગુરુદાસ અને અમુલખરામ જેવા કેદમાં ગયા છે, તે હું બિચારા શી ગણત્રીમાં ! ગમે તે થાઓ, પણ કાયરતા દાખવવાનું આ ટાણું નથી. ઉલટું જે કાંઈ ગુજરે તે મર્દની રીતે રહેવાનું છે x x x મને કશી વ્યાકુળતા નથી. આપ પણ મારી કશી પરવા કરતા નહિ.
લિ આપને નમ્ર સેવક-લાજપતરાય ૩-બીજા પ્રાંતના નેતાઓને તેમજ વિલાયતના મિત્રને પંજાબની દમનનીતિ વિષે વાકેફ કરનારા કાગળો લખ્યા.
૪–તે દિવસ અદાલતમાં કશું કામ તે નહતું, પરંતુ એક અસીલે અમુક વ્યવસ્થા કરવા માટે રૂ. ૩૫૦ બે દિવસ ઉપર આપેલા, તેની વ્યવસ્થા કરવા પિતે તૈયાર થયા. ગાડીની વધ દીધી; ત્યાં તે બે પોલીસ અમલદાર આવીને ઉભા રહ્યા: “આપને કમિશ્નનર સાહેબ યાદ કરે છે.”
શા માટે?”
એ ખબર નથી.” લાગ્યું કે, લોકોને ઉશ્કેરાટ શાંત કરવાના કામમાં મદદે બોલાવતા હશે, કહ્યું: “હમણાં અદાલતમાં જઇને વળતાં મળી જાઉં છું.”
“ પણ લાલાજી ! હમણાં જ કામ છે, થેડી જ મિનિટનું.”
લાજપતરાય વહેમાયા, કંઈક આફત છે. સ્મિત કરીને કહ્યું: “બહુ સારૂં, ચાલે. મારી ગાડીમાંજ સૌ જઈએ.”
| વિપત્તિના પ્રવાસ પર લાજપતરાય સ્મિત કરતા ચાલ્યા. ત્યાં તે સામે બીજા અંગ્રેજ અમલદારોની ગાડીઓ મળી. કુદી કુદીને એ બે ગોરાઓ લાજપતરાયની ગાડીની પગથીપર ચઢી ગયા. લાજપતરાયે પિલિસના ઉપરી રંડલને તે પિછાન હેવાથી કહ્યું “અંદર આવી જાઓને!” આમ બે મિનિટમાં પિોલીસ કચેરીએ પહોંચ્યા.
કમિશ્નરે ગવર્નર જનરલ તરફથી આવેલો કાળાપાણીનો હુકમ દેખાશે. લાજપતરાય હસીને બોલ્યા- “તૈયાર છું.”
કાઇને મળવું છે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com