________________
ધર્મના ઈજારદારને
૨૭ કલંક ક્યાંસુધી ટકી શકશે ? અમારા પ્રાચીન ઇતિહાસના જ્યોતિર્મય અધ્યાયોને અમારી આધુનિક અકર્મયતા, અમારી આધુનિક કલુષિત મનોવૃત્તિઓ ક્યાંસુધી મલિન કર્યા કરશે? સંસારની બીજી જાતિ, સંસારના બીજા ધર્મોના અનુયાયીઓ-કે જેમનું અમારા ઉન્નતિના જમાનામાં કંઈ અસ્તિત્વજ નહોતું. તેઓ અમારા આ ભીષણ પતનને જોઈને અમારી જાતિયતા અને ધાર્મિકતાની કયાં સુધી મશ્કરી કરી શકશે ? આ સભ્યતાના યુગમાં અમારી અસભ્યતાના અંધકાર કે જેને તમે બળપૂર્વક અમારા શિર ઉપર ઠેકી માર્યો છે, તે ક્યાં સુધી અમને પથભ્રષ્ટ કર્યા કરશે ? એને જવાબ સુંદર અને કલ્યાણકારી છે. સંસારને ઇતિહાસ અમારી શુભ આકાંક્ષાઓને બહુ કાળથી પુષ્ટિ આપે છે. આજે અમારી ધાર્મિક સંસ્થાઓનું જે પ્રમાણે ધામક પતન થ તેના જેવુંજ મધ્ય યુરેપના ઐતિહાસિક સમય(મિડલ એજ )માં રોમન કેથેલિક સંપ્રદાય અને તે સંપ્રદાયની ધાર્મિક સંસ્થાઓનું થયું હતું. આજે જે પ્રમાણે અમારા ઘણુંખરા પંડયા-પૂજારી અને મહું તેનું નૈતિક અને આધ્યાત્મિક પતન થયું છે, તેના જેવું જ તે સમયના રોમન કેથોલિક પાદરીઓનું પણ થયું હતું. આજે જેમ પંડ્યા, પુરોહિત અને મહંતોને વૈતરણી પાર કરાવવાને અને પાપનો નાશ કરાવવાનો ઇજારો મળી ગયે છે, તેમ તે સમયમાં પાદરીઓ પણ અભણ લોકોને સ્વર્ગની ટીકીટ વેચાતી આપીને સ્વર્ગનું દ્વાર ઉઘાડી આપતા હતા. તાત્પર્ય એ છે કે, હાલમાં જેમ હિંદુજાતિની ધાર્મિકતા ઉપર અંધારાં છવાયાં છે, તેજ પ્રમાણે મધ્ય યુરોપના એ ઐતિહાસિક સમયમાં રોમન કેથલિક ધર્મનું વાતાવરણ ભયંકર અંધકારથી છવાયેલું હતું. પરિણામે લોકોના હૃદયમાં પિપ સામ્રાજ્યની વિરુદ્ધના ભાવો પેદા થવા લાગ્યા અને તે પ્રથમ વ્યક્તિગત રૂપમાં પ્રગટ થયા. ત્યારબાદ વ્યકિતરૂપમાંથી સમષ્ટિરૂપમાં ફેરવાઈ ગયા અને લેકના હૃદયમાં પપ તથા રોમન કેથલિઝમની વિરુદ્ધમાં હીલચાલ ચાલવા લાગી. આ હીલચાલની સાથેજ યૂથરના પ્રોટેસ્ટંટ-સમાજનો આવિર્ભાવ થયો અને આજે યૂરોપનો મોટો ભાગ પ્રોટેસ્ટંટ ધર્મને માને છે. હિંદુધર્મના પતનનો ઇતિહાસ તે સમયના રામન કેથલિક ધર્મના ઇતિહાસને બરાબર મળતો આવે છે. એ પ્રોટેસ્ટંટ ધર્મ એક સુધારક સંપ્રદાય હતો. હિંદુધર્મની પતિત દશામાં પણ આર્યસમાજ-બ્રહ્મસમાજ વગેરે સુધારક સંપ્રદાયની ઉત્પત્તિ થઈ છે. જે નિષ્પક્ષભાવે કહીએ તે આજે હિંદુજાતિની જાગૃતિનાં જે ચિઠ્ઠો દેખાય છે તેનું ઘણુંખરૂં શ્રેય આર્યસમાજને જ છે. અમારા અંતરમાં આર્યસમાજપ્રત્યે શ્રદ્ધા છે; કેમકે તેનામાં ત્યાગ, સાહસ, પુરુષાર્થ, વીરતા અને જીવન છે.
અમે ઉપર કહી ચૂક્યા છીએ કે, અમે મંદિરોના વિરોધી નથી. અમે સાથે સાથે એ વાત પણ કહીએ છીએ કે, અમે મૂર્તિપૂજાને ખરાબ માનતા નથી. આ સ્થળે અમે એ પણ કહી દેવાનું અમારૂં કર્તવ્ય સમજીએ છીએ કે, અમે પુરોહિત, પંડયાઓ અને મહંતોના એટલે સુધી વિરોધી નથી કે જ્યાં સુધી તેમના મુંડા સ્વાર્થોમાં હિંદુજાતિનાં સાર્વજનિક હિત અને હિંદુધર્મનો નાશ ન થાય. અમે હરગીજ નથી ઇચ્છતા કે મઠાધિપતિઓ, પંડયાઓ અને પૂજારીઓને કોથળામાં બાંધીને હિંદી મહાસાગરમાં ડૂબાવી દેવામાં આવે. પરંતુ અમે એ પણ નથી ઇચ્છતા કે આજે ધાર્મિકતાને નામે વ્યભિચારનાં તાંડવનૃત્ય ખેલાય; હિંદુધર્મની અનંત છાયામાં અસામ્ય, ધૃણા, તિરસ્કાર અને અપમાનનાં દારુણ દશ્યો ખડાં કરવામાં આવે; ભગવાનને ભક્તિપૂર્ણ અંજલિ ચઢાવવા ઇચ્છતા અંત્યજ કહેવાતા હિંદુઓ લંપટ અને ગુંડા જેવા પંડયા-પૂજારીઓને લીધે પિતાની ધાર્મિક ઉત્કંઠા પૂર્ણ કરી ન શકે. અમે એ પણ કદી સહી શકીશું નહિ કે, એક બાજુ અમારાં મંદિરો લૂંટાય, તેમાંની મૂર્તિઓ ગુંડાઓને હાથે ભંગાય, પૈસાને ખાતર સંગઠ્ઠનનું કાર્ય કરનારાઓ અને ધાર્મિક પ્રચારકોને અભાવ રહે અને બીજી બાજુ હિંદુજાતિ અને હિંદુસમાજના પૈસાનો મોટો ભાગ પંડયા-પૂજારી અને મઠાધિપતિઓ મોજશેખમાં ઉડાવે તથા સમાજમાં વ્યભિચાર ફેલાવીને તેને ભયંકર પતનના ખાડામાં નાખી દે. અમે તો આજે બ્રાહ્મણ સમાજ તથા હિ પુરોહિત, પંડયાએ અને મહત વગેરેનું ધ્યાન હિંદુજાતિના આ ભીષણ પતન તરફ ખેંચીએ છીએ અને સાથે સાથે તેમને વિશ્વાસ આપીએ છીએ કે, આપ આપની સુધારણ કરે; નહિ તે હિંદુજાતિની ભાવિ કાન્તિમાં આપનું અસ્તિત્વ નાબુદ થઈ જશે. આજસુધી હિંદુજાતિના ઉત્થાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com