________________
૨૨૨
શુભસંગ્રહ-ભાગ ચેાથે
www
હાથ નીચે કરીને એજ મુજબ બીજો હાથ ઊંચે રાખવામાં આવશે. તેને હાથ નિર્જીવ જેવો થઈ ગયો હતો અને બટ્ટમને તપાસ કરતાં સાધુનું કહેવું ખરું જણાયું હતું. બીજો એક ફકીર હમેશાં બાણશયા ઉપર બેસી રહીને જ જીવન વીતાવતો હત-જ્યારે એક ફકીર ત્રીસ વર્ષ થયાં બીલકુલ બેઠે નહોત. બર્ફોમને બીજા બે સાધુઓ મળ્યા હતા. તે પિતાના બંને હાથને કેટલાંય વર્ષોથી આકાશમાં ઉંચાજ રાખી ચાલતા હતા અને તેને પૂરાવો તેની આંગળીઓના નખ, હથેળી વિધીને આરપાર નીકળી જઈને વધ્યા હતા તે ઉપરથી મળતો હતે. તે સાધુઓ કહેતા કે, આ બધામાં આશય માત્ર એટલેજ છે કે, શરીર કરતાં મનને વધારે શક્તિવાળું બનાવવું, ઈંદ્રિય ઉપર જય મેળવો, એજ તેમના ધર્મનું ફરમાન હતું.
ઘણાં વર્ષોથી વિલાયતી જાદુગરો અને વૈજ્ઞાનિકો આ ચમત્કારોના ખુલાસા મેળવવા મગજ કરી રહ્યા છે. આગ ઉપરથી ચાલવાના પ્રયોગે વિલાયતી જાદુગર ફતેહમંદીથી કરી શક્યા છે, જ્યારે દેવતા ચાવ અને ઓગળેલી ધાતુ ખાઈ જવી, એ તો હવે જુની વાત ગણાય છે.
આગ ઉપર ચાલવાના જે પ્રયેગા અંગ્રેજ જાદુગરે કરી બતાવે છે તેનું વર્ણન ત્રણેક વર્ષ ઉપર “માઈ મેગેઝિન” નામના માસિકમાં આવ્યું હતું. તેને આશય એ હતો કે, દેવતા ઉપર ચક્કસ જાતનું ખનીજ પાથરી દેવાથી તે ગરમીને લીધે લાલચોળ થઈ જાય છે, છતાં ઉપરથી ટાઢુંજ રહે છે. આવું ખનિજ પાથરીને દેવતા ઉપર ચાલવાથી પગને કશી આવતી નથી; પણ હિંદુસ્તાનના સાધુઓ દેવતા ઉપર આવું ખનીજ પાથરીને ચાલતા હોય અને પ્રેક્ષકેની આંખમાં ધૂળ નાખવા ફરતા હોય એ ન માની શકાય એવું છે. ઓગળેલી ધાતુ ગળી જવાની સાધુઓ અને ફકીરોની ચમત્કારિક રીતની નકલ વિલાયતના સરકસવાળાઓ કરે છે, તેમાં પણ બહુ ભેદ છે. કેટલીએક ધાતુનાં મિશ્ર એવાં બને છે, કે જે ગરમ અથવા ઉકળતા પાણીની મદદથી પણ ઓગળી જાય. મેટાં કારખાનાંઓમાં અકસ્માત આગ લાગે ત્યારે કંઈ પણ માણસની મદદવગર આગ ઉપર પિતાની મેળે પાણી ઈટાવા માંડે. એટલા માટે “ઓટોમેટિક અિંકલસ' રાખવામાં આવેલા હોય છે. તેમાં ઉપર કહી તેવી મિશ્ર ધાતુ વાપરેલી હોય છે અને એ ધાતુ સાધારણ ગરમીથીજ ઓગાળી શકાય એવી હોવાથી ઓરડામાં કે “ગોડાઉનમાં ગરમી વધતાંજ ઓગળી જાય છે અને પાણીના નળનું ઢાંકણું ખુલ્લુ કરી દે છે. આવી ધાતુ ઓગળતાં બહુ ગરમ થતી નથી, તેથી જાદુગર એવી ધાતુ ઓગાળીને મોઢામાં નાખે તો દાઝવાનો સંભવ રહેતું નથી, પણ “એશિયાટિક” સાધુઓ અથવા ફકીરો ધાતુઓનાં આવાં “લે મેડિંટગ પેઈન્ટ’નાં મિશ્રણ વાપરતા હશે કે કેમ, એ મેટો સવાલ છે. વિલાયતી જાદુગરો નકલ કરી પ્રેક્ષકોને ભલે, ફસાવે પણ અસલ તે હજી અજ છે.
શ્રીસ્વામી શ્રદ્ધાનંદના હરદ્વાર ગુરુકુળના બે ત્રણ બ્રહ્મચારીઓ રહેમાન બે જેવાજ પ્રયોગ કરે છે અને એક તો ગયે વર્ષેજ પિતાના પ્રયોગથી વિલાયતી ડોકટરને આશ્ચર્યચકિત કરવા માટે ગયો છે.
વાચકને યાદ હશે કે, મુંબઈમાં છે. રામમૂર્તિ સાથે આવેલા એક સંન્યાસીએ એક મહિના પહેલાં જ દુનિયામાં કાતીલમાં કાતીલ ઝેર ‘એસિડ હાયડો સાયનિક’ (મુસિક ઓસડ ) એક ડૉકટરની હાજરીમાં એક્ષેલસિયર થિયેટરમાં હજારો પ્રેક્ષકોની વચ્ચે પી બતાવ્યું હતું અને છતાં તેને કશી પણ અસર થઈ નહોતી. સ્ટ્રોંગ સક્યુરિક, હાઈડ્રોકારિક અને નાઈટ્રિક એસિડ પણ તેણે પી બતાવ્યો હતે, છતાં પણ કશું નુકસાન થયું નહોતું. સીસું ઓગાળીને એ સાધુ પીત હતું. તે મેટિંગ પોઈન્ટવાળ એલોય વાપરતે નહિજ હોય.
- વિજ્ઞાન આવી તો હજારો બાબતોના ખલાસા આપી શકે એવી સ્થિતિમાં હજી આવી શકયું નથી અને તેથીજ ગુંચવાયેલા વૈજ્ઞાનિકોની એક મંડળીએ પિતાના બધા ગુંચવાડાઓને ભેગે સંગ્રહ પુસ્તકરૂપે છાપી નાખ્યો છે અને તેના ઉકેલની રાહ જોતા બેઠા છે. (“ગુજરાતી”ને ખેતીવાડી અને ઉદ્યોગહુન્નરના અંકમાં લેખક:-શ્રી. મોહનલાલ માણેકલાલ ઝવેરી.) જ કરારનવા કપ રવાવિ
પાતંજલ યુગદર્શનમાં આગ, પાણી, કાદવ, કાંટા વગેરે પર ચાલવા માટે ઉદાનવાયુપર જય મેળવવાનું લખ્યું છે. ઉદાન આપણું શરીરમાં એક વાયુ છે. આવી જ બીજી અનેક સિદ્ધિઓ અહિંસા, સત્યવાદી૫ણું વગેરેની હકીકત પણ એ શાસ્ત્રમાં જણાવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com