________________
ર૧૮
અs
શુભસંગ્રહ-ભાગ ચોથા ની દેરી આપના હાથમાં હતી, પરંતુ આપે આપની જવાબદારીને ભયંકર રીતે ઠોકર મારી છે અને આજે તેનાં ભૂંડાં પરિણામો અમારી સમક્ષ મેજુદ છે. હવે આપના અત્યાચારની અવધિ આવી રહી છે. આપના પાપને ઘડો ભરાઈ ગયો છે. હિંદુજાતિ હવે પિતાના જીવન-મૃત્યુના સવાલને તમારી ઉપર રાખી શકે તેમ નથી. તે આજે જાગૃત થઈ છે. તેની છાતી ઉપર શત્રુઓના લત્તાપ્રહારોના ઘા હજી તે તાજા અને લીલા છે. પોતાની સતી-સ્ત્રીઓનાં અપમાન જોયાં અને હવે તેની આંખોમાં પ્રતીકારનો અગ્નિ સળગી રહ્યો છે. હવે તે પિતાની અંધશ્રદ્ધા, અંધભક્તિ આપને ચરણે ભેટ કરી શકે તેમ નથી. તેની સમક્ષ આજે એજ સવાલ ઉભા છે જીવન અથવા તે મૃત્યુ ! જે તેને જીવવું છે તો તે અપમાન, તિરસ્કારભર્યા કલુષિત અને બહિષ્કૃત જીવનને ધારણ કરી શકે તેમ નથી. તેના કરતાં તે મૃત્યુજ હજાર દરજજે સારું છે. કુતરાંઓના જેવા જીવન કરતાં તે એ લાખ દરજજે સારું છે કે જે પોતાના જાતીય અને ધાર્મિક અસ્તિત્વને મિટાવી દે. તેથી આજે તે જાગૃત થઈ છે અને મરવા જીવવાને માટે તત્પર છે. સ્વતંત્રતા-કલુષિત ધાર્મિકતાની પરાધીનતાથી મુક્ત થવાને યુદ્ધ મંડાશેજ. એ સમય હવે દૂર નથી કે જ્યારે હિંદુસમાજ પાખંડવાદ અને આડંબરોના સ્વેચ્છાચારોથી સ્વતંત્ર થવાને અવિરલ પ્રયત્ન કરશે. તે પ્રયત્નનું મુખ્ય અંગ તીર્થસ્થાનોની સુધારણા જ હશે, અને જ્યારે ધર્મ ઉપર બલિ ચઢાવનારા નવયુવકે અને નવયુવતીઓનાં રણદુંદુભી વાગવા માંડશે, જ્યારે હિંદુજાતિ પિતાના વ્યક્તિત્વને સમજીને પિતાની ધાર્મિક અને સામાજિક પરતંત્રતાની બેડીઓ તેડવાને તત્પર થશે, જે વખતે સમસ્ત હિંદુસમાજ પોતાનાં માન અને મર્યાદાને ખાતર જીવન સમર્પણ કરવાના ગગનવેધી સંગીતથી બલિવેદીનું આવાહન કરશે અને જે ક્ષણે હિંદુધર્મના સધળા અનુયાયીઓ પિતાના જાતીય અને ધાર્મિક ચૈતન્યની ઝગઝગતી ઉત્તેજનામાં યુદ્ધનો ઝંડો હાથમાં લઈને સમરાંગણમાં કૂદી પડશે; તે વખતે ભગવાનનું સિંહાસન પણ ડોલી ઉઠશે; તે વખતે આ પૃથ્વી ઉ કોઈપણ શક્તિ ધર્મને ખાતર ઉત્સુક બનેલા હિંદુઓની સાચી ધાર્મિકતાને રોકી શકશે નહિ; તે વખતે વિજય તેમનાં ચરણોમાં આળોટશે અને હિંદુજાતિ, હિંદુસમાજ અને હિંદુધર્મના સઘળા શત્રુઓ કંપી ઉઠશે. એ પુણ્યપ્રાપમાંથી એક નવીન જીવનને પ્રાદુર્ભાવ થશે. તે જીવનમાં વિરોધી શક્તિઓ ઉલટા પ્રવાહમાં વહેવા લાગશે અને તે પ્રવાહમાંથી એક આશામય ભાવિ પ્રગટશે. તે વખતે સમસ્ત હિંદુજાતિનું વાતાવરણ ચેતનાના અંબારથી ઝગમગી ઉઠશે અને તે પ્રકાશમાં હિંદુસમાજ પિતાનું ખાસ વ્યક્તિત્વ સ્થાપવામાં અવશ્યજ શક્તિવાન બનશે. તે વિશાળ વ્યક્તિત્વની સમક્ષ, તે નવચેતનાના પ્રકાશમાં અંધકારનું આવરણ સદાને માટે નાબુદ થઈ જશે અને પ્રત્યેક હિંદુ પોતાની માતાઓ અને બહેનોના સંરક્ષણની પરમ પુનિત જવાબદારી ગૌરવપૂર્વક ઉઠાવશે અને એક પ્રલયકારી જયઘોષથી ગઈ ઉઠશે કે – કેણ કહે મા અબળા હુને !”
(“ચંદ' ના સપ્ટેમ્બર ૧૯૨૭ ના અંકમાંના અગ્રલેખને અનુવાદ.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com