________________
૨૧૨
શુભસંગ્રહ-ભાગ ચાલે જેવી રીતે મૂળને સાદે બૌદ્ધ ધર્મ હીનયાનમાં ગુંથાયેલે રહી મહાયાનમાં તેણે સાર્વભૌમ રૂપ પકડયું છે; જેવી રીતે બ્રાહ્મણને ત્રેવણિક સનાતન ધર્મ યજ્ઞકાંડમાં મર્યાદિત રહી બ્રહ્મકાંડમાં સાર્વભૌમ બને છે, તેવી રીતે આરંભમાં એક વ્યક્તિએ પ્રાચીન યાહુદી ધર્મની સુધારણા કરી જે શબ્દ અને સાદુ નૈતિક ધર્મનું સ્થાપન કર્યું તેવા ભગવાન ઈસુખ્રિસ્તને ધર્મો પાછળની ગ્રીક-રોમન પ્રજાના તાત્ત્વિક સિદ્ધાંતથી વિપુલ બની હવે સાળંત્રિક ધર્મ બન્યો છે. હાલના ખ્રિસ્તી ધર્મની આપણે વ્યાખ્યા આપીએ તે એવી થઈ શકે કે “ભગવાન જીસસ ક્રાઈસ્ટના અવતારી પુરુષે મનુષ્યના આત્મા અને પરમાત્માનો સંબંધ શી રીતે પુનઃ સિદ્ધ થાય તેવા નીતિતત્ત્વનું વિવેચન કરનારે સર્વ ભૂમંડળમાં મનુષ્યોને ઉપયોગી થઈ પડે તેવો સંસારના દુઃખથી ભીતરની નિવૃત્તિ કરાવનાર એકેશ્વરવાદવાળો એતિહાસિક ધર્મ.” આ ધર્મ એક પુરુષના મૂળવચન ઉપર બંધાયેલો પૌરુષેય ધર્મ છતાં તેમાં સાર્વભૌમ ધર્મતત્વના અંશે ગુંથાયેલા હોવાથી તે એકદેશી ધર્મ નથી, પરંતુ સાર્વત્રિક ધર્મ બનેલ છે. આ સાર્વત્રિક ધર્મભાવનામાં ભગવાન જીસસ ક્રાઈસ્ટના આલંબન ઉપર ભક્તિનું બળ છે. જેવી રીતે રામકૃષ્ણની મૂર્તિના આલંબન ઉપર હિંદુઓની એકેશ્વર ભાવના રચાઈ છે, તેવી રીતે જીસસના મૂર્તરૂપ ઉપર ખ્રિસ્તીઓની એકેશ્વર ભાવના છે. ભજનીય વસ્તુ અથવા પરમેશ્વર એક અને તેનાં રૂપ અનેક હોઈ શકે.
ત અથવા પરમેશ્વરસંબંધી પરમ પ્રીતિનું રૂપ એક અને ભજનના પ્રકારોમાં અને ઉપાસનાની પદ્ધતિમાં ભેદ આવો પરમેશ્વરવાદનો સિદ્ધાંત જેઓ સમજી જાણે તેવા હિંદુઓ સમાનભાવથી ખ્રિસ્તી બંધુઓની ભાવનાની વાસ્તવ કદર કરી શકે. જેઓને ભજનીયના રૂપભેદમાં મિથ્યા આગ્રહ છે, તેઓ એકેશ્વરવાદના સમરસને ઓળખી શકે તેમ નથી.
એવા જયંતિના પ્રસંગે ખ્રિસ્તી બંધુઓ હિંદુઓને પ્રેમભાવથી બોલાવી ખ્રિસ્ત ધર્મના મમેં સમજીને અને હિંદુઓ પિતાના વ્યાપક ધર્મતત્વને ખ્રિસ્તી ભાઈઓને સમજાવે તે “હું અને તમે” એવા ભેદવાન ભાવો કરતાં “આપણે” એવા ભાવથી શુદ્ધ ધર્મરસ મનુષના આત્માને કેવું સંતર્પણ આપી શકે છે તે આપણે સિદ્ધ કરી શકીએ. જેને પરમેશ્વરની ભક્તિ સાચી લાગી છે તેઓ પોતાના ઈષ્ટ ય-ધ્યેયમાં પારકાના ઇષ્ટ ય-એયની એકવાક્યતા કવિના નહિ રહે.
९९-बालक की वीरवाणी
પઢ અંગરેજી હેના ચાહતા ગુલામ નહીં, માતૃ-ભાષા સંસ્કૃત મુઝ પઢા દે માં. કેટ ઈંટ આદિક મેં ધન વ્યર્થ ફુકના હૈ, ખટ્ટર કી ઘોતી ઔર કુરતા બના દે માં. હાવા કનકા કી ગલિયાં હૈ ઝઠી “દત્ત બલશાલી અભિમન્યુ કી કથા સુના દો માં. લેકે નામ ભૂતેં કા સપૂતે કે ડરાતી હો ક્યા, જતાં–માર દૂગા ઉસે કહીં જે દિખાદે માં.
(“વિમિત્ર”ના એક અંકમાં લેખક:-શ્રી ઉમાદત્ત સારસ્વત દત્ત’.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com