________________
૨૮
શુભસંગ્રહ-ભાગ ચોથા નબળાઈઓ ભરી છે, જગતમાં ચોમેર દંભ વ્યાપ્યો છે, મેંઢાથી પણ ગરીબ, જ૯લાદની છુરી પણ અંગે મેએ સહન કરી લેવાની ગુલામી મનેદશા ધરાવનાર પણ પિતે સિંહમાં ખપવાં ખુશી છે ? આપ જાણો છોને કે, આપે બતાવેલા સિંહના સદ્દગુણના બહાના નીચે પિતાની પુરુષત્વહીનતા છુપાવવા આજ હિંદુમાત્ર તૈયાર થઈ જાય છે? મહારાજશ્રી ! આપ દંભને ઉત્તેજન આ છો, આપ પોતે આત્મવંચના કરી રહ્યા છો. આપના કાનમાં ખીલા મારવા આવનારની સામે મહાવીરના ગુણ મહાવીરના ભાવે બતાવવાની આપના પિતામાં તાકાત છે કે નહિ, એ કહેવાની જરૂર નથી; પણ આપના લાખો જૈનોમાં તે સામાન્યપણે એ તાકાત નથી જ, એ અમે જાણીએ છીએ. એ મહાવીર નથી થઈ શકતાઃ એટલેજ એમને માણસ બનાવવા પ્રયાસ ચાલે છે. આપને
મને માણસ રહેવા દેવા છે કે નહિ? કે આપ એમને દંભી નામર્દો રાખવા માંગે છે? આ ચાલ્યા આવતા જીવનકલહના યુદ્ધમાં આપ જૈન કેમને સાફ કરી નાખવા માગો છો? કઈ પણ જૈન બહેન-દીકરીની આબરૂ કેાઈ ગુંડાને હાથે નાશ પામે તેમાં આપ રસ અને આનંદ લેશો ?
મહારાજથી તો વૈરાગ્યનોજ બોધ થઈ શકે, તેનાથી તો એકાંત અહિંસાજ પ્રબોધી શકાય, એ અખાડાઓની પ્રવૃત્તિઓને શી રીતે સમર્થન આપી શકે ? વગેરે દલીલોનું પાંડિત્ય અમે જાણીએ છીએ-અને એથી પણ ઘણું વધુ જાણીએ છીએ. પગલે પગલે, શબ્દ શબ્દ અને ક્ષણે ક્ષણે શુદ્ધ સાધુતાના કેટલા ભંગ થઈ રહ્યા છે? એવી લાખ વાતો બતાવી શકાય, પણ તે જવા દઈએ; પરંતુ મહારાજોને એટલું તો કહીએ કે, તમે મર્દાઈ સિંચનારી પ્રવૃત્તિઓનું સમર્થન ન કરી શકે, સહાય ન કરી શકે, તે રહેવા દે; પણ મૂંગા તો રહી શકો કે નહિ? તમારી સલાહ કોણ લેવા આવે છે? તમે કૃપા કરીને તમારું શુદ્ધ કાર્યો કર્યા કરોને ! અગર આપ પધારી જાઓ, આપના વિચારવાળાઓને સંધ કાઢી કઈ જંગલ તરફ પ્રયાણ કરી જાઓ; અમારૂં જગત આપના વિના ચલાવી લેશે. અમારા કાર્યોમાં અમારે આપનાં વિદન નથી જોઈતાં. ગુજરાતના જૈનોએ વસ્તુપાળતેજપાળી ઉત્પન્ન કર્યા છે, ગુજરાતના જૈનોએ મુંજાલ ઉપજાવ્યો છે, ગુજરાતના જૈનોએ શુદ્ધ
સ્વરાજ્ય ચલાવ્યાં છે, લશ્કરો એકઠાં કર્યા છે, યુદ્ધો ખેડ્યાં છે. આજે આબુના તીર્થ ઉપર લવિયાના પિશાકમાં અશ્વાર વતુપાળની મૂર્તિ જૈન દેરાસર માં ઉભી છે. એ લડવૈયાને, એના લડાયક ગુણોને, એનાં હથિયારને, એના અશ્વને જેનો પૂજે છે. આ વસ્તુપાળ-તેજપાળ, એ મુંજાલસમા વીરોના વારસદાર જૈનો આજે તે હિંદુસ્થાનનું નામર્દમાં નામર્દ અંગ છે ! એ નામર્દ અંગ મર્દ બને, હિંદુસ્થાન સ્વરાજ્ય મેળવવા પ્રયત્ન કરે, હિંદુસ્થાન આત્મરક્ષણ માટે તૈયાર થાય, ત્યારે આ અંગે પણ કૂચમાં સાથે હોય, એવું નવજીવન જનકેમની નાડીમાં રેડવાની પ્રત્યેક હિંદીની ફરજ છે. આજે તે, જેની જે રીતે દયાપાત્ર જતુ જીવન જીવે છે. એમાં અને સૌ કોઈ અમે જૈન છીએ એટલે વિશેષ કરીને-જૈનેને કાળ નજીક આવતે જોઈએ છીએ. એ છતાં, અમે આશાવાદી છીએ; અમને ગુજરાતની જૈન વીરતાનાં સ્વનો આવે છે; અમે વસ્તુપાળ અને તેજપાળની મૂતિ ઓ જોઈ જૈન જુવાનોમાંથી નવયુગના વસ્તુપાળ-તેજપાળો નીપજવાની કામના સેવી રહ્યા છીએ. એવા વીરપુત્રોજ જૈન કેમને અમર નામ, અમર કીતિ, અમર જીવન અર્પી શકશે. જૈન કોમને ઉદ્ધાર વીરત્વની સાધનામાં છે–સાધુજીની પેલી વંચક વાણીના સેવનમાં નહિ.
( “સૌરાષ્ટ્ર” તા. ૧૩-૧૦-૨૮ ના અંકને અગ્રલેખ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com