________________
ભગવાન જીસસ ક્રાઈસ્ટની જયંતિ ९८-भगवान जीसस क्राइस्टनी जयंति*
ભગવાન જીસસ ક્રાઈસ્ટની જયંતિમાં હિંદુભાઈઓ શા કારણથી ઉત્સાહ અને આનંદ દર્શાવે છે? હિંદુધર્મ અને ખ્રિસ્તધર્મ વચ્ચે એ ક સગાઇ સંબંધ છે કે જે વડે જન્મ હિંદુ છતાં ખ્રિસ્ત બંધુઓ સાથે આત્મભાવે જોડાય છે ? પ્રાણી પદાર્થો સાથે એવો કોઈ સામાન્ય બુદ્ધિથી અગમ્ય અધ્યાત્મ સંબંધ હોય છે કે જે વડે ગમે તે દેશ, કાળ અને વસ્તુસ્થિતિમાં તે પ્રાણી પદાર્થો હોય તો પણ પરસ્પર આકર્ષાય છે. કવિ ભવભૂતિ કહે છે કે, પદાર્થોને અધ્યાત્મ સંબંધ બાંધનારાં નિમિત્તો અગમ્ય આંતર ભૂમિકાનાં હોય છે. જો તેમ ન હોય તો કેટલો મોટો અને બળવાન સૂર્ય અને કેટલું નાનું અને કોમળ કમળ, એ બેની વચ્ચે સ્નેહાકર્ષણ શી રીતે થાય ? ચંદ્રમા ઉગે અને ચંદ્રકાન્ત શાથી ઝરે ? ઉત્તર એટલો જ છે કે, બાહ્ય ઉપાધિ કરતાં - તર નેહનાં આકર્ષણનાં નિમિત્તો ઘણાં ઉંડાં હોય છે, અને તે જ્યારે સ્નેહના પરિણામને પ્રકટ કરે છે ત્યારે તેના ઉંડા બળનું માપ મનુષ્ય કાઢી શકે છે.
ધર્મના વિશાળ વિષયના અભ્યાસમાં મને એવું સમજાયું છે કે, આપણે ધર્મના શુદ્ધ રૂપને ભૂલી અશુદ્ધ અંશને વળગી પરસ્પર વિગ્રહ અને કલેશ કરીએ છીએ. ધર્મભાવના આપણી સાચી “સૂઝ” વાળી હોય તે આપણું ધર્મના બાહ્યાચારે ગમે તેટલા દેશકાળ અને નિમિત્તોને લઈ જૂદા હોય તો પણ અંતરવિચારવડે પરસ્પરના ધર્મની ભાવનાની કદર કરી શકીએ; એટલુંજ નહિ પણ અપધર્મમાં તણાતાં આપણે બચી શકીએ.
ધર્મભાવના મનુષ્ય પ્રાણીમાં આગંતુક નથી, પણ સાહજિક છે. જેમ સુધા અને તૃષા દેહ સાથેજ પ્રકટ થાય છે, અને દેહ સાથેજ લય પામે છે; તેમ અલ્પજ્ઞ અને પરતંત્ર છવચેતનને સર્વજ્ઞ અને સ્વતંત્ર પરમેશ્વર ચેતન સાથે અનુસંધાન કર્યાવન સંતોષ થતો નથી. ધર્મભાવના એ એક જાતની અધ્યાત્મ ભૂખ છે. ભૂખ એ સ્વાભાવિક છે. વિકારી દેહમાં ભૂખ વિકારી થાય છે. અજીર્ણ વ્યાધિવાળાને ભૂખનું વિકૃત દુઃખ ભોગવવું પડે છે, પરંતુ સ્વસ્થ દેહમાં ભૂખ એ આરોગ્ય અને બળને પ્રકટ કરનાર છે. તેવી રીતે જ્યાં સુધી જીવને પરમેશ્વર સાથે જોડાવાની ઉંચી વાસના ન જાગે, ત્યાં સુધી ધર્મભાવના વિકૃત રૂપ પકડે છે; પરંતુ ભૂખ જેવી રીતે સ્વતઃ દોષરૂપ નથી, તેમ ધર્મભાવના પણ દોષરૂપ નથી. નીરોગ શરીરમાં ભૂખ એક ગુણ છે, તેમ નીરોગ મનમાં ધર્મભાવના પણ ગુણરૂ૫ છે.
મનુષ્ય પ્રાણીને જ્યાં સુધી અલ્પજ્ઞતા, પરતંત્રતા, અપૂર્ણતા વગેરે જણાયાં કરશે ત્યાં સુધી સર્વજ્ઞ, સ્વતંત્ર અને પૂર્ણ પરમેશ્વરને મળવાને તે તલસ્યાજ કરશે. ધર્મની આવી સાચી ભૂખ ઉઘડવી તેનું નામ ધર્મજિજ્ઞાસા છે. હિંદુજાતિના મહર્ષિએ ધર્મભાવનાનાં બે રૂપે માને છે–(૧) પ્રાકૃત એટલે પ્રકૃતિના વિકાસક્રમથી સમજણમાં આવતું જેને અંગ્રેજીમાં “નેચરલ રીલિજીયન' એવી સંજ્ઞા મળે છે. (૨) અપ્રાકૃત એટલે પ્રકૃતિદ્વારા સમજાય તેવું નહિ, પણ અન્ય દ્વારથી સમજાય તેવું. અપ્રાકૃત ધર્મ ઐતિહાસિક મહાપુરુષોથી સમજાય તેવો હોય છે, અને પ્રસંગે પ્રતિભાવાળા દર્શનથી સંસ્કારી સ્ત્રીપુરુષોને પરમેશ્વરદ્વારથી જાણે ઉતરી આવતો હોય એવો અપૌ
ય વર્ગનો હોય છે. હિંદુઓ અપૌરુષેય વર્ગના ધર્મને વેદમાં સમાયેલો માને છે; ખ્રિસ્તીઓ પવિત્ર બાઇબલમાં ગ્રથિત થયેલો માને છે, મુસલમાન ભાઈઓ કુરાને શરીફમાં સમાયેલો માને છે.
પૌરુષેય ધર્મ એટલે મહાપુરુષોના ઉપદેશ અને સદાચારથી સમજાતા ધર્મના મૂળને સ્વીકાર હિંદુઓએ કર્યો છે. શ્રુતિને એટલે વેદને તેઓ અપોષેય ધર્મનું મૂળ માને છે અને સ્મૃતિ તથા સદાચારને પૌરુષેય ધર્મનું મૂળ માને છે. તે ઉપરાંત હિંદુઓ પિતાનું પ્રિય અથવા કલ્યાણ શામાં રહ્યું છે અને શુદ્ધ સંક૯૫વડે જે ઇષણાઓ અથવા કામના પ્રકટ થાય તેવડે પણ ધર્મતત્ત્વને નિર્ણય થઈ શકે છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે સઘળા યમોની ધર્મ
• તા.૨૪-૧૨-૧૯૨૭ ના રોજ “ખ્રિસ્તજયંતિ'ના પ્રસંગે પ્રમુખપદેથી શ્રી. નર્મદાશંકર દેવશંકર મહેતાએ આપેલા ભાષણને સંક્ષેપમાં સાર છે.
શુ. ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com