________________
૧૮૨
શુભસંગ્રહ ભાગ ચેાથે
ચોપડવાની-લગાડવાની દવાને લાગુ નથી તેનું કારણ કે, તે શરીરબહાર લગાડવાની હોવાથી ઝેરી હોય તોપણ કામે લઈ શકાય છે. ઘણુંખરું આ દવા જંતુનાશક હોવાથી પીવાને માટે તાત્કાલિક ઝેરી હોય છે. રસ્તામાં અકસ્માત થતાં જંતુનાશક દવા જખમી થયેલા અવયવને લગાડવી જરૂરી છે. * કંઈ શારીરિક રોગ થાય છે તે પીવાની દવા આપવામાં આવે છે. હવે પીવાની દવા તે કત્રિમ ઉપાય છે. પીવાની દવા માત્ર ઉપરની ટાપટીપ છે. દવા પીવી તે કુદરતથી વિરુદ્ધ છે, કુદરતનું અપમાન કરવા બરાબર છે. રોગ થાય તો તેનાં કારણે દેજ, તે શોધે અને તે અટકાવો.
શરીરમાં બે જાતની ક્રિયા થાય છે. હમેશાં નવા કે–અથવા પરમાણુઓનું બંધારણ થાય છે અને જૂના કોષ મરણ પામતા જાય છે; તેને શરીર બહાર કાઢવામાં આવે છે. આ કેષ લાખોઅસંખ્ય—હોય છે તે સૂક્ષ્મદર્શક યંત્રથી પણ દેખાવા મુશ્કેલ છે. શરીરના દરેક ભાગ-લોહી-હાડમાંસ-ચામડી વગેરે અસંખ્ય કષોથી બનેલું હોય છે. જ્યારે મરણ પામેલા કે શરીરબહાર જલદી નીકળી શકે નહિ ને અંદર એકઠા થાય ત્યારે કંઈ ને કંઈ રોગ થાય છે. હવે દવા પીવી તે શરીરમાં વધી પડેલી વિજાતીય વસ્તુઓ જે મરણ પામેલા કેષો છે તેમાં ઔષધરૂપી વિજાતીય વસ્તુને વધુ ઉમેરો કરવા બરાબર છે.
આ મરણ પામેલા કોને તેમજ ખાવાપીવા નકામાં રજકણોને શરીર બહાર કુદરત ત્રણ રસ્તે કાઢે છેઃ-(૧) મળ-મૂત્રથી, (૨) પરસેવાથી અને (૩) ઉચ્છવાસથી. તેઓ શરીરમાં ભરાઇ રહેવાથી રોગ થાય છે.
(૧) બસ્તી-હવે મળમૂત્રવિષે ટુંકમાં કહીએ. દરેક રોગનું મૂળ કારણુ ઘણુંખરું કબજીઆત અથવા અધુરું પાચન હોય છે. નહિ પચેલા ખોરાકનો જથ્થો શરીરમાં એકઠા થાય છે અને દુર્ગધ મારે છે; તે શરીરને માટે ઝેર છે. આ ઝેર શરીરની બહાર ન નીકળે ત્યાં સુધી ચાલુ નુકસાન કરે છે. આને માટે અતિ ઉપયોગી ઉપાય ખાસ કરીને પૂઠપીચકારી લેવાનું છે. તે રૂા. ૧૧ માં મળે છે.* સારામાં સારા માણસે અઠવાડીઆમાં એક વખત પીચકારી ગરમ પાણીની લેવી જોઈએ, એમ વિજ્ઞાનશાસ્ત્રીઓનું કહેવું છે, અને તે ખરૂં છે. જેમ આપણે ઘરની ચેકડી વગેરે ખૂબ પાણીથી સાફ કરીએ છીએ, તેમ પીચકારીવતી પુષ્કળ પાણીથી અંદરખાનેથી આંતરડાં લેવાવાં જોઈએ.
જુલાબ પીવે તે કૃત્રિમ ઉપાય છે. જુલાબ તેજ પરદેશી વસ્તુ હોવાથી શરીરબહાર કાઢવાની વસ્તુઓમાં તેને ઉમેરો થાય છે. તાવ આવે ત્યારે પૂંઠપીચકારી લેવી, જેથી સાધારણ તાવ તરત ઉતરી જશે. કબજીઆતવાળા માણસે જેટલા બને તેટલા અપવાસ કરવા, સાજા-માંદા દરેક માણસે જેટલું પાણી પીવાય તેટલું પીધા કરવું, જેથી મળમૂત્ર અને પરસેવો વારંવાર થશે અને તે વારંવાર થવાની જરૂર છે. જેમ બને તેમ ઓછું ખાવું અને જેમ બને તેમ વધારે પાણી પીવું. જમણમાટે જીવન નથી પણ જીવન માટે જમણ છે.
(૨) પરસે–રારીરની ચામડીમાં અસંખ્ય કરોડો ઝીણાં કાણાં છે, જે વાટે પરસે નીકળે છે. પરસેવો થવાથી તાવ ઉતરે છે તેનું કારણ એ છે કે, વધી ૫ડેલાં ઝેરી રજકણે શરીર બહાર પરસેવામાં નીકળી ગયાં તે છે. તે પરસેવો વારંવાર થાય તો સારું. કસરત કરવાથી પુષ્કળ પરસેવો થાય છે. ગરમ પાણીએ નહાવાથી ચામડી સાફ થાય છે.
(૩) ઉસ–શરીરમાં સ્વચ્છ લોહી હોય તે રોગ થાય નહિ. દરેક માણસમાં પિતાના વજન કરતાં માત્ર ૪૦ મા ભાગ જેટલું લોહી હોય છે. લોહી સ્વચ્છ રાખવાને જેમ બને તેમ ઓછું ખાવું અને જેમ બને તેમ ગામબહારની હવામાં ઉંડા શ્વાસ લેવા. જે શ્વાસથી અંદર લઈએ છીએ તે નિર્મળ હવા અમૃત છે અને જે ઉસથી હવા બહાર કાઢીએ છીએ તે ઝેર છે. જેમ નિર્મળ હવા ફેફસાંમાં વધારે છે, તેમ લોહી વધારે નિર્મળ બને છે. લોહીમાં રહેલાં ઝેરી રજકણો ઉસ વાટે થઈને નીકળી જાય છે. ઉસ વાટે નીકળતી હવા એટલી બધી ઝેરી હેય છે કે માણસ કેઇ પેટીમાં માત્ર આઠ કલાક પૂરાઈ રહે તે પોતાના ઝેરી ઉસની હવા x પીચકારી કરતાં શ વાપરવું એજ વધારે ફાયદાકારક છે.
સંપાદક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com