________________
૧૯૭
ઉંદર કરડવાથી ઉપજતા તાવ ९४-उंदर करडवाथी उपजतो ताव
ઝેરી ઉંદરના કરડવા પછી જ્યાં તે કરડો હોય ત્યાં સોજો આવી જગ્યા ફૂલી જાય છે અને થોડા દિવસો પછી તાવ થોડા થોડા વખતને અંતરે આવે છે. આને ઉંદર કરડવાથી ઉપજતો તાવ કહે છે.
આ તાવ હિંદુસ્તાનમાં પુષ્કળ છે. જાપાનના દાક્તરોએ ઘણાએ સિકાથી આ તાવસંબંધી જ્ઞાન ધરાવેલું અને તેના જતુ વગેરેની હવે બરાબર જાણ થઈ છે. ચાંદી, દુકાળીઓ તાવ વગેરેના જંતુને મળતાં આનાં જંતુઓ છે. મુંબઈના ડૅ૦ રાવે આ રોગ સંબંધી વધતા જ્ઞાનમાં સારે હિસ્સો આપે છે. તેની દવા પણ તેમણે પોતાની મેળે ખાસ શોધી કાઢી છે. ઉંદર, કેલ, સસલાં, વાંદરાં, બિલાડીઓ વગેરેમાં આ રોગનાં જંતુઓ બહુ સારી રીતે વૃદ્ધિ પામે છે. એક વાર ઉંદર કરડયા પછી કાકાળીઆની પેઠે જો દરદીને એક વાર ખરું મટે તે તે હમેશને માટે આ રોગથી મુક્ત થાય છે.
ઉંદર કરડવ્યા પછી પાંચ દિવસે અને વધુમાં વધુ સાઠ દિવસે તાવ આવે છે. ડંખ આગળની જગ્યા સૂજી જાય છે અને ચામડી વખતે મરીને કાળી પણ પડી જાય છે. લસિકામાં પણ સોજો આવી જાય છે અને લસિકાગ્રંથિઓ સૂજી જાય છે, ટાઢ ભરાઈને તાવ આવે છે, કસમોડા પણ આવે છે. ત્રણ દિવસમાં તાવ ૧૦૩ થી ૧૦૪ સુધી વધી જાય છે, અને ત્રણ દિવસ વધુ તાવ રહીને એકદમ તે ઉતરી જાય છે. ઉતરતી વખતે પુષ્કળ પરસેવો થાય છે; પાંચ દશ દિવસ પછી કાંઈ થતું નથી. ત્યારપછીથી પાછે પહેલાંની માફકજ તાવ શરૂ થાય છે. વધારેમાં એ થાય છે કે, ચામડી ઉપર ઢીમડાં ઢીમડાં થઈ જાય છે, જે શીળસના જેવાં હોય છે. તે છાતી ઉપર અને હાથ ઉપર ખાસ થાય છે..
ઘણી વખત હાથપગના સાંધાના રિપ્લેકસીસ બહુ વધી જાય છે, ચામડીની સ્પર્શેન્દ્રિય વધુ તીવ્ર થાય છે, સ્નાયુઓ અને સાંધામાં દુખાવો થાય છે અને ગોટલા ઘાલે છે. મરણપ્રમાણસોએ દશ ટકા જેટલું હોય છે. મરણ થતા પહેલાં સન્નિપાત થાય છે. છેવટે દરદી મરણની ઘડી વખતે શુંભ થઈ ગયેલો હોય છે.
તાવ હોય ત્યારે જ તેનાં જંતુઓ લોહીમાં મળી આવે છે, નહિ તો નહિ. વેતરનાકણ લોહીમાં ૧૫૦૦૦ સુધી વધી જાય છે અને “ઇઓસીનાફીલ” નામની જતનાં તરક્તકણું વધી જાય છે. આ દરદની ચિકિત્સા કરવાને “વાસરમન” નો પ્રયોગ થાય છે. જે દરદીઓ મરી જાય છે તેમાં માલુમ પડ્યું છે કે, લસિકાગ્રંથિઓ ઘણી ફૂલી જાય છે, બરોળ પણ ફૂલી જાય છે, કલેજું લોહીથી ભરાઈ જાય છે, ફેફસાંમાં લોહીની નસો થેડી થોડી તૂટી પણ જાય છે, ઘેળો ડોળે રાતે થઈ જાય છે.
ઇલાજ:–“સાહવર્ઝન” ની પીચકારીઓ ઘણું જ સારું કામ કરે છે. “વાસીબીલોન”નું એકજ અંતરક્ષેપન ઘણું ખરું બસ થઈ રહે છે. જ્યાં ઉંદર કરડ્યો હોય ત્યાં હંમેશ કાલિક લોશનથી ધોઈ નાખી અગર “પોટેશિયમ પરમેગેનેટથી જોઈ નાખી ચોખું જલદ કાર્બોલિક એસિડ લગાડીને ડંખ બાળી દેવો જોઈએ.
(“વકલ્પતરુ”ના એક અંકમાં લખનાર –. ચંદુલાલ સેવકલાલ, વડોદરા.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com