________________
૧૮
પw
માઇસેર રાજ્યની પ્રજાવત્સલતા ८९-माइसोर राज्यनी प्रजावत्सलता
(1)
(ચોદિશામાં જ્યારે હિંદી નૃપતિઓ અને હિંદી રાજસ્થાનની કણું અવદશા નજરે પડી રહી છે અને અનેક રાજસ્થાની યુવકોના દિલમાં “રાજસ્થાનોને એકજ સપાટે સાફ કરી નાખે-બસ સાફ કરી નાખે એ ભાવનાના પડછંદા ગાજી રહ્યા છે, ત્યારે જાણે નૃપતિસંસ્થાના દીર્ધાયને માટે સબળ દા નોંધાવનારા એક નમુનેદાર રાજતંત્ર અને નમુનેદાર નૃપતિની આ કટારમાં પિછાન આપવાનું પ્રાપ્ત થાય છે. એ રાજતંત્ર તે માઈસરનું રાજતંત્ર અને એ નૃપતિ તે માઇસેરના મહીપાલ શ્રીકૃષ્ણારાજ. “ભારતવર્ષના ભવ્ય ભૂતકાળના અવશેષસમી નૃપતિ સંસ્થા” આજના પ્રજાશાસનના યુગમાં પણ કેવા સન્માનપૂર્વક જીવી શકે છે અને કેવી ગારવભરી રીતે પોતાનું સ્થાન જાળવી શકે છે, તેને કઈ જીવંત નમુન જોઈતો હોય તે તે માઇસેર છે. માઈસરની જીવનપોથીમાંથી આપણે નૃપતિઓ ડું થઈ જતાં પહેલાં સગ્ય બોધપાઠ તારવી લે અને પિતાના પદને સાર્થક કરે એટલી વિનતિ છે. તંત્રી “સૌરાષ્ટ્ર)
ગયા ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાં માઇસેરની પ્રજાએ એક મહોત્સવ ઉજવ્યો; પ્રજાહિત એજ જીવનનું પરમ કર્તવ્ય એવી કર્તવ્યભાવનાથી રાજકારભાર ચલાવતા પોતાના રાજાને રાજગાદીએ બેઠાં પચીસ વર્ષ પૂરાં થયાં તેને એ રૂપેરી મહોત્સવ. એ મહોત્સવ માઇસેર રાજ્યને ગામે ગામ અને ગામડે ગામડે ઉજવાયો. ઠેર ઠેર પ્રજાકીય ઉત્સવ-ઓચ્છવની ધામધૂમ મચી રહી. મદ્રાસના પ્રખ્યાત “હિંદુ' પત્રના પ્રતિનિધિને આ ઉત્સવ–સપ્તાહનો અહેવાલ લખતાં કહેવું પડયું કે “હું જરાયે અતિશયોક્તિવિના અને મારા પૂર્ણ અનુભવથી કહું છું કે, આ ઉત્સવ પ્રજાએ પિતાની મેળે, પિતાના અંતરના ઉમળકાથી માંડેલો સાચો પ્રજાકીય ઉત્સવ હતો. પ્રજાના અંતરમાં તેના મહારાજા માટે જે પ્રેમમય લાગણીઓ ઉછળતી જોઈ, તેનું તે વર્ણન જ ન થઈ શકે. માઈસોરના અતિ સુશિક્ષિત, અનુભવી અને નિડરપણે દિલ ઉઘાડી શકે એવા માણસો પણ પોતાના મ રાજાને “રામરાજા'નું પ્રિય સંબધન આપી રહ્યા છે. ગાંધીજી, માલવિયાજી અને મોતીલાલજી પણ માઈસેરના મહીપતિને “આદર્શ રાજા કહેવા સુધી તેના જીવનવ્યવહારથી પ્રસન્ન થયા છે.” માઈસોરની પ્રજા ઉપરાંત માઈસોર રાજ્યની બહારના માદરપતિના સંખ્યાબંધ
કાએ આ રૂપેરી મહોત્સવ ઉજવ્યો. “હિંદુ પત્રે તો પિતાને ખાસ અંક પ્રગટ કરી, માઇસરપ્રત્યેની પોતાની ભક્તિ પ્રદર્શિત કરી અને માઈસોરની વિશિષ્ટતાઓ જગત સમક્ષ રજા કરી. મદ્રાસ ઇલાકાનાં બીજાં માનનીય પત્રાએ પણ આ ઉત્સવમાં એટલેજ સક્રિય રસ લીધો.
દેશી રાજસ્થાનો સામે જ્યારે એક પ્રકારના અભાવનું વાતાવરણ સર્વત્ર જેવાય છે ત્યારે માઈસર ઉપર દિશામાંથી આવી પ્રીતિના, આવી મમતાના, આવી પ્રશસ્તિના વરસાદ વરસવાની પાછળ કયું તત્ત્વ ઉભુ છે ? માઈસોરના નરેશન અને તેના રાજકારભારને સર્વત્ર આ ઉજજવળ યશ શામાટે ગવાઈ રહ્યો છે ? એનો જવાબ આ નીચેની હકીકત આપશે. નૃપતિઓએ પ્રજાકીય પ્રીતિનો સાચો અનુભવ કરવો હોય તો એનો માર્ગ અમુક અખબારને ખરીદી લેવાનો કે અમુક આશ્રિત પાસે પ્રશસ્તિઓ લખાવવાનો નથી. એનો માર્ગ માઈસેર મહારાજાએ ગ્રહણ કર્યો છે. એ એકજ માર્ગે–સુશાસન સ્થાપવાને અને યુગબળે પિછાનવાને માર્ગેજમાઈસોરમહારાજા જેવા સન્માનને પાત્ર નીવડી શક્યા છે.
સને ૧૮૮૪ના જુન માસની ચોથી તારીખે જન્મેલા અને માત્ર દશ વર્ષની કાચી વયે પ્રજાપ્રિય પિતાને ગુમાવી દેનારા શ્રી. કણારાજાની વય પૂરાં અઢાર વર્ષની પણ ન થઈ ત્યાં તે ૧૯૦૨ના ઑગસ્ટ માસમાં, તેમના હાથમાં, તે સમયના હિંદના ગવર્નર જનરલ લોર્ડ કર્ઝને માઇસર રાજ્યની લગામ મૂકી. કુમાર-મહારાજાના ખભા ઉપર એ ગંભીર જવાબદારી મૂકતાં. લોર્ડ કર્ઝને શ્રીકૃણારાજાની પીઠ થાબડી અને તેમની હકુમત નીચેની પ્રજાને વધાઈ આપી કે “મહારાજાની સ્વાભાવિક ઉચ્ચ વૃત્તિઓનો ઉત્તરોત્તર વિકાસ થતો જોઇને અમને સંપૂર્ણ સંતોષ થયો છે કે, તેઓશ્રીએ મનુષ્યોના કારભારની પૂરેપૂરી જવાબદારી ઉઠાવવાની શક્તિ મેળવી લીધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com