________________
શુભસંગ્રહ-ભાગ ૨ ૮૭–હિંગોમાં વાયાપણું મટું?
હિંદુઓમાં બાયલાપણું એટલે બીકણપણું કેમ પેઠું, એની જે આપણે શોધ કરીએ તો જણાશે કે, એ ધર્મને નામે પેઠું છે! ધર્મ ડૂબવાના બહાના હેઠળ ધર્મહકકોની અસમાનતા પેઠી અને અસમાનતાને કારણે એકબીજાની ઐક્યતાનો પાયે લુલો થઈ સંપ અને કજીઆએ સ્થાન લીધું. આગળ ચાલતાં અલગ અલગ દેવ અને અલગ અલગ દેવળે, અલગ અલગ જાત ને અલગ અલગ હકકે અને પ્રતિબંધેએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. આથી એકબીજા સાથે સહકાર તૂટી સર્વત્ર અસહકાર જામ્યો. આથી એકબીજા પ્રત્યેની લાગણી ઓછી થઈ ગઈ, પ્રેમભાવનાં મૂળી કપાઈ ગયાં, સંકુચિત દૃષ્ટિએ ઉગ્ર સ્વરૂપ લીધું, નાતજાતની પેલીમેર ડોકીયું કરવાનું વિસારે પડવું, ધર્મને ભૂલી જવાયો અને કેવળ ન્યાત ને જાતે ધર્મનું સ્થાન લઈ ધર્માભિમાનને પાણીચું અપાવ્યું. આજે જે ધર્માભિમાન જાગ્રત હોત તો આજની આવી કડી સ્થિતિ હિંદની કદી થાત નહિ.
વર્તમાન સ્થિતિથી આપણે જોઈ શકીએ છીએ કે, આપણે મુસલમાનને નામે હીએ છીએ. એક મુસલમાન એક સો હિંદુને ભારે થઈ પડે છે. આ સ્થિતિ જ અસહ્ય અને હાસ્યાસ્પદ છે; પણ એમાં અતિશયોક્તિ નથી, એ વ્યાજબી છે. કેમકે એક મુસલમાન પિતાના બળ પર ઝઝતો નથી; પરંતુ તેને ખાત્રી છે કે, તેની પાછળ સમગ્ર મુસલમાન- સંઘબળનું અઢળક સંઘબળ સદા-સર્વદા તૈયાર હાલતમાં પડયું છે. તેને ખબર છે કે, મારી વહારે મારા ભાઈઓ ધશે અને મને મદદ કરશે–અને બને છે પણ તેમજ.
કેટલાક ધર્મ ધુરંધરો સંધબળની કિંમત કળી ચૂક્યા છે અને તેઓ સંઘબળ જાગ્રત કરવાને ભિન્ન ભિન્ન સૂચના કરી રહ્યા છે; પણ હજુ સુધી કોઈપણ રીતે તેમાં ફળીભૂત થયેલા જણાતા નથી. એમાંની કેટલીક સૂચનાનું નિરીક્ષણ કરવા જેવું છે. કેટલાકનું સમજવું એવું છે કે, માંસાહારથી બળ આવે છે, માટે માંસાહાર કરે અને બલીષ્ઠ બનવું યા બાયલાપણામાંથી મુક્ત થવું. પણ એ અનુમાન વ્યાજબી નથી. આપણે જે માંસાહારી અને શાકાહારી એમ બે વિભાગ પાડીએ તે માંસાહારીને આંકડો ઘણો મેટો માલમ પડશે; છતાં પણ આપણા બાયલાપણાનું પલ્લું કઇ ઉંચું ચઢતું નથી. આથી સાબીત થાય છે કે, એ અનુમાન ખોટું છે. એમ તો આઠ કરોડ જેટલા અંત્યજે ગોમાંસ પણ ખાય છે; છતાં તેમનું બાયલાપણું ક્યાં ઓછું છે? બીજ અનુમાન શુદ્ધિ અને સંગઠનનું છે. એ પણ બંધબેસતું નથી. કેમકે એ પ્રમાણે શુદ્ધિ કેટલાની કરીએ અને ક્યાંસુધી કરીએ ? તેને કેટલા વધાવી લેશે? અંગબળની તાલીમ આપણે કેટલાને આપી શકવાના અને કેટલા તેનો લાભ લેવાના? આગળ આપણે જોઈ ગયા છીએ કે, એકલ–ડોકલનું બળ જે તેને સંધબળને ટેકો ન હોય, તો કશા ખપનું નથી. આપણે દરેક પહેલવાન ન બની શકીએ. કેટલાક સહભેજન કરવામાં સંઘબળની ગંધ જુએ છે; પરંતુ હકીકતમાં એમાંથી જરૂર સંઘબળ પ્રગટ પામે, પણ એ રસ્તો છેવટનો છે–આખરને છે; એટલે હજી તો આપણે સંધબળને પાયો નાખ્યો છે. એ પાયે નખાય, મજબૂત થાય, તેના ઉપર દિવાલો ચણાય ને છાપરૂ નંખાય; ત્યારે તેના ઉપર જેમ નળીઓની જરૂર છે, તેમ એ રોટી-બેટી વહેવારની જરૂર પડશે અને તે આપોઆપ એની મેળે પિતાનું કાર્ય કર્યું જશે. તેથી હાલમાં રેટીવહેવારની વાત કરવી એ પાયો ચણવા અગાઉ તે જગ્યા ઉપર નળી ઢગ મારવા જેવી વાત છે. કેટલાક એમ ધારે છે કે, હિંદુમાત્ર માંસાહાર ત્યજવો જોઈએ અને તેમ થાય તેજ તેઓ સમાન હક્કને દાવો કરી શકે તથા તેમજ તેમને સમાન ગણવામાં આવે; પરંતુ આવું કોઈ દિવસ બને એવું છેજ નહિ. કેટલાક અત્યંજને કહે છે કે, તમે સુધરે તે તમને હકક મળે, પરંતુ એ પણ મહેના તડાકાજ છે. કેટલા સુધરશે, કાણુ સુધારશે અને શું સુધારવા જેવું કે સુધરવા જેવું છે?. કશું નથી. એવા વિચારો રાખવા કે કરવા એ આપણા બાયલાપણાને સંધર્યા સમાન છે. કેમકે કરોડને આપણા જેવા થવા ઈચ્છવું ને તે આપણે જેવા થાય તેજ હક્ક આપવા કહેવું એમાં સારું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaraganbhandar.com