________________
શ્રાવણ માસ અને હિંદુ પર્વો
૧૯૫ કરાવનાર બંધન છે. તે વૈદિક ધર્મના સિદ્ધાંત પ્રેરનાર સંજ્ઞારૂપ પટ છે. ઉપવીત ધારણ કરનારે પિતાનાં નિત્ય નૈમિત્તિક કર્મો યથાયોગ્ય રીતે કરવાં જરૂરી છે. ઉપવીત જેમ પુરુષો ધારણ કરે છે, તેમ સ્ત્રીઓને પણ ધારણ કરવા અધિકાર છે. પુરા પેડુ ના સેંનવંયં વિધીવતે એટહુંજ નહિ પણ તેઓએ ફરજીઆત ધારણ કરવું જોઈએ. લગ્નક્રિયાપ્રસંગે વરરાજાને બીજે ઉપવીત પહેરવાનું પ્રયોજન એ જ કે, પિતે પિતાની પત્ની માટેનું ઉપવીત ધારણ કરીને બેવડી ધાર્મિક ફરજ પોતાને માથે વહોરી લે છે. આ સ્ત્રીસ્વાતંત્ર્યના જમાનામાં હવે સ્ત્રીઓને કરવાનાં કાર્યો તેમને હાથે કરાવવાં ઈષ્ટ છે, માટે સ્ત્રીઓને ધર્મકાર્યમાં પણ પિતાની ભાગીદાર બનાવવી એ કિજમાત્રની ફરજ છે. આ શ્રાવણું ઉપાકર્મ સંસ્કારવિધિસહિત કેટલાક દિને કરે છે. વાપવીતનું નામ યજ્ઞ સાથે સબંધ ધરાવે છે, તે જાણતાં છતાં તેને કેટલાક સાર્થક કરે છે? નદીકિનારે, તળાવ-કૂવે, સમુદ્રકિનારે કે પછી નળ ઉપર ઘણાખરાઓ જ્યારે શ્રાવણી કર્મ કરે છે, ત્યારે અમારા આર્યસમાજ બંધુઓ યજ્ઞવેદી પાસે બેસી તેમાં ઘત આદિ સુગંધી દ્રવ્યોથી આહુતિઓ આપી વેદમંત્રોના ઘોષસહિત આ ક્રિયા વિદિક પદ્ધતિથી કરે છે. - શ્રાવણીનો ધાર્મિક ભાગ ઉપર વર્ણવ્યો. હવે સામાજિક અને આર્થિક વિભાગને ન્યાય આપવો જોઈએ. એને બળેવ, નાળીએરી પૂનેમ કે બારાપૂજા પણ કહેવામાં આવે છે. બળેવમાં રક્ષાબંધનનું તત્ત્વ રહેલું છે. બહેન ભાઈને રાખડી બાંધી તેની રક્ષા ઈચછે, અને પોતાને માટે રક્ષા માંગી લઈ પિતાનું રક્ષણ કરવાનો ભાર ભાઈને શિરે નાખે છે. જૂના જમાનાનાં એવાં અનેક દષ્ટાંતો મળી આવે છે કે ઘણી રજપૂત સ્ત્રીઓએ પોતાને માથે આવી પડનારી ભાવિ આપત્તિના નિવારણાર્થે અનેક શર અને ઉદાર વીરનરેને આવી રક્ષાઓ પાઠવી હતી અને તેથી તેમના શિયળની તેમજ શરીરની રક્ષા થઈ હતી.
નાળિયેરી પૂર્ણિમા અથવા બારાપૂજા કરવાની પ્રણાલી કચ્છ, કાઠીઆવાડ અને ગુજરાતના કેટલાક ભાગોમાં જ પ્રચલિત છે. જ્યારે પ્રાચીન સમયમાં હિંદ સમૃદ્ધ હતું અને તેને વેપારરોજગાર બહોળો હતો, ત્યારે વેપારીઓ પોતાની માલીકીનાં આઠ-દશ કે પંદર વહાણ ધરાવતા, તે વહાણમાં અને માલ ભરીને પરદેશ વેચવા લઈ જતા અને ત્યાંથી પાછો તે તે દેશને માલ અત્રે લાવી તેનો વેપાર ખેડતા. ત્યારથી સમુદ્રસાંત્વનાથે આ ઉત્સવની કલ્પના ઉદ્દભવી સંભવે છે. ઘણુંખરું શ્રાવણ સુદ પૂનેમ બાદ ચોમાસુ શાંત પડતાં સમુદ્રનો વેગ નરમ પડે છે અને ત્યારથી પાછા વહાણવટાના ઉદ્યોગને આરંભ થતો. હવે હાલના સુધરેલા જમાનામાં સ્ટીમરોની હરિફાઈને લીધે આ વહાણવટાને ઉદ્યોગ લગભગ નાશ પામવા આવ્યો છે.
માંડવી શહેરના બારાની નદીના મુખ આગળ સેંકડો વહાણ બંધાતાં હતાં. આજે હવે વર્ષમાં પાંચ-દશ મછવા પણ માંડ માંડ બંધાતા હશે. તેવી જ રીતે કાઠીઆવાડનાં બંદરોમાં પણ બંધાતાં વહાણો હવે તો નામશેષજ રહેલ છે. આથી હિંદુઓને નૌકાઉદ્યોગ તદ્દન નાશ પામવાની અણ ઉપર છે. હજારો ખલાસીએ, હજારો લુહાર અને સુથારો, સેંકડો વણકરો (જેઓ વહાણના સઢમાટે કપડું વણતા તેઓ) વગેરે એ ઉદ્યોગ ઉપર આધાર રાખતા. અનેક ધંધાદારીઓ, આ ઉદ્યોગને નાશ થતાં રાજીવગરના થઈ બીજા ધંધાની શેધમાં રવડતા રહ્યા છે. હવે આગળ વધેલા જમાનાને અનુસરી દેશ માટે સ્ટીમરના વ્યાપારી કાકલા ઉભા કરવાની અગત્ય અને આ નૌકાઉદ્યોગની કેળવણી માટેનાં સાધને ઉભાં કરવાની પણ તેટલી જ જરૂર છે. સમુદ્ર ખેડનારમાં જે સાહસ, વૈર્ય, સમયસૂચકતા અને શૌર્ય રહેલાં છે, તે સાધારણ ધંધા કરનારમાં આવે તેમ નથી. સમદ્ર એ સ્વાતંત્ર્યનું પારણું છે, એ સૂત્ર આ ભારતવર્ષની પ્રત્યેક વ્યક્તિએ મનન કરવું જરૂરી છે; અને એ ધ્યેયને પહોંચી વળવાના દરેક પ્રકારના પ્રયત્નો આદરવા એ આ દેશની શિક્ષિત અને સમજુ વ્યક્તિની ફરજ છે. * * * * *
યદુકુલભૂષણ શ્રીકૃષ્ણના જન્મદિનતરીકે આ ઉત્સવ ઉજવવામાં સર્વ જાતિના હિંદુઓ જુદી જુદી રીત પ્રમાણે વર્તે છે. બાલબ્રહ્મચારી કૃષ્ણ કે જેણે સાંદીપની ઋષિના આશ્રમે રહીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com