________________
કલબ કે કેદખાનાં?
૭૭– તલ્લાનાં? સેવીએટ રશીઆની જેલની મુલાકાત; કેદીઓને કામના બદલામાં
પગાર મળે–પખવાડીઆની બહાર જવાની રજા મળે
- ગવર્નર અને કેદીનાં સરખાં લૂગડાં રશીઆમાં જે મને સઘળા વિચિત્ર અનુભવો થયા હતા, તેમાં સૌથી વિચિત્ર તો જ્યારે મેં એક રશીઅન કેદખાનાની મુલાકાત લીધી ત્યારે થયો હતો. જીઆની એ જેલ જોઈ કેદખાનાંવિષેના ઈંગ્લીશ ધરણના મારા બધા ખ્યાલોનું રૂપાંતર થઈ ગયું હતું. મેં જેલ જેવા જવાની માગણી કરી હતી, જે મને આપવામાં આવી હતી. હું ત્યાં પહોંચ્યા ત્યારે મને ખબર પડી કે, કંઈક ભૂલથી જેલના ગવર્નરને મારા આગમનની ખબર આગળથી આપવામાં આવી નહતી. પહેલાં એ વિષે જરા મુશ્કેલી ઉભી થઈ હતી; કારણ કે તેને એવા હુકમો મળેલા હતા કે, પરવાનગી વગર કોઈ પણ વીઝીટરોને જેલમાં દાખલ કરવા નહિ. છેવટે કેટલીક દલીલ ૫છી એવો તોડ કાઢવામાં આવ્યો કે, ગવર્નર કેદખાનામાં હંમેશ મુજબ ચારે બાજુ સાથે ફરે, ત્યારે મારે તેની સાથે રહેવું. દરમિયાન તેનો કોઈ એસિસ્ટંટ ટેલીફેન મારફત મારે માટે પરવાનગી મેળવી લે. એ પ્રમાણે જેલના ગવર્નર અને બીજા એક બે જણ એમ અમારી ટોળી કેદખાનામાં ફરવા લાગી.
બારાકી ખાતાનો વૈર્ડન માર્ગમાં હું જેલના ખારાકી ખાતાના વોરડન જોડે વાતે વળગ્યો. તે ઝારના અને મેશેવિકોના અમલ વખતે આજ જેલમાં એક એકીસર હતો અને બંનેની ખરાબ યાદગીરીઓ તથા કડવા અનુભવો તેના મગજમાં તાજા હતા. બંને અમલમાં એકલા કેદીઓને જ નહિ પણ વેંડર સુદ્ધાંને ખેરાક ઘણે ખરાબ મળતો હતો; પણ એ જમાનામાં સારા ખોરાકનો ખ્યાલ જ કોઈને ન હતો. એ જમાનામાં કેદીઓ તરફ ઘણી સખત વર્તણુક ચલાવવામાં આવતી હતી, પણ તેની સામે શું ઉપાય લઈ શકાય? હું પોતે મારાથી બનતું ત્યાં સુધી કેદીઓ તરફ માયાળુ રહે, પણ એ વખતની પદ્ધતિજ એવી જામી હતી કે તેની સામે કોઈ ટકી શકે નહિ. એ વાત ખરી કે મેગ્નેવિક અમલમાં તે કઈ અન્યાય સામે ફરિયાદ કરી શકતું; પણ ઝારના અમલમાં તે ફરિયાદ સુદ્ધાં થતી નહિ. પણ ફરિયાદ તરફ લક્ષજ ન અપાય ત્યાં ફરિયાદ કરવાનો અર્થ શું ? મેજોવિકે ઉખડી ગયા ત્યારે મને ઘણે ખેદ થયેલો, કારણ કે એ લોકો જેલના સ્ટાફના ત્રણ મહીનાના પગાર ચાંઉ કરીને ચાલી ગયેલા. એક રશીઅન સ્વભાવે પ્રમાણિક માણસ છે અને તેને કોઈ લૂંટી જાય એ પસંદ પડતું નથી. આ આગલી યાદગીરીઓ તેના બિચારાના મન પર હજુ પણ તાજી હતી. એ તેને ભૂલી શકતો ન હતો.
અત્યારની સ્થિતિ અત્યારે જેલમાં પરિસ્થિતિ કેવી હતી? મેં પૂછ્યું અને જવાબ મળ્યો કે “અરે, ઘણી સારી. કેદીઓ પર ખરાબ વર્તણુંક ચલાવવામાં આવતી હતી નહિ. કેદીઓ અને વોડરે બંનેને ખોરાકી સારી મળતી હતી અને તેમના કારભારીઓને પગાર નિયમિત મળતો હતો. જૂના અમલ જેવી સ્થિતિનું નામનિશાન રહ્યું ન હતું, અને અત્યારે વધારે સુખી અને આબાદ છું. જો કે હું જેલમાં બૅડરતરીકે કામ કરે છે. છતાં હું આખરે તો માનવી છું.”
કેદીઓ અને તેમના મિત્રો અમારી જેલખાનાની સફર દરમિયાન એક ઓરડામાં અમે જઈ ચડ્યા, જ્યાં જાહેર પ્રજાનાં માણસે કેદખાનામાં પોતાના મિત્રો અને સગાને મળવા આવ્યાં હતાં. કેદીઓ અને મિત્રો વચ્ચે એક લોખંડનો કઠેર હતો; પણ આ કઠેરાની પેલી બાજુ ઉભા રહી એક કેદી પિતાનાં સગાં અને મિત્રો સાથે વાત કરી શકે, તેમની સાથે શેકહેન્ડ કરી શકે અને ચુંબન સુદ્ધાં કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com