________________
૧૪
શુભસંગ્રહ-ભાગ ચોથ રાવણરાજ્ય કે આધુનિક નાદિરશાહી સુદ્ધાં ફિક્કી પડે એટલા તે ભયંકર છે. લેનિને તથા તેના અનુયાયીઓએ ઉપલાં કષ્ટોને ન ગણકારતાં પોતાનું કાર્ય અપ્રહિતપણે ચલાવ્યું રાખ્યું હતું.
પરંતુ તેમનાં કાર્યને ખરો યશ સન ૧૯૧૭ ની સાલ પૂરી થતાં સુધી નહેાતે મળ્યો. પ્રજાને રીબાવનારી ઝારશાહીનો નાશ એટલોજ કંઈ લેનિન વગેરેનો કાર્યક્રમ નહોતે. ખરે કાર્યક્રમ તે ઝારશાહી ઉથલી પડવ્યા પછીજ હતો. પૈકી ઝારશાહીને કેરેન્કી વગેરે સમાજસત્તાવાદી આગેવાનોએ . ઈ. સ. ૧૯૧૭ ના માર્ચ મહિનામાં ઉથલાવી નાખીને પ્રોવિઝનલ ગવર્નમેંટની સ્થાપના કરવામાં આવી. આ વખતે મહાયુદ્ધની દાવાનળ આખી દુનિયામાં સળગી ઉઠ્યા હતા. કેરેસ્કીના મનમાં જર્મનીની સાથે ચાલેલું યુદ્ધ થોભાવવાનું નહોતું; પરંતુ લેનિન એ યુદ્ધની બીલકુલ વિરુદ્ધ હતો. થતું નુકસાન થાય છે તે સ્વીકારી લઈને પણ જર્મની સાથે તહ કરી રશિયન પ્રજાને રક્તપાત, અને દ્રવ્યનાશ અટકાવ, એમ તેના મનમાં દર થઈ ગયું હતું; કારણ રાષ્ટ્રની ખાટી પ્રતિષ્ઠા તેને નહોતી જોઈતી, પણ રાષ્ટ્રની ગરીબ પ્રજાને સુખસમાધાનીથી ભાખરીને ટુકડો ખાવા મળે એવી તેની ઉત્કટ ઇચ્છાનહિ યેય હતું. આથી કૈરેન્કી અને લેનિનની ઝટપટી શરૂ થઈ. અત્યારસુધી લેનિનનાં તો અને તત્રીત્યર્થ તેના પ્રયત્ન લેકેને એટલાં ગમ્યાં હતાં કે કૅરેન્કીને પરાભવ કરતી વેળા તેને લોકેના તરફથી વિરોધ તે થયો નહિ, પણ ઉલટી મદદજ થઈ. લેનિને ટ્રોસ્કી ને ઍલિન આ ઉભય હસ્તકની મદદથી કરીને ઉથલાવી નાખે ને રશિયામાં ખરેખરૂં બોલશેવિક રાજ્ય થાપન થયું. આ ઘટના ઈ.સ. ૧૯૧૭ ના નબ૨ની ૭ મી તારીખે બની, આ દિવસ રશિયન ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખવા જેગો મનાઈ ગયો છે; કારણ એજ દિવસે રશિયામાંનાં બાળબચ્ચાં, સ્ત્રીઓ, ખેડુત અને મજૂરવર્ગની સુખસમાધાનીને પાયો નાખવામાં આવ્યો.
અધિકારસૂત્ર હાથમાં આવ્યા સાથે લેનિન પક્ષે સૌથી પ્રથમ જે બાબત કરી તે એ કે, શેવિક રાજ્યપદ્ધતિનો કસીને વિરોધ કરનારા એટલું જ નહિ પણ તેને કટ્ટર શત્રુ એવા જે લોક હતા તે બધાને હદપાર કર્યો અથવા બાજુએ કાઢયા. ૧૯૧૭ના નવેમ્બરની બીજી તારીખથી તે બારમી તારીખપર્યત બોલ્સેવિકોએ પિતાના માર્ગમાં તમામ નાનામોટા કાંટા દૂર કર્યા ને એમ કરતી વેળા તેમણે રાજનીતિના તત્વ પ્રમાણે કોઈનેએ દયા-માયા બતાવી નહિ. આરોગ્યને બાધક એવા સામાન્ય કિંવા ભયંકર રોગજંતુ શરીરમાં પ્રવેશ્યા પછી તેમને મારવાની બાબતમાં દયા-માયા બતાવવી એ જેટલું શાણપણનું લેખાય તેટલું જ બોલશેવિઝમ જેવી ગરીબોની સહાયક રાજ્યપદ્ધતિના શત્રને, પછી તે સામાન્ય હો અથવા ભયંકર હે, જરા જેટલી પણ ક્ષમા કે દયા-માયા બતાવવી જોખમવાળું છે. એ જાણીને જ લેનિન ક્ષે આ કૃત્ય કર્યું. આજ શત્રુસત્રમાં ઝાર-ઝારીનાની તેમનાં બાળબચ્ચાંસહ આહુતિ આપવામાં આવી. આ શત્રુસત્ર દશ દિવસ સુધી ચાલ્યું હોવાથી આ દશ દિવસેને મુડીવાદી વિરોધી રાષ્ટ્રો “રેન એંફ ટેરર” અથવા “રાવણ રાજ્ય’ આવી સંજ્ઞા આપે છે.
આ કૃત્યમાં ટ્રોસ્કી અને સ્ટલિન એ લેનિનની ડાબી જમણી ભુજાઓ હતી અને તેમણે આ કાર્યમાં તન-મન-ધન અર્પણ કરીને કરેલી રાજ્યકાન્તિનું દશ્ય ફળ ગરીબ પ્રજાના હાથમાં આપ્યું. ઉપરના કૃત્યની બાબતમાં હજારો લેખકેએ લેનિનને દોષ આવે છે ને તેને રાક્ષસ કહ્યો છે, પરંતુ તેમને આ આરોપ પિકળ છે; કારણ લેનિનનાજ શબ્દોમાં કહીએ તો, અમુક એક પુણ્યકૃત્ય કરતી વેળા સાધનના સારા-નરસાપણાને વિચાર કરવામાં કાળના અપવ્યય કરતાં બેસવું નહિ. સર્પ નજરે પડન્યા પછી તેને કપટથી-કારતાથી મારો કે સૌમ્યપણે મારો, આ આત્મઘાતક વિચાર કરવા રહેવું નહિ એ ખુલું છે. પ્રભુ મળતું હોય તે અધર્મ કરે ' આ લેનિનને સિદ્ધાંત હતો. ગરીબ પ્રજાનું સુખ એ તેનું ધ્યેય ને આ સર્વ પ્રકારનાં સાધનો અમલમાં આણીને આ ધ્યેય તેણે સંપાદન કર્યું, એમાં કંઈજ ગેરવ્યાજબી નથી. ધ્યેયજ જે ખરાબ હોત, તા અનજ જૂદો હતે. અસ્તુ.
આ પ્રમાણે શત્રુનું નિકંદન થયા પછી નિષ્કટ પરિસ્થિતિ પ્રાપ્ત થયેલી જોઈને દેશમાંની આર્થિક પરિસ્થિતિ સુધારવાને તેણે પ્રયત્ન શરૂ કર્યો. એણે તમામ જમીનદાર અને પુંજપતિઓની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com