________________
શેવિક ત્રિમૂર્તિ
૧૪૬ આપીને સમજાવવા એ શક્ય નથી, એમ ટ્રોસ્કીએ જાણી લીધું હતું. તેના મંડળમાં એક મુખીન નામનો સુશિક્ષિત ખેડુત હતો. તે માત્ર પિતાના વ્યાખ્યાનમાં સમતાવાદ એટલે શું
સમતાવાદ એટલે શું, એ બહુ ઉત્તમ રીતે સમજાવીને કહેતા. તે ખિસ્સામાંથી કઈક જાતનાં બીયાં કાઢીને એમાંનું એક ટેબલ પર મૂકીને તે લોકોને કહેતો કે “ આ ઝાર! સમજ્યા કે?” ત્યાર પછી તે બીની આસપાસ બીજા કેટલાંક બીયાં મૂકીને તે કહેતા કે “ આ તેના દિવાન અને અમલદાર !” ત્યારપછી વળી તે બીયાંની આસપાસ બીજા થોડાંક બીયાં મૂકીને તે કહે કે “આ સેનાપતિ અને બીજા નાનામેટા અધિકારી આ પ્રમાણે તે બીયાં મૂકતો જઇને વ્યાપારી, વકીલ, મીલવાળા, કારખાનદાર, ખેડુત, મજુર વગેરેની રચના કરતો ને છેવટે બધાં બીયાને એકઠાં કરી લઈ શ્રેતાને પૂછતો કે “હવે મને કહે કે, આમાં ઝાર કયો? દિવાન કયો? સેનાપતિ કયો ને અધિકારી, વ્યાપારી વગેરે ક્યાં છે?” અર્થાત
બધા એક થયા. બધા સરખા થયા ! ” આ દવનિ શ્રોતાઓમાંથી નીકળતા. એના પર મુખીન કહેતો કે “આજ તે સમતાવાદ ! હવે તે તમારા લક્ષમાં આવ્યોને? આ પરિસ્થિતિ તમને ગમે છે કે? અમે તેજ કરવા ઈચ્છીએ છીએ—અને એજ પવિત્ર કામમાં તમારા હિતના કામમાં અમને તમે
૨. ” આ પ્રયાગની લેાકાના મનપર ઉત્કૃષ્ટ છા૫ ૫ડતી ને તેના વ્યાખ્યાનની મેમે નાનામોટા, સજ્ઞાન-અજ્ઞાન, એવા સર્વ પ્રકારના લોકેના ધ્યાનમાં ચટ દઈને આવતે.
જલદીથીજ ટેસ્કીને ક્રાન્તિકારક તરીકે પકડવામાં આવ્યો ને તેની રવાનગી નિકલીહની તુરંગમાં કરવામાં આવી. ત્યાંથી બે મહિને તેને છૂટકારો થયો; પરંતુ એટલાથી તેની ચળવળ કેવી રીતે બંધ પડે? પુનઃ તેને પકડવામાં આવ્યો ને એડેસાની ભયંકર તુરંગમાં તેને પૂરવામાં આવ્યો. આ સ્થળે થયેલા હાલહવાલનું તેણે બહુ સરસ વર્ણન કર્યું છે. એની બરોબરજ અલેક્ઝાંડ્રાને પણ પકડવામાં આવી હતી. તેને છૂટકારો છે. સ. ૧૮૯૭ માં થયા પછી બરાબર બે વર્ષે અલેક્ઝાંડ્રા અને સ્ક્રીનું લગ્ન થયું. તેના બાપને આ લગ્ન પસંદ પડયું નહિ ને તેણે પીટ્સબર્ગના જ્યુડીશિયલ ખાતાના દિવાનને તાર કરીને આ લગ્ન ન થવા દેવું, એવી વિનતિ કરી હતી, પરંતુ એડેસાની તુરંગ-નિવાસમાંજ આ લગ્નને વિચાર નક્કી થયેલ હોવાથી કેઈનું કંઈ ચાલ્યું નહિ. આ લગ્નમાં વિશેષતા એજ હતી કે, તેના મૂળમાં કેવળ વૈષયિક પ્રેમ નહોતે. બન્નેનું ધ્યેય અને કાર્ય એકજ હોવાથી એકત્ર રહીને તે એકબીજાની મદદથી કરી શકાય એ પણ તેમને આ લગ્નના મૂળમાં હેતુ હતો.
ઈ. સ. ૧૯૦૦ માં વળી તેને ફરીથી પકડવામાં આવ્યા ને સિબિરિયામાં હદપાર કરવામાં આવ્યું. સેબિરિયાના નિવાસમાં ટ્રોસ્કીએ અનેક ગ્રંથ વાંચ્યા ને અનેક લેખો લખીને “ઈસ્ટર્ન રિવ્યુ' નામના માસિક તરફ મોકલ્યા. આ હદપારીમાં ટોસ્કીએ પોતાની કલમ મજબૂત કરીને આગલા કાર્યની રૂપરેખા પણ તૈયાર કરી.
એ વખતમાં લંડનમાંથી “ઇસ્ક્રા” નામનું વર્તમાનપત્ર બોશેવિક મતને પ્રચાર કરતું હતું. આ પત્ર લેનિને પિતાના પાંચ અનુયાયીઓની મદદથી ચાલુ કર્યું હતું. સ્ક્રીની કાર્ય કુશળતા અને કીતિ અત્યાર અગાઉજ લેનિનના કાને ગઇ હતી; પરંતુ લેનિન પોતે હદપારીઓ અને તુરંગવાસ ભોગવતો હોવાથી અદ્યાપિ આ બે અદ્વિતીય ગુરુશિષ્યની મુલાકાતને યોગ આવ્યો નહોતે. ટસ્કી પિતે લેનિનની માનસપૂજાજ આજ સુધી કરી રહ્યો હતો. પ્રત્યક્ષ મુલાકાતનો
ગ શ્રી શિવાજી રામદાસની પેઠે બહુ મોડો આવ્યો. લેનિન અને ટ્રસ્ટી વચ્ચે મુલાકાતને યોગ “ઇસ્ક્રા' વર્તમાનપત્રેજ આપ્યો. ક્રાતિકારક પક્ષે લેનિનને મળવા સારૂ સ્કીને લંડન મોકલ્યો.
ટકી મળસ્કાના ચાર વાગે લંડન પહોંપે ને સીધા લેનિનને ઘેર જઈ પહોંચ્યો ને પિતાના નિર્ભય સ્વભાવ પ્રમાણે એટલી મોડી રાત્રે પણ જોરથી દરવાજો ખખડાવવાની શરૂઆત કરી. કાઈની ઉંઘ ઉડશે એવી તેને બીક લાગી નહિ. નાડીદા કેન્સ્ટન્ટિનોહા એટલે લેનિનની સ્ત્રી જાગી ને દરવાજો ઉઘાડીને તેણે ટ્રસ્ટીને અંદર લીધો. લેનિને “ઈસ્ક્રા' વર્તમાનપત્ર પૂરતું પ્રોટસ્કીનું “પી” એવું નામ રાખ્યું હતું. બન્નેની પરસ્પર ભેટ થયા પછી લેનિને “આપણો પીરો આવ્યો એમ પેાતાની સ્ત્રીને મેટા આનંદથી કહ્યું. આ બીના સન ૧૯૦૨ ના કટાબરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com