________________
૧પ૩
રશિયાને શિક્ષણપ્રયોગ એને સંબંધ જોડાયેલો હોવાનું સર્વત્ર નજરે પડે છે.
છેવટે વિદ્યાર્થીઓની સાથે બે શબ્દ બોલીને નિશાળમાંથી બહાર પડીએ.
કોઈ પણ સદગૃહસ્થ શાળા જેવા સારૂ જાય એટલે શાળા બતાવવાને તેની સાથે પ્રિન્સિપાલ ન જતાં તેને વિદ્યાર્થીને હવાલે કરવામાં આવે છે. તે એકાદા વર્ગના દરવાજા પાસે ગયા કે અંદરથી શિક્ષક બહાર ન આવતાં વર્ગને મૅનિટર બહાર આવે છે તે જોવા આવનાર ગૃહસ્થની બધી વ્યવસ્થા કરે છે. એક સદગૃહસ્થ એક વર્ગ પાસે પહોંચતાં એક પ્રૌઢ વિદ્યાથી બહાર આવ્યા અને હસ્તાબ્દોલન થયા પછી તેમની વચ્ચે બહુ મનોરંજક સંભાષણ થયું.
ગૃહસ્થ–મને વર્ગની પાસે આવેલો જોતાંજ માસ્તરની પરવાનગી સિવાય તમે એકદમ વર્ગની બહાર કેવી રીતે આવ્યા? - વિદ્યાથી–કેમ વારૂ? આવેલા મહેમાનને મારે વર્ગ બતાવો એ મૅનિટરતરીકેનું મારું કામ જ છે. આવી બાબતમાં અમે ગુરુજીને તસ્દી આપતા નથી.
“બીજી કયી કયી બાબતમાં તમે ગુરુજીને તસ્દી આપતા નથી?
“ “તસ્વી” શબ્દ મેં ખરા ભાવથીજ વાપર્યો છે, અને તમને કહું છું કે, શાળામાંનાં ઘણાંખરાં કામે વિદ્યાથી જ ઉકેલી લે છે. જ્ઞાનદાનના મુખ્ય કામસિવાય બીજી બાબતમાં અમે ગુરુજીપર બોજો નાખતા નથી.”
“અને શિસ્ત-વ્યવસ્થા–લાવવાનું કામ? એ બાબતમાં પણ ગુરુજીનો ભાર હલકે કરો છો?”
“જોઇએ તે મશ્કરી કરો, પણ શિસ્ત શું અમારી અમારાથી ન લાવી શકાય છે? મારી આ નિશાળમાં તો વ્યવસ્થા વગેરેનું કામ અમે જ કરીએ છીએ.”
અને તેનો ભંગ થાય તો ?'
ભંગ થાય છે જ. મૂળમાં બહુ થોડી વાર; કારણ વિદ્યાર્થીઓનાજ ઉપર તે કામ પડવાથી તેનું મહત્ત્વ તેમને સમજાય છે અને એકાદ કેાઈ એ ઉદ્ધત નીકળેજ તે તેની તપાસ અમે અમારી કમિટિ આગળ કરીએ છીએ.”
અને ત્યાં નિર્ણય ન થયો તો ?”
“એવું કવચિત જ બને છે. મને એક જ પ્રસંગ યાદ છે. એ પ્રસંગે અમે તે બાબત શાળાની કાર્યકારી કમિટિ આગળ રજુ કરી હતી.”
“ એ કમિટિમાં કોણ કોણ હતું ?'
મુખ્ય અધ્યાપક, બીજા એક શિક્ષક અને હું (જરા સંકોચ પામતાં) એટલે વિદ્યાર્થીએની કમિટીને અધ્યક્ષ. આજ સુદ્ધાં હું અધ્યક્ષ છું.”
વાહ! અધ્યક્ષ સાહેબ! આપ આ કમિટિમાં તમારા ગુરુજીની ખુરશીની જોડે ખુરશી મૂકીને બેસો છો ત્યારે ?”
“કાં, તમને એમાં નવાઈ જેવું લાગ્યું? તમારા દેશમાં એ ચાલ નથી એમ લાગે છે!”
“વારૂ, પ્રેસિડેન્ટ સાહેબ! તમારી જ આ કમિટિઓ અને મિટિગોને લીધે તમને અભ્યાસનો વખત કેવી રીતે મળે છે ?”
“એટલે? કમિટિમાં બેસવું એ અભ્યાસ નહિ કે? આ એક શિક્ષણને ભાગજ છે.” પણ તે એકલા પ્રતિનિધિનેજ મળે, બાકીનાઓને ?''
કેમ વારૂ! અમારી શાળામાં અનેક જૂદી જૂદી કમિટિઓ હોઈ સૌ કોઈને કામ કરવું જ પડે છે. આગળ ઉપર મોટા થયા પછી અમને આ કામો કરવાં જ પડે છે. એનું શિક્ષણ અમે અત્યારથીજ લઈએ છીએ અને એટલાજ સારૂ શાળામાંની કમિટિઓ સિવાય દેશમાંની કમ્યુનિસ્ટ વગેરે રાજકીય સંસ્થાઓના પણ અમે સભાસદ થઈએ છીએ.”
“ એમ, રાજકારણની પણ મના નહિ ?”
કેમ ચમકયા જેવા દેખાઓ છો ?” “ કંઈ નહિ કહ્યું.........”
(“ચિત્રમય જગત”ના “રશિયા અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com