________________
શ્રીદુર્ગાદાસ-જયંતિ ७३-श्रीदुर्गादास-जयंति
આજની હિંદુજનતા પિતાના ભવ્યકાલીન વીરેનાં વરિચિત કર્મોની કદર ખૂજવા લાગી છે, એ હર્ષની વાત છે. વીરજયંતિઓનાં ઉજવણાં આજને ગૌરવનો વિષય થઈ પડ્યો છે. જગતની વીરજાતિઓ પિતાના વીરપૂર્વજોની વીરગાથાઓનું સ્મરણ કરીને જ, એ મહાનુભાવોના ઉચ્ચાદર્શોને અહર્નિશ ચક્ષુસમીપ રાખીને જ પિતાનું અસ્તિત્વ કાયમ રાખી શકે છે, એ
હિંદુજનેતા પૂરેપૂરું સમજી ગઇ છે. ચૂાપાદિ મોટા દેશોમાંનાં પાટનગરમાં અને ગામડાંઓમાં પણ ગલીએ ગલીએ અને સાર્વજનિક ભવનોમાં પોતાના વીર પૂર્વજોની પ્રતિકૃતિઓ સ્થાપન કરેલી હોય છે. આ પ્રતિમાઓને પેખી પેખીને જ તે તે દેશવાસી હદયમાં સ્વદેશપ્રેમની ભાવનાઓ ખીલાવે છે; અને એ વીરોના આદર્શાનુસાર જીવન જીવવાની પ્રતિજ્ઞા લે છે.
અફસેસ, ભારતવર્ષમાં આથી વિપરીત દશા દેખાય છે. આજ અમારા કેટલાએ વીરોનાં ચરિત્રો ઇતિહાસ સુરક્ષિત રીતે જાળવી શકયો નથી. વીર નેપોલિયનનું જીવનચરિત્ર પ્રત્યેક કાન્સવાસીના ગૃહમાંથી મળી આવશે અને વીર દુર્ગાદાસને ઇતિહાસ હિંદમાં શોધવા બેસીએ તો? આજ અમારા કૅલેજીયન ભાઈઓ જેટલું નેપલિયન બોનાપાર્ટ વિષે અને નેલસન વિષે જાણતા. હશે તેના સમા ભાગની હકીકત પણ વીર દુર્ગાદાસ, મહારાણા પ્રતાપ કે પૃથ્વીરાજવિષે નહિ જાણતા હોય. | દુર્ગાદાસ એ એક જોધપુરને સેનાપતિ હતા, એટલું જ તેઓ જાણતા હશે. દુર્ગાદાસ સંબંધી આટલી હકીકત પણ તેઓ ફક્ત ગુજરાતી નિશાળ કે હાઈસ્કૂલમાંથી મેળવી શકશે, કૉલેજમાં તે તેઓને માટે તૈયાર થયેલા ઇતિહાસમાં દુર્ગાદાસનું નામનિશાન પણ નહિ મળે; અને એ કૅલેજમાં
નીકળતા આપણુ યુવાનોમાં આપણે રાષ્ટ્રીય ભાવના જેવા માગીએ એ કેમ બને ? વીર દુર્ગાદાસના વૃત્તાંતથી અશિક્ષિત વર્ગ તો કદાચ અનભિજ્ઞ હોઈ શકે, એ ક્ષમ્ય ગણાય; પરંતુ અમારા શિક્ષિત વર્ગના મુખમાંથી પણ જ્યારે “દુર્ગાદાસ એ જોધપુરનો સેનાપતિ અને જશવંતસિંહનો સાથી હતો” આટલાજ શબ્દો નીકળે એ ઓછું શોચનીય નથી. આજે તો જગત વીર દુર્ગાદાસની વીરગાથાથી નહિ પણ એ પુણ્યાત્માના નામથી પણ અપરિચિત છે.
જ્યારે મેગલ સલ્તનતને સૂર્ય મધ્યાને હતા, જ્યારે ઔરંગઝેબના અત્યાચારો પૂર્ણ પરાકાષ્ટાએ પહોંચ્યા હતા, જ્યારે રાજપૂતી નામશેષ કરવાને મહત્ત્વાકાંક્ષી બાદશાહની નીતિને સોટો જોરશોરથી વિંઝાઈ રહ્યો હતો, જ્યારે એક સૈકાથી એકત્રિત થયેલી મોગલ શક્તિની પ્રગટરૂપે સામે થવાને કોઈ તૈયાર નહોતું, જ્યારે એ મહારાષ્ટ્રકેસરી વીર શિવાજી મહારાજે પણ એ મોગલ સૈન્યનો સામે મોંએ સામનો ન કરવાની નીતિ અખત્યાર કરી હતી, ત્યારે વીર દુર્ગાદાસે ઔરંગઝેબ જેવા સાધનસંપન્ન શહેનશાહની સામે ખુલ્લી રીતે મોરચા માંડ્યા હતા.
આમ એ બાદશાહના વિપુલ દલની સામે ખુલી રીતે થવામાં વીર દુર્ગાદાસનો ઉદેશ ન તો રાજ્યની રક્ષા કરવાનો હતો કે ન તે રાજ્યના વિસ્તાર વધારવાને; પરંતુ કેવળ સ્વામી રક્ષા એજ એનો ઉદ્દેશ હતો, એ વીરનું આખું જીવન આપત્તિઓથી ભરપૂર હતું. એ આપત્તિઓના ખડકોને ખોદી કાઢી એણે સ્વામી રક્ષા સાધી.
એ વીરનું અંતિમ જીવન શાંતિમય ન નીવડયું. જે વૃક્ષને એણે સિંચ્યું તે વૃક્ષને છાંયે બેસવા એ ભાગ્યશાળી ને થયો. વીર દુર્ગાદાસનું જીવન આપણી સન્મુખ સ્વામીભક્તિનો આદર્શ રજુ કરે છે. વીરતા કરતાં એના જીવનપરાગમાંથી આત્મત્યાગની સૌરભ વધારે છૂટે છે.
એ વીરકેસરી, સ્વામીભકત દુર્ગાદાસનો જન્મ સંવત ૧૬૦૫ ના બીજા શ્રાવણ સુદી ૧૪ ને દિવસે થયે હતે. દર વર્ષે શ્રાવણ સુદી ૧૪ ના રોજ એ વીરની જયંતિ પ્રત્યેક સ્થળે ઉજવાય, એ ઈચ્છવા યોગ્ય છે.
જોધપુરમાં “દુર્ગાદાસ જયંતિ ઉત્સવ સમિતિ” સ્થપાઈ છે. આ સમિતિએ મારવાડના ગામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com