________________
ધાર્મિક શિક્ષણની ઉપેક્ષા કરવી હવે પાલવે તેમ નથી.
૧૩૪
નજ થાય, એમ અમારૂં માનવું છે. તે ઉપરાંત અવારનવાર ધાર્મિક વ્યાખ્યાને ચારિત્રવાન પુરુષા તરફથી થતાં જાય, સાધુસંતના સમાગમા થતા હેાય, એવા પ્રબંધ પણ શાળાના સંચાલકાએ કરવા જોઇએ. એકલા ગેાખણપટ્ટીના અભ્યાસક્રમની નહિ પણ આવા ધાર્મિક વાતાવરણની સ સ્થામાં ખાસ જરૂર છે. જેના હૃદયમાં નિરતર પ્રેમના ઝરાઓ વહે છે, જેનું મન સ્થિર અને આત્મજ્ઞાની છે, જેને સત્ય અને અહિંસાનાં તત્ત્વાપર અવિચળ શ્રદ્ધા છે, જેનુ હૃદય ઈશ્વરના ગુણાનુવાદમાં લીન છે, જે આત્મગ્રાહી છતાં નમ્ર છે, આવા એક સંત મહાપુરુષના એક વખતને સત્સંગ હારા વષઁસુધી પાઠવ પુસ્તકાદ્વારા ધાર્મિક શિક્ષણ આપ્યા કરતાં હજારગણું! ચઢી જાય છે; માટે આવા પ્રસંગે। મેળવવા માટે સંચાલકાએ હંમેશાં જાગ્રત રહેવુ જોઇએ. એક ઘડીના સત્સંગ તે હજાર વર્ષોંના તપ કરતાં ચઢી જાય છે, એ કથન અક્ષરે અક્ષર સત્ય છે; અને આજ કારણથી અજ્ઞાની પુરુષા પણુ, અભણ પુરુષા પણ જ્ઞાનીને ટક્કર મારે તેવી રીતે નૈતિક નિયમે પાળી ઈશ્વરને ખરા સ્વરૂપમાં એળખતા આપણે દુનિયામાં નીહાળીએ છીએ. આ જન્મમાં કે પૂર્વજન્મમાં આવા મનુષ્યના સત્સર્વાંગના સમાગમમાં તેઓ જરૂર આવ્યા હૈાવા જોએ, ધાર્મિક વાતાવરણનું અમૃતપાન જરૂર કયું હાવું જોઇએ અને તેથીજ આ જન્મમાં તે અજ્ઞાની છતાં, અભણ છતાં, ધાર્મિક જીવન પાળતા આપણા જોવામાં આવે છે. આ ખે છુપા ભેદનું રહસ્ય છે, એમ અમને જણાય છે.
હવે ધાર્મિક શિક્ષણનાં પરિણામ શાં આવ્યાં તે પ્રશ્ન તપાસીએ. ગરમી ઓછા-વત્તી થવાના થર્મોમીટર(ઉષ્ણતામાપક યંત્ર)માં જેમ પારા ઓછા-વત્તી ઊંચાઈએ આવે છે, તેવી રીતે ધાર્મિક શિક્ષણ લીધેલા બાળકાનુ અને મનુષ્યજીવનનું પારખવું સહેલું નથી. પરિણામ તે તેમના જીવન સાથે સતત સમાગમના અવલેાકનથી પ્રાપ્ત થઇ શકે, એટલે આ પ્રશ્નાના ઉત્તર સહેલે। નથી. ક્રાઈમાં સારાં પરિણામ આવે અને ક્રાઇમાં માઠાં પરિણામ પણ જોવામાં આવે છે. અનેક પ્રસંગે!, સંજોગેા, પૂર્વ સંસ્કાર તથા અનેક વાતાવરણની ભેગી અસર મનુષ્યના મન તથા હૃદય ઉપર થાય છે, એટલે પરિણામના સંબંધમાં આપણે ઉપલકીયું, ઉતાવળું અનુમાન કરી બેસીએ છીએ કે, ધાર્મિક શિક્ષણુ આપ્યા છતાં માઢું પરિણામ અમુક વ્યક્તિમાં જોવામાં આવ્યું; તે। આપણી એવી દલીલ સદ્વેષ છે, એ સ્પષ્ટ છે. અમુક વ્યક્તિમાં ખરાબ પરિણામ ષ્ટિગેાચર થતાં ધાર્મિક શિક્ષણને આપણે દેષ દઇ શકતા નથી. આપણી જવાબદારી એટલી કે ધામિક શિક્ષણ એટલુ' સંકુચિત ન હેાવુ જોઇએ કે મનુષ્યને અસહિષ્ણુ બનાવે, ખીજા ધર્મપ્રત્યે તિરસ્કારવૃત્તિ કેળવાય. અખંડ સત્ય તત્ત્વાજ ભાળકા આગળ રજુ કરવાં જોઇએ. શુભ ઇરાદાથી આવુ ધાર્મિક શિક્ષણ આપીએ તેા પરિણામ શુભજ આવે, તેની આપણે આશા રાખવાના અધિકાર છે. જેમાં અનેક મતમતાંતર હાય છે, ત્યાં ધાર્મિક શિક્ષણ કેવી રીતે આપવું તેની મુશ્કેલી તા રહે છેજ; તાપણુ તે મતમતાંતરા દૂર કરવા સતત પ્રયાસ ચાલુ રહેવા ોઇએ. ઈશ્વરને સત્ય સ્વરૂપમાં ઓળખવા તથા ઓળખાવવા માટે ઉપદેશકેા મારફત પ્રયાસ ચાલુ રહેવા જોઇએ. તેમાં ઉપદેશક સહિષ્ણુતા રાખી પ્રેમથી સત્યસ્વરૂપ જનતા આગળ મૂકે તેા જરૂર તેની અસર થાય તે નિર્વિવાદ છે. ધર્મો ધણા છતાં પણ એવાં ઘણાં સામાન્ય સત્યા દરેક ધર્મોમાં આપણને મળી આવશે; તેમ છતાં મનુષ્યપ્રકૃતિ વિવિધતાની ઉપાસક હાવાથી મતભેદે તે સમૂળગા દુનિયામાંથી નામુઃ થવાના નથી; પણ શાન્ત ચર્ચા અને વાદવિવાદથી સત્યનુ મથન થશે અને લેાકેાનાં હૈય સત્ય તરફ ઢળશેજ. શરૂઆતમાં જૂદી જૂદી પ્રજાએ પેાતપેાતાની માન્યતા પ્રમાણે, પાતપેાતાનાં શાસ્ત્રો પ્રમાણે ધાર્મિક શિક્ષણ આપે એ પણ કાંઇ ખેાટુ' નથી. ત્યારબાદ આવી સંસ્થાએમાં અરસપરસ ધાર્મિÖક સંમેલને થાય અને સત્યનું મથન થાય તેથી પણ ધાર્મિક પ્રગતિ થશે. આમાં વિશાળ દૃષ્ટિની જરૂર પડશે. સ્વરાજ્ય આપણા સર્વનું લક્ષ્ય છે, છતાં તેમાં પણ અનેક પક્ષેા છે. તેવા પક્ષે પણ આ આત્મસ્વરાજ્યનું લક્ષ પ્રાપ્ત કરવામાં રહેવાનાજ, છતાં એ રાતદિવસ એ પ્રભુનું લક્ષ્ય, એ દૈવી જ્યેાતની ઝાંખી પ્રજા સમક્ષ અહેનિશ રાખવાની આ જડવાદના જમાનામાં ઘણીજ આવશ્યકતા છે, એમ અમારૂં માનવું છે; કારણ કે સુકાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com