________________
૧૩૪
શુભસંગ્રહ-ભાગ ચેાથો અને સુકાની વગરના નાવની ગતિ જેવી થાય છે, તેવી ધર્મવિનાના માનવીની ગતિ થાય છે. કામ, ક્રોધ, મોહ વગેરે આસુરી ગુણ ઉપર વિજય મેળવવાનું કાર્ય ધર્મ જાણ્યા વિના થઈ શકે નહિ. ઈશ્વરનું સિંહાસન આપણા હૃદયમાં કાયમ રાખવા માટે નીતિ અને ધર્મને કેળવણીમાં સ્થાન હોવું જ જોઈએ. રોમ (નવેમ્બર-૧૯૨૭ના “બુદ્ધિપ્રકાશ'માં લેખક મૂળશંકર સુંદરજી દવે-પ્રિન્સિપાલ, અંધેરી-ગુરુકુલ.)
७०-बटाटानो खोराक सर्वथा उत्तम छे.
હાલમાં યુરોપ અને અમેરિકામાં બટાટાના બોરકે ઘેલું લગાડયું છે. ત્યાં બટાટાના ખેરાકના સંબંધમાં અનેક જાતની શોધખોળ ચાલી રહી છે. પરિણામે બટાટાના ખેરાકને ઉત્તમ ગણવામાં આવે છે. ડેનમાર્કના તંદુરસ્તી ખાતાના કમિશ્નર ડૅએમ. હીનદેદે બટાટાના સંબંધમાં સંખ્યાબંધ અખતરાઓ કરી તબીબી વિદ્યાની ખાત્રી કરી આપી છે કે, એકલા બટાટાના ખેરાક ઉપર માણસે ઘણું આસાનીથી જીવી શકે છે. ૦ હીનદેદે ૬૬ વર્ષની વયનો છે, જેમાંનાં છેલ્લાં ૩૩ વર્ષે તેણે માણસ માટેના સર્વથી ઉત્તમ ખેરાકની શોધ કરવામાં પસાર કર્યા છે.
તેણે શોધ કરી છે કે, બટાટાની ખોરાકતરીકેની અગત્યતા શોધી કાઢવા માટે બીજા બરાક સાથે બટાટાનો ખોરાક લેવો જોઇતો નથી–એટલે કે, એકલા બટાટા ઉપર જીવવું જોઈએ છે. આ તબીબ જણાવે છે કે, માણસે એક વર્ષ સુધી એકલા બટાટા ઉપર ધણી સહેલાઈથી જીવી શકે છે, તે વિજ્ઞાનશાસ્ત્રીઓનાં ભેજાંમાં કદી પણ આવ્યું નથી. ૧૯૧૨ના જાન્યુઆરી માસમાં આ તબીબ અને બીજા બે શખ્સોએ બટાટા અને માર્ગેરીનના ખોરાક ઉપર પિતાના નિર્વાહ કરવાનું શરૂ કર્યું. એ તબીબને પિતાને એ માટે ઘણું મોટે શક હતા, પણ આ ખેરાકથી કેવું પરિણામ આવતું હતું તે જોવાની તેની જિજ્ઞાસા ઘણી મોટી હતી. તેને હતુ બટાટાના ખેરાક સાથે પૂરતા પ્રટેનને જ ઉમેરવાને માંસ અથવા ઈડાંને ખોરાક લેવા અને આપવાને હતા; પણ તેણે આગળ વધતાં જોઈ લીધું કે, તેઓને એમ કરવાની મુદ્દલ જરૂર હતી નહિ. આ તબીબે કરેલા અખતરાઓ પછી જર્મનીના નામાંકિત પ્રોફેસર એબદાર હાલડને અખતરાઓ કરીને જાહેર કર્યું કે “એકલા બટાટા ઉપર જીવી શકાય તેમાં કશો શક નથી.”
કેલોનના બે પ્રોફેસરે કેસ અને કોસતરે પણ અખતરાઓ કર્યા પછી જાહેર કર્યું છે કે “અમારા અખતરાઓનું પરિણામ સંપૂર્ણ રીતે ડૉ. હીનદેના મતને મળતું આવે છે.”
બટાટાની મુખ્ય ખુબી જીવનને ટકાવી રાખવાની છે; પણ એ કરતાં તેની વધુ ખુબી તે યુરીક એસીડ અને ચાકને પીગળાવી નાખવાની છે. આથી બટાટાનો ખોરાક ગાઉટ અને રયુમેટિઝમને લગતા અનેક રોગોને સાજા કરવાની અદ્દભુત શક્તિ ધરાવે છે. દર્દીઓને ખાર યા ક્ષારવાળા કૂવાઓનું પાણી પીવા મોકલવામાં આવે યા દરદીઓને પુષ્કળ બટાટાને બરાક આપવામાં આવે તો તેનું પરિણામ સરખુંજ ઉતરવાનું; પણ બટાટાના ખોરાકને ઇલાજ પહેલાં કરતાં વધુ ઝડપી અને વધુ સસ્ત થઈ પડે છે. આ તબીબ કહે છે કે, તમે બટાટાના ખોરાક ઉપર છવવાને અખતરો શરૂ કરો તો જે પાણીમાં બટાટા ઉકાળવા કે બાફવામાં આવે છે તેનું પાણી પીવાને ભૂલતા ના, કેમકે આ પાણીમાં પુષ્કળ વિટામીન અને ખાર સમાયેલાં હોય છે.
(દૈનિક હિંદુસ્થાનના એક અંકમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com