________________
શરીરના આરોગ્ય તથા અદભુત બળવિ છૂટક સ્મરણે ૮૩ ४३-शरीरना आरोग्य तथा अद्भुत बळविषे छूटक स्मरणो
અજીર્ણ વખતે સફરજન ખાવાથી સારો ફાયદો થાય છે. ઘણા ભાગે સ્ત્રીઓને ખસ નહિ થવાનું કારણ તેમનાં આંગળાંને કસરત મળે છે તેજ છે.
એક લેખક કહે છે કે “શિક્ષણનો ધંધો કરનાર પૈકી ઘણાઓને ક્ષય થાય છે તેનું કારણ, ઘણાં બાળકો વચ્ચે ઉભા રહી પલાખાં પૂછવાં કે સાથે કવિતા વગેરે બોલાવી તેમના ઉસવાટે નીકળેલી ઝેરી હવાને જમાવ એક નાના ઓરડામાં કરી તેને શિક્ષકોએ પ્રાણવાયુતરીકે ઉપયોગ કરવો એજ છે. - કેટલીક પરદેશી દવાઓ હવે એવી બહાર પડી છે, કે જેના વપરાશથી માંસાહાર અને દારૂનું વ્યસન આપોઆપ લાગુ પડે છે.
પ્રમાણિક વૈદોને ત્યાં વ્યાયામ અને તાજી હવા એજ ઔષધ તરીકે આપવામાં આવે છે.
પૈસાના લાલચુ વદે વ્યાયામના અમૂલ્ય લાભો સમજતા હોવા છતાં દરદી આગળ તે વાત હસી કહાડે છે; અને પિતાના સ્વાર્થને ખાતર પિતાની દવાનાંજ વખાણ કરે છે.
એક ડોક્ટર કહે છે કે -પિત્તાશયના ઘણાખરા રોગો જેવા કે આમવાયુ, અજીર્ણ અને તેથી થતા ઝાડા-ઉલટી. મધુપ્રમેહ અને મજજાતંતુ સંબંધી કેટલાક વિકારો માત્ર સારો ખોરાક અને નિયમિત વ્યાયામથીજ સારા થાય છે.
આ દુનિયામાં ઘણું માણસે તેમનાં માતપિતા કરતાં ઓછી ઉંમરે ગુજરી જવાનું મુખ્ય કારણ કુદરતી નિયમ તરફનું દુર્લક્ષ, એજ છે.
એમ કહેવાય છે કે, જેના નખ વહેલા વધે, નખની નજીકની ચામડી (હાથની આંગળીઓ) પર થોડેક છેટે રેસા ઉખડે, ઉંધ સારી આવે, દસ્ત સાફ ને કઠણ થાય ને ભૂખ સારી લાગે તેની તંદુરસ્તી સારી સમજવી.
એવું કહેવાય છે કે, જેમનો જન્મ વસંતઋતુમાં થયો હોય તેઓ ઘણું જીવે છે.
જેમની હથેળી લાંબી હોય છે, તે માણસ માયાળુ હોય છે. છાતીએ વાળવાળા ભોળા અને વાળવગરના કપટી હોય છે. ઘણું કરી પાતળા માણસે ગરમ સ્વભાવના હોય છે ને તે વધારે જીવે છે. જાડા માણસે શાન્ત સ્વભાવના હોય છે.
અયોધ્યાને નવાબ શુજાઉદ્દોલા મદેન્મત્ત હાથીના પાછલા પગ ઉપર ચઢીને બે હાથે પૂછડું તાણું તેને હાલવા દેતો ન હતો. નદીમાં મગરને જોત કે તુરત પાણીમાં કૂદી પડી ડૂબકી મારીને તેનું પૂછડું પકડી કાચંડાની પેઠે બહાર ખેંચી કાઢતા.
વિયેનામાં કાન્સિસ નામે એક સરદાર હતો. તે અને બીજા કેટલાક માણસો સાથે બેસીને ટાઢના વખતમાં તાપણી તાપતા હતા. તેવામાં ભડકે મટે હોવાથી લાકડાં થઈ રહ્યાં ને હવે બીજું કંઈ બાળવાનું નહિ હોવાથી સઘળા વિચારમાં પડયા. એવામાં લાકડ થઈને જતા ગધેડા તરફ મિત્ર કાસિસની નજર પડી. તુરતજ ત્યાં જઈને એક ગધેડાના આગલા એ પણ એક હાથે ને પાછલા બે પગ બીજે હાથે પકડી લાકડસહિત તે ગધેડું ઉંચકી તાપણી નજીક લાવી મૂક્યું હતું.
માત્ર મલ્લ જેવાં ચિત્રો જેવાથી જ ઑફેસર સેન્ડોને આજે જગતપ્રસિદ્ધ થયેલું અદ્ભુત બળ પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા થઈ હતી.
જે ઘરમાં સ્ત્રી કરતાં પુરુષની ઉંમર વધારે હોય છે તેને ઘણું કરી છોકરાની પ્રજા વિશેષ થાય છે, ને જ્યાં પુરુષ કરતાં સ્ત્રીની ઉંમર વધારે હોય છે તેમને ઘણું કરી કન્યાઓ (પુત્રીઓ)ની સંખ્યા વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.
( “ભાગ્યોદય” ના એક અંકમાં લેખક શ્રી. શંકરલાલ મગનલાલ વ્યાસ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com