________________
બરનાર મેન્ફડનનું અસાધારણ જીવન અમેરિકન સરકારે તેને જાહેર રીતે સત્કાર કર્યો અને ન્યુયૅકના મેયરે પણ તેની ભારે પ્રશંસા કરી માન આપ્યું. આજે અમેરિકામાં સરકારી તેમજ લશ્કરી ખાતાંઓમાં તેના સુધારા દાખલ થયા છે અને સામાન્ય પ્રજા પણ તેની શોધનો બહોળા પ્રમાણમાં લાભ લઈ રહી છે.
મી. મેકફેડન ભાષણ આપીને કે પુસ્તકે લખીને જ બેસી રહેલું નથી. શરીરને માફક આવે અને તંદુરસ્તી તથા શક્તિ વધે એવા ખેરાકે પૂરાં પાડનારાં મેટાં ઉપહારગૃહે તેણે કાઢવ્યાં છે. ન્યુયૅક શહેર જ્યાં એ ખાતાનું મુખ્ય મથક છે ત્યાં એક ડઝનથી વધારે એવાં ઉપહારગૃહ છે. તેમાંનાં કેટલાંકમાં તે સાતસોથી હજાર માણસો એક વખતે જમવા બેસે છે. એવાં ઉપહારગૃહ અમેરિકાના દરેક મોટા શહેરમાં કાઢવામાં આવ્યાં છે. તે ચલાવવાને ઉભી કરવામાં આવેલી ફીઝીકલ કલચર રેસ્ટોરાં કંપનીની થાપણ લગભગ ચાર કરોડ રૂપિયાની છે. એ ઉપહારગૃહો કેવી ઉત્તમ રીતે ચાલે છે તે એટલા ઉપરથી જ સમજાશે કે, કંપનીના ભાગીદારોને દરવર્ષે ૩૦ થી ૩૫ ટકા સુધી વ્યાજ મળે છે. એ ગ્રહોમાં ચાહ-કોફીની તદન બંધી રાખેલી છે. તેમાં માંસાહાર પણ આપવામાં આવતો નથી. ફક્ત વનસ્પતિ, ધાન્ય અને ફળમાંથી બનાવેલી વિવિધ વસ્તુઓ ત્યાં ખોરાકતરીકે આપવામાં આવે છે. અનેક લોકે તેમાં તંદુરસ્ત થવાને જાય છે.
વળી મેકફેડને શોધી કાઢેલા સિદ્ધાંતો પ્રમાણેજ રહેવા, ખાવા અને વર્તવાના નિયમોનું યથાર્થ પાલન કરે એવા લોકોને તેણે એક સંસ્થાન વસાવ્યું છે, જેને ફીઝીકલ કલ્ચર સીટી એવું નામ આપેલું છે. હવે એ સંસ્થાનની નકલો બીજે ઠેકાણે થવા લાગી છે અને કુદરતી સિધાંત પ્રમાણે જીવન ગાળવાનું સામાન્ય લોકો પણ પસંદ કરવા લાગ્યા છે. દરદીઓને માટે તેણે એક સેનેટેરિયમ કાઢેલું છે. તેને મેકફેડન હેથેટેરિયમ એવું નામ આપેલું છે. તેમાં કોઈ પણ જાતની દવા વિના માત્ર કુદરતી ઉપચારોથી દરદીઓને સાજા કરાય છે. મોટા મોટા એમ. ડી. ડોકટરોથી નહિ મટી શક્યાં હોય તેવા દરથી પીડાતા અને બધે સ્થળેથી નિરાશ થયેલા દરદીઓ હેલ્વેટોરિયમમાં સાજ કરવામાં આવ્યા છે, એવી તે ખાત્રી આપે છે. મી. સેન્ડફર્ડ બેનેટ નામને ગૃહસ્થ ૫૦ વર્ષની ઉંમરે તદ્દન વૃદ્ધ થઈ ગયો હતો. મેકફેડનના હાથ નીચે તેણે શરીરની ખીલવણી કરી. ૭૧ વર્ષની ઉંમરે તે નવજુવાન જેવો થયો. ત્યાર પછી તેણે “ધડપણ, તેનાં કારછે અને તેને અટકાવએ નામનું પુસ્તક લખી આખા અમેરિકા તથા યુરોપમાં ખ્યાતિ મેળવી છે. સદર પુસ્તકના પૂંઠા ઉપરજ પિતાની ૭૧ વર્ષની વયને ફેટ આપેલ છે અને આજે તંદુરસ્તીની બાબતમાં તે એક સત્તાધિકારીસમાન ગણાય છે. એટલા ઉપરથી જ હેલ્વેટોરિયમના કાર્ય ની કલ્પના વાચકે કરી લેશે.
ફીઝીકલ કલ્ચર ટ્રેનિંગ સ્કૂલ એટલે શરીરની ખીલવણી કરવાનું શિક્ષણ આપનારી એક મોટી શાળા તેણે કાઢેલી છે, જે હેલ્વેટોરિયમની પાસે જ છે. એ સ્કૂલમાંથી કુદરતી ઉપચારોની મદદથી દરદ મટાડનારા દવાવગરના વેંકટરો અને સલાહકારોની મોટી સંખ્યા દરવર્ષે બહાર પડે છે. તેઓ પોતાના ગામમાં લેકને શરીરરચના વગેરે સંબંધી જ્ઞાન આપી સેકસુખાકારી વધારવાનાં કામ કરે છે. પ્રજાને તેથી એટલો બધો ફાયદો થયો છે અને કુદરતી ઉપચાર ઉપર એટલો બધો વિશ્વાસ વધી ગયો છે કે ફેંકટરો અને દવા બનાવનારાઓના ધંધા ઉપર તેની અસર થવા માંડી છે. દવાઓના ઉદ્યોગનું એક આગેવાન અમેરિકન પત્ર “ગીસ્ટ” લખે છે કે
એ શું બીના છે કે દવાએ તથા તે બનાવવાની ચીજોના ખપ દિનપ્રતિદિન ઘટતું જાય છે? છેલ્લાં દશ વર્ષમાં તેની ખપત સરાસરી ૬૫ ટકા જેટલી ઘટી ગઈ છે.” આ પરિણામ મી. મેકફેડન જેવા દવા વગરના વેંકટરોની મહેનતને આભારી છે. હિંદુસ્તાનમાં તો એથી ઉલટુંજ જોવામાં આવે છે. દરવર્ષે વૈદ્ય-રૅકટરોનાં નવાં દવાખાનાં ઉઘડેજ જાય છે અને તેમાં દવા લેનારા દર્દીઓની મોટી સંખ્યા ઉભરાય એમાં જ સફળતા માનવામાં આવે છે. આ બાબતમાં સરકાર કંઈજ સુધારો કરી શકે એમ નથી. જે આપણા દેશમાં ધર્માદા દવાખાનાં ચલાવનારા અને નવાં ખેલનારા ધનવાનો ધારે તે નવો માર્ગ ગ્રહણ કરી શકે એમ છે; પરંતુ તેમ કરવા માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com