________________
૧૩
ગર્ભાવસ્થામાંજ વધારે ઉત્તમ અને આબાદ શિક્ષણ આપી શકાય છે ઇચ્છા છે. માએ જરા મુંઝાઇને કહ્યું કે “કશાની પણ ઈચ્છા હશે તે તે માંસની હશે.” આ સાંભળીને તેના પિતાએ ઘેાડુ માંસ ખાળકને ચૂસવા આપ્યું. તે ચૂસીને બાળક શાંત થયે અને દૂધ પીવા લાગ્યા. મેાટા થતાં તેનાથી માંસ ખાધા સિવાય નજ રહેવાયું; જો કે તેના ધર્મોમાં તેની મના કરેલી હતી અને ધરમાં કદી પણ કષ્ટએ તે ખાધું ન હતું.
ખીજા એક કુટુંબની વાત છે. તે કુટુંબમાં કાઇએ દારૂનું નામ પણ કદી લીધું ન હતું; પણ ગર્ભાવતી માતાને એકાએક દારૂ પીવાની ઇચ્છા થઇ. પિતાએ વિચાયું` કે, દવાતરીકે એકાદ વાર દારૂ આપવામાં કોંઇ હરકત નથી. બસ, એક વારજ પીવાથી તેની દારૂની તૃષ્ણા છીપાઇ ગઇ અને બાળક સારી રીતે જન્મ્યું.
કેટલાંય ખાળકાની રીતભાત, તંદુરસ્તી અને ગુણુ-અવગુણનું નિરીક્ષણ કરીને એ વિષયના જાણકારા એ નિર્ણય ઉપર આવ્યા છે કે, ગર્ભાવસ્થામાં માતાની જેવી સ્થિતિ હેાય છે, તેવાજ સત્કાર બાળકમાં ઉતરે છે. જો તે સમયમાં રૂપિયાની છૂટ રહેતી હાય છે તેા બાળક ઉદાર અથવા તેા બહુ ખર્ચાળ થાય છે. જો પૈસાની તાણુ રહી હેાય તા બાળક કરકસરીએ અથવા તેા કંજુસ થાય છે. એજ રીતે માતાપિતાના અન્ય ગુણ-અવગુણુનું પ્રતિબિંબ એક કેમેરાની પેઠે બાળકમાં ઉતરી આવે છે. ધણેભાગે મેટા બાળક કરતાં નાનાં છેકરાં વધારે મુદ્ધિમાન અને બળવાન હાય છે; કેમકે ઉંમરલાયક થવાથી માતાપિતા પણ પહેલાં કરતાં વધારે સમજણવાળાં અને શક્તિવાળાં થાય છે. મેાટા બાળક વખતે લગ્નને થાડા સમય થયેા હેાવાથી માતા પેાતાના પતિની ખુબ સંભાળ રાખતી હેાય છે, તેથી મેાટા બાળકમાં પતિના ગુણ વિશેષ પ્રમાણમાં હાય છે.
ગર્ભાવસ્થાના પ્રભાવ એવી સૂક્ષ્મ અને અદ્ભુત રીતે બાળક ઉપર પડે છે કે પછી ઘણાયે પૈસા ખર્ચીવાથી પણ તે ગુણ-અવગુણુની અસરેાને ફેરવી શકાતી નથી. અગર જો તેમાં ફેરફાર કરી શકાય તેમ હેાય તે માતા પોતાના વિચારા સુધારે અને સારી બાબતેાનું મનન કરે, તાજ થઇ શકે તેમ છે. આવા સહેજ પરિશ્રમથી માતાએ પેાતાના પ્રિય પુત્ર, કુટુંબ, જાતિ અને દેશને ઉન્નતિને માગે લઈ જઇ શકે તેમ છે. આથી જે માતાએ પેાતાના બાળકના ઘેાડાસરખા સુખને ખાતર અથવા તેને સહેજ પણ તકલીફ્ ન પડે તે ખાતર જીવનપર્યંત મહાનમાં મહાન ત્યાગ કરવાને સદા તૈયાર રહે છે અને પેાતાના ખાળકના થાડા આનંદને ખાતર પેાતાનું ખાવુંપીવુ, સુખદુ:ખ બધુંયે ભૂલી જાય છે; તે શું એટલું નહિ કરી શકે કે, માત્ર નવ માસ સુધી પેતાના આચાર-વિચાર. શુદ્ધ અને ઉંચા પ્રકારના રાખવાની કાળજી રાખે ?
ડેંૉક્ટર ડીયેા લેવિસે ચેસ્ટિટી નામના પુસ્તકમાં લખ્યું છે કે, જો માતાપિતા ઇચ્છતાં હાય કે, તેમનું ભાવિ બાળક કાઇ ખાસ વેપાર, ધંધા, કારીગરી વગેરેમાં વિશેષ જ્ઞાન મેળવે તે તેમણે ગર્ભાવસ્થામાંજ એવી ભાવનાઓ સેવવી જોઇએ કે, બાળક માતાના પેટમાં હેાય ત્યારેજ તેના મગજમાં એ જાતના સસ્કાર પડે. એ ખાખતાના વિશેષ જ્ઞાનના અંકુરા માતાના પેટમાંજ જામે કે જેથી બાળક માટું થતાં તે તાજા અને સારી જાતનાં ફળફૂલ આપનારા વૃક્ષ જેવું થાય.
માતાપિતાએ એ ખસુસ જાણવું જોઇએ કે, ખાળક મેટું થયેથી તેને સુધારવુ, તે કરતાં તેને જન્મતાં પહેલાંજ સન્માર્ગે વાળી દેવું, એ અનેકગણું લાભદાયક છે. જે દાનવીર માપતા મહામહેનતે મેળવેલું ધન ખાળકાના શિક્ષણમાં ખર્ચે છે, તેઓ ધન્યવાદને પાત્ર છે; પણ તેમના કરતાં તે। જેએ પાતાનાં તન-મન બાળકના પાલનપેાષણમાં સારી પેઠે ખચે છે, તે વિશેષ ધન્યવાદને પાત્ર છે; અને એ કરતાં પણ સર્વોત્કૃષ્ટ કાયતે। તેએજ કરે છે કે જેઓ કાઢી પણ ખર્ચ્યાવિના ગર્ભાવસ્થાના નવ માસમાં એવી ભાવનાઓનાં ખીજ વાવે છે, કે જે માટું થતાં બાળકને નિ:સશય ઉચ્ચ માર્ગે લઈ જાય છે,
(‘માધુરી’ વ ૬, ખંડ ૧, સંખ્યા ૪ માંના શ્રીમતી માયાદેવીજીના લેખના અનુવાદ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com