________________
ગર્ભાવસ્થામાં જ વધારે ઉત્તમ અને આબાદ શિક્ષણ આપી શકાય છે. ૧૦૫ નીવડો હતો કે તે તેની માતાના પેટમાં હતો તે વખતે નારદમુનિએ તેની માતાને જ્ઞાન-ભક્તિને ઉપદેશ આપ્યો હતો. આ ભાવ તેના હૃદયમાં એટલો બધો વ્યાપી ગયો હતો કે ગર્ભાવસ્થામાં પ્રલાદ પણ તે ભાવે સાથે જ જન્મ્યો. તેને પિતા ઈશ્વરને ભારે દ્રોહી હતી, તેને ઈશ્વરનું નામ સાંભળીને પણ તિરસ્કાર અને ક્રોધ ઉપજતો હતો. જ્યારે તેણે પ્રહલાદમાં ઈશ્વર-ભક્તિ પ્રત્યે પ્રેમ જે, ત્યારે તેને ફેરવવાના તેણે ખૂબ પ્રયત્નો કર્યા, પ્રહલાદને અનેક પ્રકારના ભય દેખાડ્યા અને શિક્ષાઓ કરી; પણ તેનામાં ગર્ભના સંસ્કાર એટલા દઢ થયેલા હતા કે ભયંકરમાં ભયંકર શિક્ષા પણ તેને ઈશ્વરભક્તિના માર્ગથી ચલિત કરી શકી નહિ.
નેપેલિયન ગર્ભમાં હતા ત્યારે તેની માતા કેટલાયે માસ સુધી પોતાના પતિ સાથે લડાયક સૈન્યમાં રહી હતી. તે કૂચ થતી વખતે ઘોડા ઉપર સવાર થઈને સેના સાથે જતી હતી અને પિતે યુદ્ધસંબંધી વાતચીતમાં બહુજ રસ લેતી હતી. ગર્ભમાંને નેપોલિયન ઉપર આ વાતોને બહુ પ્રભાવ પડયો. બાલ્યાવસ્થામાં જ તેનામાં વિરચિત લક્ષણે દેખાતાં હતાં, તેને યુદ્ધ પ્રિય હતું. તે યુદ્ધ અને વિજયવિષે જ વાત કર્યા કરતો હતો. યુવાવસ્થા પ્રાપ્ત થતાં તેણે પોતાની વીરતા અને યુદ્ધકળાની નિપુણતાના એવા ચમકારા દર્શાવ્યા કે સમસ્ત યૂરેપ તેનાથી આશ્ચર્યચકિત થઈ ગયું.
ર્કોટલેંડના પ્રસિદ્ધ કવિ બર્ટ બન્ફવિષે કહેવાય છે કે, તેની માતાને અનેક કાવ્ય યાદ હતાં અને તેને તેને એટલો બધો શોખ હતો કે તે પોતાનું ઘરકામ કરતી કરતી પણ તેજ ગાયા કરતી હતી.
પ્રસિદ્ધ ચિત્રકાર ફલેકસમેનની માતા ગર્ભાવસ્થામાં કલાકોના કલાકે સારાં સારાં ચિત્રો જોવામાં ગાળતી હતી, અને ચિત્રકળાના પારંગતોનાં સુંદરતમ ચિને પિતાના હૃદયમાં અંકિત કરવાનો પ્રયત્ન કરતી હતી. તેનું પરિણામ એ આવ્યું કે, તેનો બાળક એ કળામાં ઘણેજ હોંશિયાર નીવો.
વિજ્ઞાનિક દૃષ્ટાંતા–પ્રોફેસર એલમર ગેટસે યુનાઈટેડ સ્ટેટ્સની રાજધાની વૈશિંગ્ટનની પિતાની વિજ્ઞાનશાળામાં કેટલાક ઘણું સરસ પ્રયોગો કર્યા. તેણે જુદે જુદે વખતે અનેક માણસને પિતાને શ્વાસ અરીસા ઉપર ફેંકવાનું કહ્યું. દરેક વખતે શ્વાસની હવામાં ભળેલા જે પદાર્થો ઠંડા અરીસા ઉપર જામતા હતા, તેની પરીક્ષા કરતાં તેને જ્ઞાન થયું કે, આ પદાર્થ મનુષ્યની માનસિક પ્રવૃત્તિ અનુસાર બદલાતા રહે છે. ક્રોધ, ઈર્ષા, દુઃખ, શોક, પીડા ઇત્યાદિ અનેક માનસિક સ્થિતિઓ પિતતાનો પ્રભાવ શ્વાસ ઉપર પાડે છે અને એવી અનેક સ્થિતિઓમાં શ્વાસની પરીક્ષા કરીએ તો શ્વાસનાં મૂળકારણમાં ફેર જણાશે. આ રીતે પ્રોફેસર ગેટસે સાબિત કર્યું કે, શ્વાસની પરીક્ષાથી મનુષ્યની માનસિક સ્થિતિનું બરાબર જ્ઞાન થાય છે. જેમકે ટેલીફેનદ્વારા દૂરના માણસની વાતચીત બરાબર સંભળાય છે. શ્વાસ ઉપર આખા શરીરને આધાર છે, શ્વાસના જેવું જ આપણું આખું શરીર હશે. જ્યારે માતાના શ્વાસ ઉપર બાળકના શ્વાસને આધાર છે, તે એ પણ યોગ્ય જ છે કે, જેવી માતાની પ્રવૃત્તિ તેવીજ બાળકની.
અનુભવીઓનું કહેવું છે કે, પ્રત્યેક રોગ અને પ્રત્યેક માનસિક સ્થિતિમાં ખાસ પ્રકારની ગંધ હોય છે અને તેથીજ પ્રત્યેક માણસમાં એક ખાસ પ્રકારની ગંધ હોય છે. મંદિર, પાઠશાળા,
નું અને જેલ, એ બધી જગાએ ત્યાંના રહેનારાઓની માનસિક સ્થિતિ અનુસારનું એક વિશિષ્ટ વાતવરણ હોય છે. આજ કારણથી કોઈ સ્થાન આપણને શાંત લાગે છે અને કોઈ ભયાનક લાગે છે. અનેક સ્થાને એવાં છે કે જ્યાં વીરતા, દયા, ધર્મ યા તે ગ્લાનિના ભાવ પેદા થયા સિવાય રહેજ નહિ. જે માનસિક સ્થિતિ, શ્વાસ અને શરીર ઉપર પણ બીજા માણસને સમજાઈ જાય એવી અસર કરી શકે છે તો એ ઉપરથી સહેજે અનુમાન કરી શકાય કે જે બાળક માતાના શરીરમાં નવ માસ સુધી રહે છે અને તેના શ્વાસ સાથે શ્વાસ લે છે, તેના ઉપર માતાની માનસિક સ્થિતિને કેટલો બધો પ્રભાવ પડતો હશે.
ડૉક્ટરને અનુભવ–મિસ્ટર સી. જે. બેયરે પિતાના “માતૃ–ભાવના” નામના મહત્ત્વપૂર્ણ પુસ્તકમાં લખ્યું છે કે, બહુ નાની ઉંમરની એક સ્ત્રી ગર્ભવતી થઈ ગઈ. આજુબાજુની છોકરીઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com