________________
૧૫
ક
X
X
ભગવાન શ્રીકૃષ્ણના નિંદકે ગોવિંદ ભુવનથી પાછા ફરતાં મારા મિત્રે કહ્યું કે “જે ભક્તિરસને આ અખંડિત પ્રવાહ !”
મારાથી ન રહેવાયું. મેં કહ્યું કે “માફ કરજે, આ શૃંગારરસપૂર્ણ ભક્તિ કઈ દિવસ તમારે કપાળે કલંકની કાલિમા લગાડયા વિના રહેનાર નથી. અમે આર્યસમાજીઓ તો ગીરાજ કૃષ્ણના ભક્તો છીએ. તમારા કૃણમાં તો ફક્ત તમે શૃંગારિકતા અને વિલાસપ્રિયતા જુએ છે. જેમ નાટક-સિનેમામાં લોકો ભેગા થાય છે, તેમ મંદિરમાં તમે મૂર્તિઓની આજુબાજુ નાટકી વાતાવરણ ઉભું કરો છો. માટેજ લેકે આકર્ષાય છે. ભગવાન અને ભક્તિ એ વિષે તેઓ કંઈ સમજી શકતા હોય એમ હું કહી શકતો નથી. ”
જવા દે, જવા દે; તમે આર્યસમાજીએ તો જેની તેની નિંદાજ કરો છો.” આમ વાત પડતી મૂકાઈ; પણ કલકત્તાના ગેવિંદ ભુવનના પાછળથી જે સમાચાર મળ્યા તે દરેક સહૃદયી હિંદુએ વાંચવા ઘટે છે.
જ કલકત્તામાં જયદયાળ અને હીરાલાલ બંને વ્યાપારીઓ છે. તેઓ જેમ તેમ કરી વ્યાપારથી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ કંઈ બહુ ભણેલા નથી; પણ તેમને ગીતા વાંચવાનો શોખ છે. એક દિવસે દુકાન ઉપર તેમણે બીજા ભાઈઓને કથા સંભળાવી. તેમની શૈલી બહુજ મનોરંજક હોવાથી હીરાલાલ કથાકારતરીકે વખણાવા લાગ્યા. ઘણા લેકે કહેવા લાગ્યા કે, અભણ જ્યારે આવી સરસ કથા કરે, ત્યારે તે જરૂર તેનામાં પ્રભુનું કંઈ દૈવી તેજ હેવું જોઈએ.
ત્રાજવાં કાટલાં છડી બંને ભાઈઓએ કૃણજી માટે એક સ્થાન ઉભું કરવા ગોવિંદ ભુવનની યોજના કરી. જોતજોતામાં લાખો રૂપીઆને વરસાદ તેમના પર વરસી પડ્યો. ભગવાન કૃષ્ણના ભક્તોએ એક આલીશાન ઇમારત ચણાવી દીધી, જેનું નામ “ગોવિંદ ભુવન” પાડવામાં આવ્યું.
કાલના બકાલ હીરાલાલ આજના કથાકાર છે, અડધું કલકત્તા તેમને ભગવાનના અંશાવતાર માને છે. ગોવિંદ ભુવનમાં ગીતા, ભાગવત અને ભજનોની ધૂન જામવા લાગે છે.
આજનું ગોવિંદ ભુવન વૈષ્ણવ સમાજનું ગૌરવસ્થાન છે.
ગોવિંદ ભુવનમાં સ્ત્રીપુરુષ-આબાલવૃદ્ધ-સર્વ ભક્તિરસમાં સ્પર્ધા માંડે છે. હીરાલાલ ભગવાનની ગાદીએ બેસી ગયા છે. અહા ! કેવું પરિવર્તન ! કોઈ પણ પ્રકારના યમ-નિયમનું અનુષ્ઠાન કર્યા વગર કેવળ વાણુને પ્રતાપે કાલને અબુધ ગણાતે હીરાલાલ આજે ભગવાનની ગાદીએ બેસી ગયા છે !
ઉફ ! આજે આ શેના ઉકાપાત છે ? આ શું સંભળાય છે !!... ગોવિંદ | ભગવાને ૧૫૭ સ્ત્રીઓના શિયળને ખંડિત કર્યું ! નાટકી હીરાલાલે સારાં સારાં ઘરોની કુલ– વધુઓને કઠણુના નામે ભ્રષ્ટ કરી ! દૂતણુએ રાખી સારી સારી સ્વરૂપવાન સ્ત્રીઓને ચૂંટી ચૂંટી તેમને ફસાવી! પોતે કૃણ બની ભેળી ભક્તાણુઓને ગેપી બનાવી ! આ પિશાચે હદ વાળી દીધી. આજે કલકત્તામાં હાહાકાર થઈ રહ્યો છે ! અંધ હિંદુઓ ઠગાયા ! સભાઓ મળી; હીરાલાલ અને જયદયાળને ખૂબ ગાળો આપવામાં આવી. . પત્રકારોએ અંગારા વરસાવવાનું શરૂ કર્યું, પણ તેમ છતાંયે કોઈએ રોગનું ખરું ઔષધ તપાસવા પ્રયત્ન કર્યો નહિ !
આજે યોગીરાજ કૃણ પિતાના નામે વ્યભિચારને નાટારંગ જોઈ રડતા હશે! ગીતાના કૃષ્ણને-ગીરાજ કૃષ્ણને આજે કેણુ પૂજે છે? અહીં તે નાચતા, વાંસળી વગાડતા, ગોપીઓ સાથે યથેચ્છ વિહાર કરતા માખણચાર કૃષ્ણની પૂજા થાય છે !
આજે હીરાલાલ દેષિત નથી; પણ જે ભાવના ભક્તિમાં ગારરસને મુખ્ય સ્થાન આપે છે, તે દેષિત છે. આજે બાહ્યાડંબરથી રીઝનારા, ગાંડા થનારા, પગચંપી કરી ચરણામૃત લેનારા લોકે! ઉઠે, ખરી ભક્તિ ક્યાં છે, તે ખોળે. યોગીરાજ કૃષ્ણની ભક્તિ આદરે ! હવે બહુ થઈ ચૂક્યું છે.
આર્યસમાજ કૃષ્ણને નિદક છે તેને કૃષ્ણના નામે દુકાન માંડી સમાજને છેતરનારા હીરાલાલ પોતેજ ન્યાય કરી લેશે !
(“પ્રચારક” જૂન-૧૯૨૮ ના અંકમાં લેખક શ્રી. આનંદપ્રિય આત્મારામ પંડિત)
૪
X
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com