________________
૧૧૩
કાઠીઆવાડની જૂની સંસ્કૃતિ ६२-काठीआवाडनी जूनी संस्कृति
ચારાનું માહાન્ય જે સમયે જે વસ્તુ ઉત્તમ હોય, તેની ઉપયોગિતા પણ ઘણી હોય. જ્યારે ઉપયોગિતા ઓછી થાય, સમય બદલાય, ત્યારે ઉત્તમ ગણાતી વસ્તુની કિંમત જતી રહે છે, એટલું જ નહિ પણ તે નામ અળખામણું થઈ જાય છે.
કાઠીઆવાડનાં દરેક ગામડાંની મધ્યમાં રહેલો ચોરો ( ટાઉનહોલ) એક વખત ઉત્તમ મનાતો હતો. તેનું મહત્ત્વ એટલું બધું હતું કે તેનાં અવશેષચિન્હ ગામડાંમાં છેક ભૂંસાઈ ગયાં નથી. એક વખતને મહત્તાવાળચરો અત્યારે સુતાલયમાં ફેરવાઈ ગયો છે. ચોરે કેટલો ઉપયોગી હતો તે જોઈએ.
ગામનું ન્યાયમંદિર અત્યારના જેવી અદાલતો પ્રથમના સમયમાં હતી નહિ, તેમ ન્યાયાધીશોને માટે ડીગ્રી મેળવવાની જરૂર નહોતી. ગામમાં કોઈ વચ્ચે તકરાર હેય, કેઈએ કાંઈ ગુન્હો કર્યો હોય તે બધાને ઇન્સાફ ચોરે થતો, વૃદ્ધજન ચેરે બેસતા, વાંધા-તકરારવાળા ચોરે ફરિયાદ કરવા આવતા. વૃદ્ધો ઠરેલ બુદ્ધિના અને દરેકના ગુણદોષોને પોતાના અનુભવમાં ઉતારેલા હોવાથી ઈન્સાફ કરવામાં સરલતા થતી. ફરિયાદ કરનાર કે બચાવ કરનારને વકીલ-બેરિસ્ટરની જરૂર પડતી નહિ. કોઇની ફરિયાદ આવી એટલે દરેક કામના મુખ્ય મુખ્યને એકઠા કરી બંને તરફની હકીકત સાંભળતા અને પછી ન્યાય કરતા. આ ન્યાય પાળવા કોઈ આનાકાની કરે તો તેનો બહિષ્કાર કરતા. ન્યાય કરવા માટે પરમેશ્વરને હાજર ગણતા અને પંચ ત્યાં પરમેશ્વર માનતા તેથી
ચારામાં દેવમંદિર ની સ્થાપના કરતા. અત્યારે પણ જ્યાં ચોરે હશે ત્યાં ઠાકોરજીનું મંદિર પણ સાથેજ જોવામાં આવે છે. તે એટલા માટે રાખતા કે, ન્યાય તળનાર, ફરિયાદી, સામાવાળા કે સાક્ષી જે બોલે તે સત્ય અને ઠાકોરજી સમક્ષ બોલે તેથી સત્ય હકીકત બહાર આવે અને ન્યાય કરવાવાળા પણ પક્ષપાતરહિત ઠાકોરજી સમક્ષ સાચો ન્યાય આપે.
ગામને ધણી ચેરને ગામના ધણી કરતાં પણ વધારે માન અપાતું. બીજાં મકાનો કરતાં, ચોરાના મકાનની મર્યાદા વધારે ગણાતી. ચોરા પાસે કઈ ઘોડે ચઢીને ન નીકળે, ચોરા પાસે સ્ત્રીવર્ગ પગરખાં ન પહેરે, ચરે બેઠેલાનું કેઈ અપમાન ન કરે; એટલું જ નહિ પણ પિતાની કોઈ વાત ચોરે ચર્ચાય તે કરતાં તે મરવું સારું તેવી દઢ માન્યતા હતી. ચોરેથી થયેલો હુકમ-નિર્ણય બધાને માન્ય રહે છે કે તેની સામે થતું નહિ. ગામધણી ગામમાં હોય કે બીજે ગામે હોય પણ તે ચરાને માન આપતો. ચોરાની અંદર ખાટલે ચઢીને સૂવાને ગામધણનેજ હક્ક હતો-હજી પણ ઘણા ગામે ધણું પણ ખાટલે ન સૂવે-બીજા કોઈ ચોરામાં ખાટલો નાખીને બેસે પણ નહિ. યુવાને વગેરે ચરે બેસે નહિ અને કદાચ જાય તો ઘણુજ મર્યાદા રાખે. બીડી, હકે ચોરે ન પીવે, એક બાજુ બેસે, બનતા સુધી મૌન રહે અને બોલે તે પણ મર્યાદામાં. વળી દેશી પરદેશીને માટે
મુસાફરખાનું જૂદું હતું નહિ. ગમે તે દેશના આવી ચોરે ઉતરે, તેને ગામનો કોટવાળ પાગરણ લાવી આપે, વાહન હોય તો ઘાસચારો લાવી આપે. ઠાકોરજીનો પૂજારી પિતાને ઘેરથી અગર બીજે સ્થળેથી ખાવાનું લાવી આપે. સાધુ, બાવા વગેરેના ધામાં પણ ચારામાંજ પડથા હય, બીજા માગણવર્ગના ચેરે આવીનેજ ઉતરે. આવી રીતે ગમે તેને આશ્રય આપનાર ગામડાનો ચોરો હતો અને છે.
સંરક્ષાલય ગામનું રક્ષણ કરવામાં ચોરાનો મોટો હિસ્સો હતો. વૃદ્ધો ચેરામાં બેસતા. તેની પાસેના વૃક્ષ કે કોઈ ઉંચી જગ્યાએ સાડીકે બેસતો. ઘડાવાઈ-પાળ-આવે તેમ સાડીકાને શંકા જાય તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com