________________
મુડીવાદને ધાતકી દંભ ઢાંકતાં દાને ४८-मुडीवादनो घातकी दंभ ढांकतां दानो
ગરીબેનો ઉદ્ધાર સખાવતાથી નહિ, પણ ગરીબેને ચૂસવાની વૃત્તિ અટકશે ત્યારે જ થશે
સેંકડે ૯૯ ટકા દાન આપનારા એમ સમજે છે કે, તેમનાથીજ ગરીબોને ઉદ્ધાર થાય છે; પણ કાઇને એ ખ્યાલ નથી આવતું કે, લાખ રૂપિયા ધર્માદામાં વપરાવા છતાં ગરીબાઈ સહેજ પણ ઓછી થતી નથી. ગરીબોના લોહીથી લાખ રૂપિયા કમાનાર છેડા પૈસા ગરીબોને આપી તેમને સમજાવી દે, એ સ્વાભાવિક છે. ઘણા પિતાનું નામ એક મોટા દાતા અને ગરીબની દાઝ જાણનારતરીકે પંકાઈ જાય એટલા ખાતર ડ' દાન આપે છે. અમેરિકા જેવા દેશ બધા દેશમાં વધારે ઉદાર ગણાય છે, પણ કામદાર વર્ગ ઉપર જુલમ કરવામાં અગ્રસ્થાન ભોગવે છે.
દાનની નિરર્થકતા અત્યારસુધીમાં ધર્માદા દવાખાનાં, હૈપીટલો, અનાથાશ્રમો કાઢવામાં આવ્યાં તે છતાં એક ટક પણ લોકોની દરિદ્રતા ઓછી નથી થઈ કે ગરીબોને એશઆરામ જેવું કંઈ મળ્યું નથી. આનું કારણ હાલની હાનિકારક સામાજિક પ્રથા છે. જ્યાં સુધી સમાજની ક્રાંતિ નહિ થાય, ત્યાં સુધી લાખો રૂપિયાના દાનની કિંમત ઘણી ઓછી છે. ગમે તેટલા પૈસાની ગરીબોને મદદ કરે, પણ તેથી ગરીબોનું દુઃખ ટુંક સમયને માટે દૂર કરી શકાશે, હમેશને માટે નહિ.
મુડીવાદીઓની બાજી મોટા પ્રમાણમાં ઉદાર માણસે દાન આપે છે છતાં ગરીબાઈ, અજ્ઞાનતા, ભૂખમરે અને ગુન્હાઓમાં લેશમાત્ર પણ ઘટાડો થયો નથી. ગુન્હા દાનથી ઓછા થતા નથી; પણ ન્યાયથી. મુડીવાદો ધોળે દિવસે આડકતરી રીતે ગરીબોને લૂંટે છે તે શાહુકારી ગણાય, પણ ગરીબોને ખાવાનું ન મળે તેથી નાસીપાસ થઈ પૈસાદારોના ઘરમાં ચોરી કરે તે ગુહો કહેવાય. ભૂખમરાથી ઉશ્કેરાયેલો મનુષ્ય ગમે તે ગુન્હો કરવાને પ્રેરાય, પણ પૈસાદારો તો પિતાની મોજમજાહને ખાતર સાચાં-જૂઠાં કરી, લુચ્ચાઈ કરી બીજાને પાયમાલ કરે છે. મીલમાં અકસ્માતના ઘણા દાખલા બને છે. કોઈ પણ અકસ્માતથી મજુરના હાથપગ કચરાઈ જાય અને જીંદગીને માટે ઘરમાં બેસવાનો વખત આવે તે વખતે મીલમાલેકે તેને જીંદગી સુધી પેન્શન આપવાને બદલે મજુરની બેદરકારીથી અકસ્માતો બને છે, એ પૂરવાર કરવાને ગમે તે ગેરકાયદેસર પગલાં ભરે છે; છતાં તેઓ નિર્દોષ ગણાય છે. આવા મોટા ચોરેને, ગરીઓના જેવી જ શિક્ષા થવી જોઈએ; પણ કાયદા પૈસાદારે માટે છે–ગરીબો માટે નહિ. આવી રીતે ગરીબના જ પૈસા લૂંટી મુડીવાદે દાનને નામે ગરીબને કુતરાની માફક ટુકડા નાખે છે. આવા દાન કરતાં તેમને ન્યાય અપાય તે ગરીબ વધારે સુખી થાય. ન્યાયની દૃષ્ટિએ જેનાર દાન આપવાનો વિચાર નહિ પણ ગરીબો કેવી રીતે સુખી થઈ શકે અને સુગમતાથી રહી શકે તેને માટે પ્રયત્ન કરશે.
સમાજની પુન રચના ગમે તેટલું દાન આપવા છતાં મોટે ભાગે લોકે ભૂખે મરે છે, તેમજ ધંધા-રોજગાર વગરના લોકોનું પ્રમાણ પણ ઘણું મોટું છે. આ કારણને જડમૂળથી નાશ કરવા માટે સમાજની હાલની. સ્થિતિમાં પરિવર્તન થવાની ઘણજ જરૂર છે. સામ્યવાદ આવશે, ત્યારેજ ગરીબાઈ ઓછી થશે. સામ્યવાદ એટલે શું? તે જોઈએ.
સામ્યવાદની શીખ સામ્યવાદ એટલે કોઈપણ જાતનાં ઉત્પન કરનારાં સાધનો જેવાં કે મીલ, કારખાનાં, ખાણે વગેરેને માલીક એક નહિ પણ આખું સ્ટેટ તેમજ તેમાં જે નફો થાય તે બધાએ સરખેભાગે વહેંચી લે. કામ કરવાના કલાકે પણ ઓછા કરવામાં આવશે. પુરુષ કે સ્ત્રી, નબળા કે જોરાવર કાઇમાં ભેદભાવ રાખ્યા વગર દરેકને કામ સોંપવામાં આવશે. જે કામ કરે તેનેજ રોટલે મળે એ તેને મુદ્રાલેખ છે. દરેક માણસને કંઈ ને કંઈ કામ સોંપવામાં આવે એટલે કોઈપણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com